Home »National News »Latest News »National» Swati Sinh And Virendra Sinh Father Daughter Are Paratroopers

એકમાત્ર પિતા-પુત્રી જે સેનામાં પેરાટ્રુપર છે, સાથે કરે છે પેરાજમ્પિંગ

Bhaskar News Network | Jan 21, 2017, 02:47 AM IST

  • એકમાત્ર પિતા-પુત્રી જે સેનામાં પેરાટ્રુપર છે,  સાથે કરે છે પેરાજમ્પિંગ,  national news in gujarati
અમુક વર્ષો અગાઉની વાત છે, સ્વાતિ સિંહને ઊંચાઈથી બીક લાગતી હતી. આ એક પ્રકારનો સિન્ડ્રોમ છે જેને હાઈટ ફીયર કહેવાય છે. પરંતુ આજે તે દેશની એકમાત્ર કિશોરી છે જે પિતા સાથે પેરાજમ્પિંગ કરે છે. પિતા સાથે સેના માટે પેરાજમ્પિંગ કરવું તે ખૂબ જ રસપ્રદ ગણે છે. તે જણાવે છે કે સ્કૂલના દિવસોમાં જ તે એનસીસી સાથે જોડાઈ ગયાં હતાં અને ત્યારથી તે અત્યાર સુધી જોડાયેલાં છે. તેનાથી જ તેમને ઘણી તાકાત મળી.
 
સ્વાતિ કહે છે કે પહેલાં તે જોખમ લેવામાં સંકોચાતી હતી તેને લાગતું કે તે હવે કદાચ નહીં બચે પરંતુ કેડેટ બની તો ભય પણ જતો રહ્યો. ત્યારે સ્વાતિને લાગ્યું કે પિતાની જેમ તેણે પણ પેરાટ્રુપર બનવું જોઈએ. પિતા કર્નલ વીરેન્દ્ર સિંહ કહે છે કે આ પ્રથમ અવસર છે કે સેનામાં કોઈ પિતા-પુત્રી પેરાટ્રુપર છે. તેમણે દીકરીઓને હંમેશા દીકરાની જેમ ઉછેરી છે. તેમની ઈચ્છા સેનામાં જવાની રહી તો તેના માટે પણ તેમણે પ્રોત્સાહન આપ્યું હતું.
 
સ્વાતિ સિંહ - કેડેટ
ઉંમર : 20 વર્ષ
કર્નલ વીરેન્દ્ર સિંહ : ઉંમર 51 વર્ષ
કેમ ચર્ચામાં  : સેનામાં એકમાત્ર પિતા-પુત્રી પેરાટ્રુપર
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Swati Sinh and Virendra Sinh father daughter are paratroopers
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext