Home »National News »Latest News »National» BJP Has Declared Candidates On 149 Seats Of Uttar Pradesh Election

70 બેઠક પર વાત થઈ હતી, બીજા લિસ્ટની રાહ જોઈ રહ્યો છું, પછી નિર્ણય લઈશ: મોર્ય

Dinesh Mishra, Lucknow | Jan 19, 2017, 22:53 PM IST

  • 70 બેઠક પર વાત થઈ હતી, બીજા લિસ્ટની રાહ જોઈ રહ્યો છું, પછી નિર્ણય લઈશ: મોર્ય,  national news in gujarati
લખનઉ:મોટી આશા લઈને બસપા છોડી ભાજપમાં આવેલા સ્વામી પ્રસાદ મોર્ય નારાજ થયા હોવાનું બહાર આવ્યું છે. ભાજપની અત્યાર સુધી જાહેર થયેલી 149 સીટ પર એક પણ ઉમેદવાર મોર્યનો નથી. આથી મતભેદ પેદા થઈ રહ્યા છે. ભાસ્કર સાથે વાતચીતમાં મોર્યએ જણાવ્યું કે, અમે અમારી યાદી ભાજપનાં ટોચનાં નેતાને આપી દીધી છે,ત્યાર બાદ જ અમે નિર્ણય લઈશું.

યુપીના રાજકારણમાં સ્વામી પ્રસાદ મોર્ય જેવા મોટા નામને પક્ષપલટાની શા માટે જરૂર પડી?

હું બસપામાં વિચારોને કારણે હતો. પછાત અને દલિતો માટે કામ કરતો પક્ષ હવે કોર્પોરેટ્સ પાસેથી પૈસા લઈને  રાજકારણ ખેલી રહ્યો છે. વસુલી સિવાય કોઈ કામ રહ્યું નથી. બસપામાં વિચારો સમાપ્ત થઈ ચૂક્યા છે. મેં પીએમના કામ અને વિચારોથી પ્રેરિત થઈને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

એવા પણ સમાચાર આવી રહ્યા છે કે તમે કોંગ્રેસમાં જઈ શકો છો કે પછી હવે સપામાં?

આ બધી માયાવતી અને તેમનાં ચેલાની ચાલ છે. તેઓ મને બદનામ કરી રહ્યા છે. તેઓ પોતાની ચિંતા કરે, હવે તેમની પ્રેસનોટને પણ કોઈ સાંભળવા માગતું નથી.

તમે સપા નેતાઓના સંપર્કમાં છો?

હું રાજકારણમાં હોવાને કારણે દરેક વ્યક્તિના સંપર્કમાં છું. એમાં કશું ખોટું નથી. મેં કોઈની પાસે મળવાનો સમય માગ્યો નથી.

માયાવતીએ વધુ ટિકિટ સવર્ણોને આપીને ‘તિલક, તરાજુ ઔર તલવાર, ઈનકો મારે જૂતે ચાર’ સૂત્રનો બદલો છે?

માયાવતી ક્યારેય કોઈ જાતિની હતી જ નહીં. તેનો ધર્મ, જાતિ, ઈમાન બધું જ પૈસા છે. તેમને ધારાસભ્યોની હાર-જીત સાથે કોઈ લેવા-દેવા નથી. માત્ર પૈસા લઈને ટિકિટ આપવાની દુકાન છે. વિશ્વાસ ન હોય તો 6 કરોડ લઈને જાઓ, કોઈ પણ સીટની ટિકિટ મળી જશે.
 
શું માયાવતી તમારા ભાજપમાં જોડાણને ભુલાવી શકતા નથી?

માયાવતીને હું યાદ આવું એ સ્વાભાવિક છે, કેમ કે તેમને ત્યાં કોઈ નેતા જ નથી. માત્ર ધનપશુ ધારાસભ્ય અને સાંસદ બને છે. આ જ કારણે પક્ષ હવે સમાપ્ત થવાની અણી પર છે.

ભાજપમાં જોડાણ સમયે કેટલી બેઠકની વાત થઈ હતી?

હું મારા 120થી વધુ મુખ્ય નેતા અને હજારો કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયો હતો. બેઠકની જે વાત કરવાની હતી એ થઈ ગઈ છે. એ સમયે 70 બેઠક પર વાત થઈ હતી, પરંતુ પરિસ્થિતિ જોતા અમે 48નું લિસ્ટ અમિત શાહને આપ્યું છે. અમે બીજી યાદીની રાહ જોઈ રહ્યા છીએ, ત્યાર બાદ જ નિર્ણય લઈશું.

ભાજપમાં તમારા લોકોને ટિકિટ ન મળવાથી અપમાનનો અનુભવ થાય છે?

ભાજપમાં અત્યાર સુધી મને ખુબ સન્માન મળ્યું છે. ભવિષ્યની પણ આશા છે. ભાજપ માટે જેવું વિચાર્યું હતું એવું જ થશે. કોઈ એક-બે બેઠકને કારણે સંબંધ ખરાબ થતા નથી. હું છું ત્યાં સુધી કોઈ કાર્યકર્તા કે નેતાએ અપમાનિત થવું નહીં પડે.

શું યુપીમાં સપા કોંગ્રેસના ગઠબંધનથી ભાજપ બેકફૂટ પર છે?

ગઠબંધનથી હાર-જીતનો નિર્ણય થતો નથી. પ્રજાની ભાવનાઓથી સરકાર અને પક્ષનું કામ થાય છે.

એવું કહેવાય છે કે, તમે માયાવતી પાસે મળવાનો સમય માગ્યો હતો, તેમણે આપ્યો નહીં?

આ બધી જ અફવા છે. તેઓ અમને પાછા બોલાવા માટે ચિંતિત છે. બાબા સાહેબના વિચાર અને કાંશીરામના પક્ષમાં તેમના જ વિચારોને તિલાંજલિ આપનારી માયાવતી બસપાને સમાપ્ત કરીને જ જશે.

શું તમને હજુ પણ લાગે છે કે, સપા પરિવારમાં ચાલેલો વિવાદ મુલાયમનું નાટક હતું?

હવે, આ અંગે તો પરિવારનો એ જ વ્યક્તિ જણાવી શકે છે જે સાથે રહ્યો હોય. અખિલેશની છબી ખુબ જ સ્વચ્છ અને સારી છે, પરંતુ રાજ્યમાં કાકાના ગુંડાઓથી પ્રજાને નુકસાન પહોંચ્યું છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: BJP has declared candidates on 149 seats of Uttar Pradesh Election
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext