Home »National News »Latest News »National» Tamilnadu Governor Send Reports To Central Govt Friday Update

રિસોર્ટમાં MLAsની સ્થિતિ અંગે એફિડેવિટ દાખલ કરે પોલીસ: મદ્રાસ HC

divyabhaskar.com | Feb 10, 2017, 12:02 PM IST

  • શશિકલાએ ગુરુવારે સાંજે ગવર્નર વિદ્યાસાગર રાવ સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો કર્યો.
ચેન્નઈ/ નવી દિલ્હી.  મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુ પોલીસને સૂચના આપી છે કે, રિસોર્ટમાં રહેલા ધારાસભ્યો અંગે એફિડેવિટ દાખલ કરવામાં આવે. તામિલનાડુના ગવર્નર સી વિદ્યાસાગર રાવે વીકે શશિકલા અને ઓ પન્નીરસેલ્વમ સાથે ગુરુવારે રાત્રે મુલાકાત કર્યા બાદ કેન્દ્ર અને રાષ્ટ્રપતિને રિપોર્ટ મોકલી આપ્યો છે. 
 
કોર્ટરૂમમાં પહોંચ્યો AIADMK વિવાદ
 
- AIADMKના ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવા સંદર્ભની અરજી પર મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. 
- આ મતલબની એફિડેવિટ દાખલ કરવા તામિલનાડુ પોલીસને નિર્દેશ આપવામાં આવ્યો છે. 
- શશિકલા કેમ્પના કહેવા પ્રમાણે, ધારાસભ્યોને ગોંધી રાખવામાં નથી આવ્યા. પરંતુ તમામે સ્વેચ્છાએ મોબાઈલ સ્વીચ ઓફ કર્યાં છે.
- ધારાસભ્યોને ફોન પર ધમકીઓ મળી રહી હોવાનો દાવો શશિકલા કેમ્પના નેતા વાલારમથીએ કર્યો હતો.  
 
- શશિકલાને તામિલનાડુના મુખ્યપ્રધાન બનાવતાં અટકાવવાની દાદ માંગતી જાહેર હિતની અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
- જેની ઉપર તત્કાળ સુનાવણી હાથ ધરવાનો સર્વોચ્ચ અદાલતે ઇન્કાર કર્યો હતો. 
 
રાજ્યપાલે મોકલ્યો રિપોર્ટ
 
તામિલનાડુમાં ચાલી રહેલી રાજકીય લડાઈનો ફેંસલો દિલ્હીથી થશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ પહેલા શશિકલા ગુરુવારે પાર્ટીના 5 સીનિયર લીડર્સ સાથે ગવર્નરને મળી અને સરકાર બનાવવાનો દાવો કર્યો. તેણે MLAsના સપોર્ટ લેટર પણ રજૂ કર્યા. તેની સાથે 130 ધારાસભ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
 
આ પહેલાં પાર્ટીમાંથી બળવો કરનારાં એક્ટિંગ સીએમ પન્નીરસેલ્વમે પણ ગવર્નર સાથે મુલાકાત કરી. પન્નીરસેલ્વેમે ગવર્નરને કહ્યું કે પાર્ટીએ તેને રાજીનામું આપવા મજબૂર કર્યો હતો. બાદમાં તેમણે મીડિયાને જણાવ્યું કે ગવર્નરે ન્યાયનું આશ્વાસન આપ્યું છે. શુક્રવારે રાજ્યપાલે તામિલનાડુ પોલીસના ડીજીપી સાથે મુલાકાત કરી હતી અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. 
 
શશિકલાએ જયલલિતા મેમોરિયલ પર ફૂલ ચઢાવ્યાં
 
- ગવર્નર વિદ્યાસાગર રાવ સાથે મુલાકાત પહેલા શશિકલાએ મરીના બીચ ગઈ અને ત્યાં તેણે જયલલિતા મેમોરિયલ પર ફૂલ ચઢાવ્યા અને પ્રાર્થના કરી.
- શશિકલાએ જયલલિતા મેમોરિયલ પર એક સીલબંધ કવર પણ મૂક્યું. તેમાં ધારાસભ્યોના સપોર્ટ લેટર હોવાનું માનવામાં આવી રહ્યું ચે.
- જે બાદ શશિકલા ગવર્નરને મળવા પહોંચી. AIADMK મુજબ આ મુલાકાતમાં તેણે 129 ધારાસભ્યોના સપોર્ટની વાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
 
ધર્મની જીત થશે- પન્નીરસેલ્વમ
 
- ગુરુવારે સાંજે પન્નીરસેલ્વમ ગવર્નરને મળ્યા હતા અને બંનેની મુલાકાત 15 મિનિટ  સુધી ચાલી હતી.
- ગવર્નરને મળીને બહાર આવ્યા બાદ તેમણે કહ્યું કે, મેં ગવર્નરને રાજ્યની રાજકીય પરસ્થિતિ વિશે માહિતીગાર કર્યા છે.
- મને રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.
- એક વાત પર ભાર મૂકવા માગીશ કે ધર્મની જીત થશે.
- તામિલનાડુની એસેમ્બલીમાં જો વિશ્વાસનો મત થાય તો ઓ. પન્નીરસેલ્વમને ટેકો આપવાની જાહેરાત દ્રવિડ મુનેદ્ર કઝગમએ કરી છે. 
 
શશિકલા CMપોસ્ટ માટે યોગ્ય નથી: કમલ હસન
 
તામિલનાડુમાં ચાલુ રાજકીય ઉથલ-પાથલ વચ્ચે એક્ટર કમલ હસને પન્નીરસેલ્વમને ખુલીને સપોર્ટ કર્યો. તેણે કહ્યું કે હજુ સુધી મને મુખ્યમંત્રીમાં કોઈ નબળાઈ નજરે નથી પડી. તે અપેક્ષા પર ખરા ઉતરી રહ્યા છે, તેમને થોડો સમય આપવો જોઈએ. શશિકલા સીએમ પોસ્ટ માટે યોગ્ય નથી. હસન આ પહેલા પણ સોશિયલ અને પોલિટિકલ મુદ્દે તેમનો મત રાખતા આવ્યા છે.
 
પન્નીર ન મારો મિત્ર ન મારો દુશ્મનઃ કમલ હસન
 
મીડિયા રિપોર્ટ મુજબ હસને કહ્યું, શશિકલા મુખ્યમંત્રી બનવા શક્ય તમામ કોશિશ કરી રહી છે. જયલલિતાની બહેનપણી હોવાના કારણે તેને રાજ્યની ટોપ પોસ્ટ પર બેસવાનો પાસ ન મળી શકે. કોઈ સાથે લાંબો સમય સુધી રહેવાથી તમે તે પોસ્ટ માટે ક્વોલિફાઈડ થઈ શકતા નથી. હું એક વકીલનો દીકરો છું, પરંતુ કોર્ટમાં જઈને કેસ નથી લડતો. હસને સ્પષ્ટ કહ્યું કે પન્નીરસેલ્વમ ન તો મારો મિત્ર છે કે ન મારો દુશ્મન. મુખ્યમંત્રીએ મારી અપેક્ષા પૂરી કરી છે અને તેમનો લોકો પર કન્ટ્રોલ હોવો જોઈએ. આ ઉપરાંત તેણે આર માધવનને પણ તામિલનાડુના રાજકીય સંકટ પર ચર્ચા કરવાની અપીલ કરી હતી.
 
શશિકલાએ જયલલિતાને છેહ દીધો: પન્નીરસેલ્વમ
 
- તામિલનાડુના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ ગુરૂવારે ચેન્નાઈ પહોંચ્યા હતા. પ્રોટોકોલ પ્રમાણે, તેમને આવકારવા માટે રાજ્યના મુખ્યપ્રધાન ઓ. પન્નીરસેલ્વમ પહોંચ્યા હતા.
- આ પહેલા પત્રકારો સાથે વાતચીતમાં પન્નીરસેલ્વમે કહ્યું હતું, "સત્તાને મેળવવા માટે શશિકલા દ્વારા ગંદી યુક્તિઓ અજમાવવામાં આવી રહી છે. જો તેઓ મુખ્યપ્રધાન બનશે તો લોકશાહી પર ડાઘ હશે."
- "શશિકલા ખોટું બોલી રહ્યાં છે કે તેમણે ક્યારેય જયલલિતાને દગો નથી દીધો. અમ્મા હોસ્પિટલમાં હતા, તેના 24મા દિવસે શશિકલાએ મને કહ્યું હતું કે, તેમની તબિયત સારી છે."
-"શશિકલાના કેમ્પ દ્વારા જે કોઈ આરોપ મૂકવામાં આવશે તેનો જવાબ આપવા અમે સજ્જ છીએ."
- વરિષ્ઠ નેતા મધુસુદનને ધમકીઓ આપવામાં આવી તથા તેમની ઉપર દબાણ કરવામાં આવ્યું. આમ છતાંય તેઓ પાર્ટીના હિતને માટે અડગ રહ્યાં."
- દરમિયાન AIADMKના વરિષ્ઠ નેતા મધુસુદન તથા કે. મૈત્રેયને પન્નીરસેલ્વમને જ જયલલિતાના ખરા વારસ જણાવ્યા હતા.
 
શશિકલાએ કહ્યું, પન્નીરસેલ્વમે ભૂલો કરી
 
- પન્નીરસેલ્વમના બળવા પછી બુધવારે ધારાસભ્યોની બેઠકમાં શશિકલા 11 મિનિટ સુધી બોલ્યાં હતાં. પન્નીરસેલ્વમને એવી ચેતવણી આપી છે કે ગદ્દારીની સજા આપવામાં આવશે.
- તે વિપક્ષ સાથે મળીને કાવતરું રચી રહ્યા છે. દરમિયાન, વિપક્ષ ડીએમકેના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને જણાવ્યું કે અન્નાદ્રમુકના ઝઘડામાં અમારો કોઇ હાથ નથી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, પન્નીરસેલ્વમે બેંકોને લેટર લખીને શું કહ્યું...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tamilnadu governor send reports to central govt friday update
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended