Home »National News »Latest News »National» Supreme Court Orders To Shift Shahabuddin From Siwan To Tihar Jail

સિવાનથી તિહાડ જેલ શિફ્ટ કરાશે શહાબુદ્દીન - SCનો બિહાર સરકારને ઓર્ડર

Agency, New Delhi | Feb 16, 2017, 00:45 AM IST

  • શહાબુદ્દીન પર ચંદા બાબુના ત્રણ દીકરાઓના ખૂનનો આરોપ છે. (ફાઈલ)
પટના. સુપ્રીમ કોર્ટે આરજેડી નેતા અને પૂર્વ સાંસદ મો. શહાબુદ્દીનને બિહારના સિવાન જેલથી તિહાડ જેલ શિફ્ટ કરવાનો ઓર્ડર કર્યો છે. એસિડ કાંડમાં તેની પર સાક્ષીઓને પ્રભાવિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે શહાબુદ્દીન બિહારમાં રહેશે તો ન્યાય નહીં મળી શકે.  
 
વીડિયો કોન્ફ્રસિંગથી થશે ટ્રાયલ કેસની સુનાવણી
 
- સુપ્રીમ કોર્ટે બુધવારે એસિડ કાંડની સુનાવણી દરમિયાન ચંદા બાબુની પિટિશન આ આ ચુકાદો આપ્યો.
- ચંદા બાબુના બે દીકરાઓની એસિડ નાખીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમના ત્રીજા દીકરાની પણ બાદમાં હત્યા કરી દેવામાં આવી હતી.
- શહાબુદ્દીન પર તેમની હત્યા કરાવવાનો આરોપ છે.
- કોર્ટે બિહાર સરકારને આદેશ કર્યો છે કે શહાબુદ્દીનને એક અઠવાડિયામાં તિહાડ જેલ શિફ્ટ કરવામાં આવે.
- કોર્ટે કહ્યું કે શહાબુદ્દીન પર દાખલ તમામ કેસની સુનાવણી વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા કરાવવામાં આવશે.
- કોર્ટેના આ નિર્ણય બાદ ચંદા બાબુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે હવે તેમને લાગી રહ્યું છે કે ન્યાય મળી જશે.
 
જેલ મેન્યુઅલ તોડી રહ્યો તો શહાબુદ્દીન - પ્રશાંત ભૂષણ
 
- ચંદા બાબુના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે બિહારની જેલ શહાબુદ્દીન પર કાબૂ નહોતી મેળવી શકતી. આ વાતની અનેક સાબિતી હતી.
- સુપ્રીમ કોર્ટે આ આધારે શહાબુદ્દીનને તિહાડ જેલ શિફ્ટ કરવાનો નિર્ણય સંભળાવ્યો.
- પ્રશાંત ભૂષણે જણાવ્યું કે શહાબુદ્દીન જેલ મેન્યુઅલ તોડી રહ્યો હતો.
- તે જ્યારે ઈચ્છતો ત્યારે લોકો જેલમાં તેની પાસે આવી જતા હતા. તેની પાસે ફોન પણ હતો.
- કોર્ટ લઈ જતી વખતે પણ મનફાવે ત્યાં લઈ જવામાં આવતો હતો.
 
શું છે મામલો?
 
- જમીન પર કબજાની નિયતથી 16 ઓગસ્ત 2004ના રોજ સિવાનના ગૌશાળા રોડમાં ચંદ્રશેખર પ્રસાદ ઉર્ફે ચંદા બાબુ અને તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો.
- આ દરમિયાન પોતાના બચાવમાં ચંદા બાબુના દીકરા રાજે એસિડ ફેંક્યો જે કેટલાક લોકો પર પડ્યો.
- 16 ઓગસ્તના રોજ ચંદા બાબુના બે દીકરાઓ સતીશ અને ગિરિશનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્રીજા દીકરા રાજીવ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો.
- ચંદા બાબુના અપહરણ કરાયેલા બંને દીકરાઓને તેજ રાત્રે એસિડ છાંટીને મારી નાખવામાં આવ્યા હતા.
 
જર્નાલિસ્ટ રાજદેવ રંજન હત્યાકાંડમાં પણ છે આરોપી
 
- 13 મે 2016ના રોજ સિવાનમાં થયેલા જર્નાલિસ્ટ રાજદેવ રંજન હત્યાકાંડમાં પણ શહાબુદ્દીનનું નામ સામે આવ્યું હતું. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.
- રાજદેવના પરિવારનો આરોપ છે કે હત્યા શહાબુદ્દીને કરાવી હતી.
- પોલીસે 5 શૂટરોને અરેસ્ટ કર્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે લડ્ડન મિયાંના કહેવા પર રાજદેવને ગોળી મારવામાં આવી હતી.
- લડ્ડન શહાબુદ્દીનની નિકટનો સાથી હોવાનું મનાય છે. તેણે સરેન્ડર કરી દીધું હતું.
 
લાલુપુત્ર તેજ પણ ફસાયા
 
પત્રકાર રંજન યાદવની હત્યાના આરોપીઓ સાથેના ફોટા પર બિહારના સ્વાસ્થ્યમંત્રી તેજ પ્રતાપની મુશ્કેલી વધી ગઈ છે. શહાબુદ્દીન વિરુદ્ધ સુનાવણી કરી રહેલ બેન્ચે તેજ પ્રતાપ સામે કેસ દાખલ કરવાની અરજી પર સુનાવણીની મંજૂરી આપી દીધી છે.અરજી પર સુનાવણી 21મી એપ્રિલે થશે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Supreme Court orders to shift Shahabuddin from Siwan to Tihar Jail
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended