Home »National News »Latest News »National» Surgical Strikes On Political Parties In Budget 2017

બજેટમાં રિફોર્મ્સ પર ભારઃ 2000થી વધુનું ફન્ડ કેશમાં નહીં લઈ શકે રાજકીય પક્ષો

divyabhaskar.com | Feb 01, 2017, 18:23 PM IST

  • અરૂણ જેટલીએ બુધવારે કહ્યું કે પોલિટિકલ પાર્ટીઓ એક વ્યક્તિ પાસેથી માત્ર 2000 રૂપિયા કેશ ડોનેશન સ્વીકારી શકશે.
નવી દિલ્હી. સરકારે જનરલ બજેટમાં સુધારા પર ભાર મૂક્યો છે. બજેટમાં જાહેરાત કરી હતી કે હવે રાજકીય પક્ષો એક વ્યક્તિને માત્ર 2000 રૂપિયા કેશ ફન્ડ લઈ શકશે. જેટલીએ કહ્યું છે કે સરકાર પોલિટિકલ રિફોર્મ માટે સતત કોશિશ કરી રહી છે. આ ઉપરાંત દેશ છોડીને ભાગી ગયેલા મોટા ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવા માટે સરકાર કાનૂન લાવશે. કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા સરકારે 3 લાખ રૂપિયાથી વધારે કેશની લેણ-દેણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
 
આ છે સરકારના 3 મોટા રિફોર્મ્સ
 
1#પોલિટિકલ ડોનેશન
 
- અરૂણ જેટલીએ કહ્યું કે સરકાર પોલિટિકલ પાર્ટીઓને મળતાં ડોનેશનના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.
- પોલિટિકલ પાર્ટીઓ કોઈપણ વ્યક્તિ પાસેથી માત્ર 2000 રૂપિયા કેશ ડોનેશન લઈ શકશે.
- સરકાર RBI એક્ટમાં પણ ફેરફાર કરશે. જે અંતર્ગત ડોનર્સ ઓથરાઈઝ્ડ બેંકો પાસેથી ઈલેક્ટોરલ બોન્ડ ખરીદજી શકશે.
- આ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઓના ઓથોરાઈઝ્ડ એકાઉન્ટમાં ડોનેશન આપી શકાશે.
- ચેક કે ડ્રાફ્ટ દ્વારા પોલિટિકલ પાર્ટીઓને આપવામાં આવતાં ફન્ડ પર કોઈ પ્રતિબંધ નહીં મૂકવામાં આવે.
 
આ કારણે સરકારે લીધું પગલું
 
- તાજેતરમાં ADRના રિપોર્ટમાં પોલિટિકલ પાર્ટીઓને મળતાં ફન્ડમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
- 2015-16માં પોલિટિકલ પાર્ટીઓને માત્ર 102.02 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે.
- રિપોર્ટમાં ખબર પડી છે કે માયાવતીની બીએસપીને 10 વર્ષમાં 20 હજારથી વધારે એક પણ ડોનેશન મળ્યું નથી.એટલે કે તેને મળેલું ફન્ડ 100% અજાણ્યા સોર્સથી આવ્યું.
- બીજેપીનું ડોનેશન એક વર્ષમાં 82% અને કોંગ્રેસનું 85%થી વધારે ઘટ્યું છે.
- પાર્ટીઓએ 1.33 કરોડ રૂપિયા ડોનેશન આપનારા લોકોની કોઈ જાણકારી આપી નથી.
- ઉલ્લેખનીય છે કે પોલિટિકલ ફન્ડ પર ટેક્સ નથી લાગતો અને પક્ષોએ 20 હજારથી ઓછા ફન્ડનો સોર્સ દર્શાવવાનો હોતો નથી.
 
2. દેશ છોડીને ભાગેલા ગુનેગારોની સંપત્તિ થશે જપ્ત
 
- જે લોકો સજાથી બચવા માટે દેશ છોડીને ભાગી ગયા છે તેવા લોકો સામે સરકાર કાનૂન લાવવા જઈ રહી છે.
 “સરકાર એક નવો કાયદો બનાવવાનો વિચાર કરી રહી છે, જે હેઠળ એવા ભાગેડુઓની સંપત્તિને જપ્ત કરી શકાશે.”
- ઉલ્લેખનીય છે કે આવો જ એક મામલો ઉદ્યોગપતિ વિજય માલ્યાનો પણ છે.
- માલ્યા પર 6963 કરોડ રૂપિયાની લોનનું દેવું હતું. ઇન્ટરેસ્ટ પછી આ રકમ 9000 કરોડ રૂપિયાથી પણ વધુ થઇ જાય છે.
- જોકે વિજય માલ્યા હાલ લંડનમાં છે અને મુંબઈ કોર્ટે તેમને ભાગેડુ અપરાધી ઘોષિત કર્યા છે.
 
3.ત્રણ લાખથી વધુ રોકડ વ્યવહારો પર પ્રતિબંધ
 
- જેટલીએ જનરલ બજેટમાં જાહેરાત કરી કે 3 લાખથી વધુના રોકડ વ્યવહારો પર પ્રતિબંધ લગાવવામાં આવશે.
- સરકારે આ પગલું કેશલેસ ટ્રાન્ઝેક્શન્સને વધારવા માટે અને નાણાકીય પારદર્શકતા લાવવા માટે ભર્યું છે.
- અરૂણ જેટલીએ બજેટમાં નોટબંધીને આર્થિક સુધારાઓ માટેનું સૌથી મોટું અને સાહસિક પગલું ગણાવ્યું.
 
બજેટ દરમિયાન જેટલીની શાયરી
 
- બજેટ દરમિયાન જેટલીએ કેટલાક શેર પણ બોલ્યા,
1. “ઇસ મોડ પર ઘબરાકર ન થમ જાઇએ આપ, જો બાત નહી હૈ ઉસે અપનાઇએ આપ. ડરતે હૈ નઇ રાહ પર ક્યોં ચલને સે, હમ આગે-આગે ચલતે હૈં, આઇએ આપ.”
2. “નઇ દુનિયા નયા દૌર હૈ નઇ હૈ ઉમંગ, કુછ થે પહેલે કે તરીકે તો કુછ હૈં આજકે રંગ-ઢગ.
   રોશની આકે જો અંધેરોંસે ટકરાઇ હૈ, કાલે ધનકો ભી બદલના પડા અપના રંગ.”
3. “જબ મેરા ઉદ્દેશ્ય સહી હો, મેરા લક્ષ્ય મેરે સામને હો, માહોલ મેરે સાથ હો ઔર મેં ઉડાન ભરું, એસકે લિયે આજસે બેહતર દિન નહી હૈ.” 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surgical strikes on political parties in budget 2017
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended