Home »National News »Latest News »National» Supreme Court Declare Its Decision On Vyaapam Scam

સુપ્રીમે કહ્યું સામુહિક નકલખોરોને રાહત ન મળે, 634 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ

Bhaskar News, Delhi | Feb 14, 2017, 01:55 AM IST

  • મધ્યપ્રદેશનું વ્યાપમં કૌભાંડ, સુપ્રીમનો ચુકાદો
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના બહુચર્ચિત વ્યાપમં કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે સામૂહિક નકલ કરીને એમબીબીએસમાં એડમિશન મેળવનારા 634 વિદ્યાર્થીના એડમિશન કોર્ટે રદ કરી દીધા. ચીફ જસ્ટિસ જે. એસ. ખેહર, જસ્ટિસ કુરિયન જોસેફ અને જસ્ટિસ અરુણ મિશ્રાની 3 જજની બેન્ચે મધ્યપ્રદેશ હાઇકોર્ટનો ચુકાદો જ યથાવત રાખ્યો. ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ બંધારણની કલમ-142 હેઠળ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ સામૂહિક નકલ કરનારાઓને રાહત આપવા માટે ન કરી શકે.  વિદ્યાર્થીઓને ખબર હતી કે પ્રવેશ નહીં મળે તેથી નકલનો આસરો લીધો હતો.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ વિદ્યાર્થીઓની ડિગ્રી ગેરમાન્ય થઇ જશે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ વર્ષ 2008થી 2012 દરમિયાન મધ્યપ્રદેશની જુદી જુદી મેડિકલ કોલેજોમાં એડમિશન લીધું હતું. અંદાજે 400 વિદ્યાર્થીનો કોર્સ પૂરો થઇ ચૂક્યો છે, બીજા હજુ ભણી રહ્યા છે. આ વિદ્યાર્થીઓએ નિધિ કૈમ નામની વિદ્યાર્થિનીના નેતૃત્વમાં હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી.

કલમ-142 હેઠળ વિશેષાધિકારના ઉપયોગનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો, આ કારણો આપ્યા

1. પ્રવેશ માન્ય કરાવવા અરજદારોએ વારંવાર જાહેર હિતની દુહાઇ આપી. જાહેર હિતમાં નકલ જેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો કોઇ આધાર નથી. રાષ્ટ્ર હિતની વાત હોય ત્યારે નાગરિક સ્વાતંત્ર્ય અને જિંદગી પણ ઘણું નાનું બલિદાન હોય છે.

2. ન્યાયની દુહાઇ આપીને છેતરપિંડી કે નાનું-મોટું ખોટું કામ પણ માફ ન કરી શકીએ. અહીં તો મોટા પાયે ગેરરીતિ થઇ છે. પ્રવેશ માન્ય કરીએ તો ખોટો દાખલો બેસે. નફો-નુકસાન જોયા વિના સાચું આચરણ જ ન્યાયની કસોટી છે.

3. આ વિદ્યાર્થીઓ એટલા માસૂમ કે અપરિપક્વ નહોતા. દરેક પરીક્ષાર્થી જાણતો હતો કે પીએમટી સ્કોર પર જ MBBSમાં પ્રવેશ મળશે. તેમને પાકી ખાતરી હતી કે તેમને પ્રવેશ નહીં મળી શકે. તેથી જ પરીક્ષામાં હોશિયાર વિદ્યાર્થીઓની મદદ માગી.

4. મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે ચરિત્ર અને નૈતિક મૂલ્યો બહેતર બનાવવા પડશે. કહેવાય છે કે સંપત્તિ ગુમાવી તો કંઇ નથી ગુમાવ્યું, સ્વાસ્થ્ય ગુમાવ્યું તો કંઇક ગુમાવ્યું પણ ચરિત્ર ગુમાવ્યું તો બધું ગુમાવી દીધું. ભારતમાં મા-બાપ અને શિક્ષક બાળકોને આ જ શીખવે છે.
 
તપાસમાં કઇ વિગતો બહાર આવી?
પ્રિ-મેડિકલ ટેસ્ટ હેઠળ MBBS, BDS જેવા કોર્સમાં થયેલા એડમિશનો ઉપરાંત પોલીસ, એક્સાઇઝ, રેવન્યૂ અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં 2007થી 2013 વચ્ચે 1 લાખથી વધુ પોસ્ટ પર થયેલી ભરતી તપાસમાં સામેલ.
આગળ વાંચો,27 મોત, 2000ની ધરપકડ
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: supreme court declare its decision on vyaapam scam
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext