Home »National News »Latest News »National» Tamil Nadu Governor May Invite Sasikala Loyalist Palanisamy To Form Govt

31 મંત્રીઓ સાથે પલાનીસ્વામીએ લીધા શપથ, 2 મહિનામાં TNમાં ત્રીજા CM

divyabhaskar.com | Feb 16, 2017, 18:13 PM IST

  • પલાનીસ્વામીએ તામિલનાડુના મુખ્યમંત્રીપદના શપથગ્રહણ કર્યા હતા.
ચેન્નઈ. AIADMKમાં ગત થોડા દિવસોથી ચાલી રહેલી ખેંચાખેંચ ગુરુવારે ખતમ થઈ ગઈ. ગવર્નર સી. વિદ્યાસાગર રાવે શશિકલા કેમ્પના પલાનીસ્વામીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યા બાદ 31 મંત્રીઓ સાથે પલાનીસ્વામી સીએમના શપથ ગ્રહણ કર્યા હતા. ગવર્નરે ફ્લોર ટેસ્ટ માટે 15 દિવસનો સમય આપ્યો છે. પલાનીસ્વામી 2 મહિનામાં ત્રીજા મુખ્યમંત્રી છે. ડિસેમ્બરમાં જયલલિતાના નિધન બાદ ઓ. પન્નીરસેલ્વમ સીએમ બન્યા હતા. ત્યારબાદ પાર્ટીમાં શશિકલાને સીએમ બનાવવાના પ્રયાસો શરૂ થયા હતા. પન્નીરસેલ્વમ રાજીનામું આપ્યા બાદ બાગી થઈ ગયા હતા. બીજી તરફ, કોર્ટના ચુકાદા બાદ શશિકલાને આવક કરતા વધુ સંપત્તિ કેસમાં જેલ જવું પડ્યું. ત્યારબાદ પલાનીસ્વામીને વિધાયક દળના નેતા બનાવવામાં આવ્યા હતા.  
 
પલાનીસ્વામીએ 124 ધારાસભ્યોનું સમર્થન હોવાનો કર્યો દાવો
 
- ગવર્નર સી. વિદ્યાસાગર રાવે પલાનીસ્વામીને ગુરુવારે મળવા માટે બોલાવ્યા હતા.
- ત્યારબાદ ગવર્નરે પલાનીસ્વામીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું.
- પલાનીસ્વામી ઉપરાંત 31 મંત્રીઓ પણ શપથ લેશે. તેમના નામોની યાદી જાહેર કરી દેવામાં આવી છે.
 
પન્નીરસેલ્વમ કેમ્પ ઈલેક્શન કમીશન પહોંચ્યું
 
- આ દરમિયાન પન્નીરસેલ્વમ કેમ્પે ઇલેક્શન કમીશનમાં શશિકલાને મહાસચિવ બનાવવા સામે ફરિયાદ કરી હતી.
- તેમનો આરોપ છે કે શશિકલાને જનરલ સેક્રેટરી બનાવવી પાર્ટીના બંધારણની વિરુદ્ધ છે.  
 
ગવર્નર પાસે કોઈ વિકલ્પ ન હતો
 
- મીડિયા અહેવાલો મુજબ, પલાનીસ્વામીએ 124 ધારાસભ્યોની યાદી સોંપ્યા બાદ ગવર્નરની પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
- ગવર્નરે ગત થોડા દિવસોના ઘટનાક્રમ પર નજર રાખી અને દરેક એન્ગલને તપાસ્યા હતા.
 
જેલ ગઈ શશિકલા
 
- શશિકલા નટરાજને બુધવાર સાંજે બેંગલુરુની સ્પેશલ કોર્ટ (જેલ)માં સરેન્ડર કરી દીધું.
- સુપ્રીમ કોર્ટે બેનામી સંપત્તિના કેસમાં તેને 4 વર્ષની જેલની સજા સંભળાવી છે.
- શશિકલાએ એ-ક્લાસ સેલ માગી હતી, પરંતુ હાલમાં તેને 2 અન્ય કેદીઓ સાથે રાખવામાં આવી છે.
- જેલમાં તેને કેદી નંબર 9234 કહેવામાં આવશે. શશિકલાએ કેન્ડલ બનાવવાનું કામ આપવામાં આવ્યું છે. તેના બદલામાં તેને રોજના 50 રૂપિયા મળશે.
 
પન્નીરે કહ્યું - હજુ 11 ધારાસભ્યોનો સપોર્ટ
 
- બુધવારે ગવર્નરે પલાનીસ્વામી બાદ પન્નીરસેલ્વમ સાથે મુલાકાત કરી.
- એવું કહેવામાં આવી રહ્યું છે કે પન્નીરે હજુ સુધી 11 ધારાસભ્યોનો સપોર્ટ હોવાનો દાવો કર્યો છે. પરંતુ તેમના કેમ્પનો દાવો છેકે તેમની સાથે 40થી વધુ ધારાસભ્યો છે.
- જો શશિકલા કેમ્પ ધારાસભ્યોને રિઝોર્ટમાંથી ફ્રી કરી દે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે.
- મહત્વપૂર્ણ છે કે, પન્નીરસેલ્વમ પહેલા શશિકલાને મુખ્યમંત્રી બનાવવા માટે પોતાના પદ પરથી રાજીનામું આપી ચૂક્યા હતા. બાદમાં બાગી વલણ અપનાવતા તેઓએ કહ્યું કે રાજીનામું દબાણમાં આપવામાં આવ્યું હતું અને તેઓ મુખ્યમંત્રી બની રહેવા માટે તૈયાર છે.
- પન્નીરસેલ્વમના આ બાગી વલણ બાદ શશિકલાએ જેલ ગયા પહેલા તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. તેમની સાથે 20 સમર્થકોને પણ બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tamil Nadu Governor may invite Sasikala loyalist Palanisamy to form govt
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended