Home »National News »Desh» Company Of 8th Fail Trishneet Arora Turnover Is In Crores

8માં ધોરણમાં ફેલ થયા બાદ શોખને બનાવ્યું કરિઅર, 21 વર્ષની વયે બન્યો CEO

divyabhaskar.com | Mar 31, 2017, 10:25 AM IST

  • 23 વર્ષનો ત્રિશનીત હાલ TAC Security નો હેડ છે. આ કંપની સાયબર સુરક્ષા ક્ષેત્રે કામ કરી રહી છે.
અમૃતસરઃઉચ્ચ અભ્યાસની બાદ સફળતાના શિખરે પહોંચી શકે છે, જોકે તેની સામે એવા ઘણા લોકો છે જેઓ અભ્યાસમાં નબળા હોય છતાં પણ સફળતા મેળવતા હોય છે. આજે ભાસ્કર.કોમ તમારી સમક્ષ ત્રિશનીત અરોરાની સક્સેસ સ્ટોરી રજૂ કરી રહ્યું છે. જે 8મું ફેલ છે પરંતુ માત્ર 23 વર્ષની વયે કરોડો રૂપિયાનો બિઝનેસ ધરાવે છે. તેના ક્લાયન્ટ્સની લિસ્ટમાં સીબીઆઈ, રિલાયન્સ અને અમૂલનો સમાવેશ થાય છે.
 
ફેલ થવા પર મિત્રોએ ઠેકડી ઉડાડી હતી...
 
 
- 23 વર્ષનો ત્રિશનીત હાલ TAC Security નો હેડ છે.  આ કંપની સાયબર સુરક્ષા ક્ષેત્રે કામ કરી રહી છે.
- લુધિયાણાના મધ્યમ વર્ગમાંથી આવતા ત્રિશનીતને બાળપણમાં જ્યારે કોમ્યૂટર પ્રથમવાર હાથમાં આવ્યું ત્યારથી જ તેમાં રસ હતો. 
- કોમ્પ્યૂટર્સમાં જ્ઞાન મેળવવા અને કામ કરવામાં એટલો ખોવાયેલો રહેતો કે 8માં ધોરણમાં આવ્યો ત્યારે પરીક્ષામાંથી રસ ઉડી ગયો. પરીક્ષા ન આપવાને કારણે તે ફેલ થઈ ગયો.
- આ અંગે ત્રિશનીતે જણાવ્યું કે, કોમ્પ્યૂટર અને હેકિંગ અંગે અભ્યાસ કરતી વેળાએ અન્ય અભ્યાસક્રમને ફોલો ન કરી શકું. તેથી પરીક્ષા ન આપી અને ફેલ થયો.
- ફેલ થવા પર મિત્રોએ ઠેકડી ઉડાડી અને માતા-પિતા રોષે ભરાયા. જોકે નક્કી કરી લીધું હતું કે સ્કૂલ છોડી કોમ્પ્યૂટર અને હેકિંગમાં જ આગળ વધવું છે.
 
22 વર્ષની વયે બન્યો કંપનીનો માલિક, લખ્યા છે 3 પુસ્તકો
 
- પ્રારંભમાં કોઈપણ ત્રિશનીતના કામની નોંધ લેતું નહોતું. જોકે તેણે પોતાને સમય અનુસાર હેકિંગ જગત આવતા અપડેટ્સને ફોલો કરતો રહ્યો.
- ત્રિશનીતને કંપનીઓને ડેટા ખોટી રીતે વાપરવામાં આવતા હોવાની જાણ થઈ. તેણે પોતાની સ્કીલ્સથી લોકોને  પ્રભાવિત કર્યા અને હેકિંગ વર્લ્ડમાં તેનું નામ ચર્ચામાં આવ્યું.
- 22 વર્ષની વયે તેણે TAC Security ની સ્થાપ્ના કરી અને તેની સ્કીલ્સને કારણે રિલાયન્સ, સીબીઆઈ, પંજાબ પોલીસ, ગુજરાત પોલીસ, અમૂલ સહિતના કલાયન્ટ છે.
- ત્રિશનીતે અત્યારસુધીમાં 3 પુસ્તકો ‘ટોક વિથ ત્રિશનીત અરોરા’, ‘ધ હેકિંગ એરા’ અને ‘હેકિંગ વિથ સ્માર્ટ ફોન્સ ’.
- ફોર્ચ્યુન 500 કંપનીની લિસ્ટમાંની 50 કંપનીઓ ત્રિશનીતની ક્લાયન્ટ લિસ્ટમાં સામેલ છે. સફળતા મળતા ત્રિશનીતે દુબઈ અને યુકેમાં પણ ઓફિસ શરુ કરી છે. 
- TAC Security કંપનીનો વાર્ષિક ટર્નઓવર કરોડો રૂપિયામાં છે. જે વયે લોકો કોલેજ પાસ કરી કરિયર શરુ કરે છે તે ઉંમરે ત્રિશનીત કરોડોનો વેપાર કરતી કંપનીનો માલિક છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Company Of 8th Fail Trishneet Arora Turnover is in Crores
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended