Home »National News »Latest News »National» Sasaikla Will Stat New Kind Of Protest From Today

શશિ કરશે નવી 'કલા': મહિલા હોવાનાં કારણે થઈ રહ્યો છે મારો વિરોધ

divyabhaskar.com | Feb 12, 2017, 16:30 PM IST

  • શશિકલા શનિવારે કવૂથરના ગોલ્ડન રિસોર્ટમાં બંધક બનાવાયેલા ધારાસભ્યોને મળવા પહોંચી હતી
ચેન્નઈ. એઆઈએડીએમકેના જનરલ સેક્રેટરી વીકે શશિકલા નટરાજને શનિવારે આરોપ મૂક્યો હતો કે  તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવામાં થઈ રહેલો વિલંબ પાર્ટી તોડવાનું કાવતરું છે અને જો તેને જલ્દી આ અંગે આમંત્રણ નહીં આપવામાં આવે તો રાજ્યમાં નવા પ્રકારનો વિરોધ કરશે. 
મહિલા હોવાનાં કારણે મારો વિરોધ: શશિકલા
 
શશિકલાના કહેવા પ્રમાણે, મહિલા હોવાનાં કારણે તેમનો વિરોધ થઈ રહ્યો છે. અગાઉ જયલલિતા સાથે હતા ત્યારે પણ 'અમ્મા'નો  મહિલા હોવાનાં કારણે વિરોધ જોય છે. મારા નામથી પત્ર ફરતો થયો છે, જે મેં નથી લખ્યો. પાર્ટીને તોડવાના પ્રયાસો થઈ રહ્યાં છે.''મને ખાતરીકે છેકે તમામ ધારાસભ્યો મારી સાથે છે. સાંસદો શા માટે સામા પક્ષે જઈ રહ્યા છે, તે તમે સમજી શકો છો. 
 
બીજી બાજુ, શશિકલા કેમ્પના ધારાસભ્યોના કહેવા પ્રમાણે, "તેઓ સ્વેચ્છાએ રિસોર્ટમાં નિવાસ કરી રહ્યાં છે. ઓ. પન્નીરસેલ્વમ મળવા આવશે તો?" તેવા સવાલના જવાબમાં આ ધારાસભ્યોનું કહેવું છે કે, તેમને મળવાનું કોઈ કારણ નથી. 
 
પન્નીરસેલ્વમને મળ્યો સાંસદોનો ટેકો 
 
બીજી તરફ રવિવારે AIADMK સાંસદ બી. સેંગુટ્ટુવન અને જે. જયસિંહે પન્નીરસેલ્વમને સમર્થન આપ્યું છે અને તેઓ પન્નીરસેલ્વમના ઘેર પહોંચી ગયા છે. તિરુચીમાં મંત્રી એસ. વાલારમતીનો મિસિંગ રિપોર્ટ નોંધાવવામાં આવ્યો છે. હાલની સ્થિતિ પ્રમાણે, રાજ્યસભાના બે તથા લોકસભાના આઠ ધારાસભ્યોનો સાથ પન્નીરસેલ્વમને મળ્યો છે. 
એકટર રામરાજનનો પણ પન્નીરસેલ્વમને ટેકો
 
રવિવારે AIADMKના પૂર્વ સાંસદ અને એક્ટર રામરાજને પન્નીરસેલ્વમને મળીને તેમનો ટેકો જાહેર કર્યો હતો. જે બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પન્નીરસેલ્વમ અમારા નેતા છે. તેઓ એમજી રામચંદ્રનના માર્ગે ચાલી રહ્યા છે.
 
શું કહ્યું શશિકલાએ
 
- શનિવારે કવૂથરના ગોલ્ડન રિસોર્ટમાં બંધક બનાવવામાં આવેલા ધારાસભ્યોને મળીને બહાર નીકળેલી શશિકલાએ પત્રકારોને જણાવ્યું કે,  હું માનું છું કે પાર્ટીને તોડવા માટે શપથ ગ્રહણ સમારોહમાં વિલંબ થઈ રહ્યો છે.
- તેના કહેવા મુજબ તે ગવર્નર સી વિદ્યાસાગર રાવના નિર્ણયની રાહ જોશે.
- ગવર્નર ચેન્નઈ પહોંચ્યાના 48 કલાક થઈ ગયા હોવા છતાં તેમણે કોઈ રિસ્પોન્સ આપ્યો ન હોવા અંગે શશિકલાએ કહ્યું કે, રવિવારે અમે અલગ રીતે વિરોધ કરીશું.
 
શશિકલાએ ગવર્નરને લખ્યો લેટર
 
- શશિકલાએ ગવર્નર સી વિદ્યાસાગર રાવને લેટર લખીને શપથ ગ્રહણ સમારોહમાં વિલંબ બદલ સવાલ ઉઠાવ્યો છે.
- તેણે લખ્યું છે, 9 ફેબ્રુઆરીએ મેં સીનિયર મિનિસ્ટર્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવી. જે બાદ સરકાર બનાવવાનો દાવો પણ કરવામાં આવ્યો.
- પન્નીરસેલ્વમે રાજીનામું આપ્યાને 7 દિવસ થઈ ગયા છે. તમે તેનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.
-  તેથી બંધારણની ગરિમા બચાવવા અને લોકતંત્ર તથા તામિલનાડુના હિતમાં બને જલ્દી ફેંસલો કરો.
 
ગવર્નર લઈ રહ્યા છે સલાહઃ સૂત્ર
 
- ઉલ્લેખનીય છ કે ગવર્નર આ મુદ્દે બંધારણના એકસપર્ટની સલાહ લઈ રહ્યા છે.
- શુક્રવારે રાત્રે તેઓ વિપક્ષના નેતા એમકે સ્ટાલિન પણ મળ્યા હતા.
- સૂત્રો મુજબ ગર્વનરને આવકથી વધારે સંપત્તિના મુદ્દે શશિકલા પર આવનારા સુપ્રીમ કોર્ટના ફેંસલાની રાહ છે.
 
શશિકલા-પન્નીરસેલ્વમ કરી ચૂક્યા છે ગવર્નર સાથે મુલાકાત
 
ગવર્નર સી વિદ્યાસાગર રાવ ગુરુવારે બપોર પછી મુંબઈથી ચેન્નઈ પરત પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે પહેલા પન્નીરસેલ્વમ અને બાદમાં શશિકલાએ મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
 
શશિકલા CM પોસ્ટ માટે યોગ્ય નથી: કમલ હસન
 
તામિલનાડુમાં ચાલુ રાજકીય ઉથલ-પાથલ વચ્ચે એક્ટર કમલ હસને પન્નીરસેલ્વમને ખુલીને સપોર્ટ કર્યો છે. તેણે કહ્યું કે હજુ સુધી મને મુખ્યમંત્રીમાં કોઈ નબળાઈ નજરે નથી પડી. તે અપેક્ષા પર ખરા ઉતરી રહ્યા છે, તેમને થોડો સમય આપવો જોઈએ. શશિકલા સીએમ પોસ્ટ માટે યોગ્ય નથી. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sasaikla will stat new kind of protest from today
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended