Home »National News »Latest News »National» Tamil Nadu Crisis Governor Refuse To Take Salute

રાજ્યપાલને મળ્યા પન્નીરસેલ્વમ, કહ્યું- ધર્મની જીત થશે; કમલ હસને કર્યું સમર્થન

divyabhaskar.com | Feb 10, 2017, 01:21 AM IST

ચેન્નઈ.તામિલનાડુના મુખ્યપ્રધાન ઓ. પન્નીરસેલ્વમે  શશિકલા પર ગંદી યુક્તિઓ અજમાવીને સત્તા મેળવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. ગવર્નર સી વિદ્યાસાગર રાવ ગુરુવારે બપોર પછી મુંબઈથી ચેન્નઈ પરત પહોંચ્યા ત્યારે તેમને આવકારવા પ્રોટોકોલના ભાગરૂપે પન્નીરસેલ્વમ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. ત્યાર બાદ પન્નીરસેલ્વમ ગવર્નરને મળ્યા હતા અને બંનેની મુલાકાત 15 મિનિટ  સુધી ચાલુ રહી હતી. ગર્વનરને મળીને બહાર આવ્યા બાદ તેમણે કહ્યું કે, "મેં ગવર્નરને રાજ્યની રાજકીય પરસ્થિતિ વિશે માહિતીગાર કર્યા છે. મને રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.  એક વાત પર ભાર મૂકવા માગીશ કે ધર્મની જીત થશે." એક્ટર કમલ હસને પન્નીરસેલ્વમને ખુલીને સપોર્ટ કરતાં કહ્યું કે, હજુ સુધી મને મુખ્યમંત્રીમાં કોઈ નબળાઈ નજરે નથી પડી. તે અપેક્ષા પર ખરા ઉતરી રહ્યા છે, તેમને થોડો સમય આપવો જોઈએ. શશિકલા સીએમની પોસ્ટ માટે યોગ્ય નથી.
 
શશિકલાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી તેમણે ધારાસભ્યોનો સમર્થનપત્ર પણ સોંપ્યો હતો. હવે દરેકની નજર રાજ્યપાલના નિર્ણય પર ટકી છે. બંને નેતાના દાવા સાંભળ્યા બાદ મોડી સાંજ સુધી રાજ્યપાલ કાયદાકીય સલાહ લઈ રહ્યા હતા. દરમિયાન વિપક્ષી દ્રમુકે કહ્યું કે બહુમત સાબિત કરવાની જરૂર પડશે તો તે પન્નીરસેલ્વમને ટેકો આપશે. દરમિયાન અન્નાદ્રમુકના વરિષ્ઠ નેતા અને શશિકલા સમર્થક લોકસભાના ડેપ્યુટી સ્પીકર થમ્બીદુરઈએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. જોકે ભાજપનું તમિલનાડુ એકમ અગાઉથી જ પન્નીરસેલ્વમને ટેકો આપી ચૂક્યું છે.
રાજ્યપાલ પહોંચ્યા રાજભવન
 
તામિલનાડુના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ આજે સાંજે 4 કલાકની આસપાસ રાજ ભવન આવી પહોંચ્યા હતા. તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં રાજ્યના રાજકારણમાં ચાલુ ઉથલપાથલ અંગે બોલવાનો ઈન્કાર કર્યો હતો.
 
શશિકલા CMપોસ્ટ માટે યોગ્ય નથી: કમલ હસન
 
તામિલનાડુમાં ચાલુ રાજકીય ઉથલ-પાથલ વચ્ચે એક્ટર કમલ હસને પન્નીરસેલ્વમને ખુલીને સપોર્ટ કર્યો. તેણે કહ્યું કે હજુ સુધી મને મુખ્યમંત્રીમાં કોઈ નબળાઈ નજરે નથી પડી. તે અપેક્ષા પર ખરા ઉતરી રહ્યા છે, તેમને થોડો સમય આપવો જોઈએ. શશિકલા સીએમ પોસ્ટ માટે યોગ્ય નથી. હસન આ પહેલા પણ સોશિયલ અને પોલિટિકલ મુદ્દે તેમનો મત રાખતા આવ્યા છે.
 
પન્નીર ન મારો મિત્ર ન મારો દુશ્મનઃ કમલ હસન
 
મીડિયા રિપોર્ટ મુજબ હસને કહ્યું, શશિકલા મુખ્યમંત્રી બનવા શક્ય તમામ કોશિશ કરી રહી છે. જયલલિતાની બહેનપણી હોવાના કારણે તેને રાજ્યની ટોપ પોસ્ટ પર બેસવાનો પાસ ન મળી શકે. કોઈ સાથે લાંબો સમય સુધી રહેવાથી તમે તે પોસ્ટ માટે ક્વોલિફાઈડ થઈ શકતા નથી. હું એક વકીલનો દીકરો છું, પરંતુ કોર્ટમાં જઈને કેસ નથી લડતો. હસને સ્પષ્ટ કહ્યું કે પન્નીરસેલ્વમ ન તો મારો મિત્ર છે કે ન મારો દુશ્મન. મુખ્યમંત્રીએ મારી અપેક્ષા પૂરી કરી છે અને તેમનો લોકો પર કન્ટ્રોલ હોવો જોઈએ. આ ઉપરાંત તેણે આર માધવનને પણ તામિલનાડુના રાજકીય સંકટ પર ચર્ચા કરવાની અપીલ કરી હતી.
 
શશિકલાએ જયલલિતાને છેહ દીધો: પન્નીરસેલ્વમ
 
- તામિલનાડુના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ ગુરૂવારે ચેન્નાઈ પહોંચ્યા હતા. પ્રોટોકોલ પ્રમાણે, તેમને આવકારવા માટે રાજ્યના મુખ્યપ્રધાન ઓ. પન્નીરસેલ્વમ પહોંચ્યા હતા. 
- આ પહેલા પત્રકારો સાથે વાતચીતમાં પન્નીરસેલ્વમે કહ્યું હતું, "સત્તાને મેળવવા માટે શશિકલા દ્વારા ગંદી યુક્તિઓ અજમાવવામાં આવી રહી છે. જો તેઓ મુખ્યપ્રધાન બનશે તો લોકશાહી પર ડાઘ હશે."
- "શશિકલા ખોટું બોલી રહ્યાં છે કે તેમણે ક્યારેય જયલલિતાને દગો નથી દીધો. અમ્મા હોસ્પિટલમાં હતા, તેના 24મા દિવસે શશિકલાએ મને કહ્યું હતું કે, તેમની તબિયત સારી છે." 
-"શશિકલાના કેમ્પ દ્વારા જે કોઈ આરોપ મૂકવામાં આવશે તેનો જવાબ આપવા અમે સજ્જ છીએ." 
- વરિષ્ઠ નેતા મધુસુદનને ધમકીઓ આપવામાં આવી તથા તેમની ઉપર દબાણ કરવામાં આવ્યું. આમ છતાંય તેઓ પાર્ટીના હિતને માટે અડગ રહ્યાં."
- દરમિયાન AIADMKના વરિષ્ઠ નેતા મધુસુદન તથા કે. મૈત્રેયને પન્નીરસેલ્વમને જ જયલલિતાના ખરા વારસ જણાવ્યા હતા. 
 
શશિકલાએ કહ્યું, પન્નીરસેલ્વમે ભૂલો કરી
 
- પન્નીરસેલ્વમના બળવા પછી બુધવારે ધારાસભ્યોની બેઠકમાં શશિકલા 11 મિનિટ સુધી બોલ્યાં હતાં. પન્નીરસેલ્વમને એવી ચેતવણી આપી છે કે ગદ્દારીની સજા આપવામાં આવશે.
- તે વિપક્ષ સાથે મળીને કાવતરું રચી રહ્યા છે. દરમિયાન, વિપક્ષ ડીએમકેના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને જણાવ્યું કે અન્નાદ્રમુકના ઝઘડામાં અમારો કોઇ હાથ નથી
- ઉલ્લેખનીય છે કે શશિકલા સોમવારે સીએમ પદના શપથ લેવાની હતી, પરંતુ ગવર્નર છેલ્લા 3 દિવસથી મુંબઈમાં છે. આ કારણે તેમનો શપથ ગ્રહણ સમારોહ ટળી રહ્યો છે.
 
પન્નીરસેલ્વમે બેંકોને લખ્યું, પાર્ટી ખાતામાં મારી સહી વગર લેણદેણ ન કરો
 
- AIADMK ટ્રેઝરર પદથી હટાવવામાં આવેલા પન્નીરસેલ્વમે બેંકોને ચિઠ્ઠી લખીને કહ્યું કે તે હજુ પણ ટ્રેઝરર છે.
- તેમણે બેંક ઓફ ઈન્ડિયાને કહ્યું છે કે મારી પરમિશન વગર કોઈ બીજાને પાર્ટીનું એકાઉન્ટ ઓપરેટ ન કરવા દો.
- પન્નીરસેલ્વમે કહ્યું કે તે રાજીનામું પરત ખેંચવા તૈયાર છે. અમ્માની બીમારી પર ઉઠેલા સવાલોની તપાસ માટે આયોગ બનાવશે.
 
શું દલીલ કરી પન્નીરસેલ્વમે
 
- પન્નીરસેલ્વમે દલીલ કરી કે પાર્ટીના બંધારણ મુજબ હું હજુ પણ ટ્રેઝરર છે. આ હિસાબથી હું તમને (બેંક) અપીલ કરું છું.
- પાર્ટી બંધારણના નિયમ 20 મુજબ, પાર્ટી મહાસચિવ પક્ષના પ્રાથમિક સભ્યો દ્વારા પસંદ કરાશે. તો શશિકલા આ પદ પર કેવી રીતે રહી શકે છે?
 
AIADMKના 9 સાંસદ દિલ્હી પહોંચ્યા
 
- બુધવારની રાત્રે પાર્ટીની 9 સાંસદો દિલ્હી પહોંચી ગયા છે. સાંસદ થંબીદુરઈએ દિલ્હી આવવાનું કારણ જણાવ્યું નથી.
 
અન્નાદ્રમુકના ટોચના નેતા પન્નીરસેલ્વમની તરફેણમાં

અન્નાદ્રમુકના પ્રસિડિયમ અધ્યક્ષ ઈ.મધુસૂદનન ઓ. પન્નીરસેલ્વમની તરફેણમાં આવી ગયા છે અને તેમણે કહ્યું કે તે પાર્ટીને બચાવવા માગે છે. તેમના આગમનથી મુખ્યમંત્રીને મોટું સમર્થન મળી ગયું છે. મધુસૂદનને કહ્યું કે અન્નાદ્રમુકની સુરક્ષા કરવા માટે દરેકે ઓપીએસ(પન્નીરસેલ્વમ)ને ટેકો આપવો જોઈએ. હું નથી ઈચ્છતો કે પાર્ટી એક પરિવારના હાથમાં જતી રહે. પન્નીરસેલ્વમે ટેકા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
 
તમિલનાડુ મુખ્યમંત્રી વિવાદના પડઘા રાજ્યસભા અને લોકસભામાં પણ જોવા મળ્યા

શશિકલા અને પન્નીરસેલ્વમ વચ્ચેના તમિલનાડુ મુખ્યમંત્રી પદના વિવાદના પડઘા બંને સદનોમાં પડ્યા હતા. પાર્ટીના સભ્યોએ સંસદમાં સૂત્રોચ્ચાર પોકારી કાર્યવાહી સ્થગિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તમિલનાડુના મુખ્યમંત્રીના વિવાદ અંગે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ દ્વારા ઝડપી નિર્ણય લેવાની માગણી કરી હતી. એઆઈડીએમકેના સભ્યોએ લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં આ વિવાદ અંગે ભારે હોબાળો કર્યો હતો.
 
અન્નાદ્રમુકના ધારાસભ્યો કેદમાં નથી : સરકાર
 
મદ્રાસ હાઈકોર્ટે સત્તાધારી પક્ષના 130 સભ્યને કથિત કેદમાં રાખવાને લઈ દાખલ બંધી પ્રત્યક્ષીકરણ અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરી દીધો હતો. અગાઉ તમિલનાડુ સરકારે સ્પષ્ટતા કરી કે આ ધારાસભ્યો ગમે ત્યાં અવરજવર કરવા માટે સ્વતંત્ર છે અને તે ધારાસભ્ય નિવાસે જ રોકાયા છે. ન્યાયાધીશ એમ. જયચંદ્રન અને ન્યાયાધીશ ટી. માતિવાનની ખંડપીઠે અરજી ફગાવી દીધી કેમ કે સરકાર તરફથી રજૂ થયેલા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે આ સૂચના આપી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, પન્નીરસેલ્વમે શું કર્યો હતો ધડાકો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Tamil nadu crisis governor refuse to take salute
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext