Home »National News »Latest News »National» Supreme Court Decides 25 Thousand Rupees Maintenance

સુપ્રીમે હાઇકોર્ટના નિર્ણયને ખોટો બતાવ્યો, લાયકાત જોઇને ભરણપોષણ ના ઘટાડી શકે

Pavan Kumar, New Delhi | Jan 22, 2017, 00:45 AM IST

  • સુપ્રીમે હાઇકોર્ટના નિર્ણયને ખોટો બતાવ્યો, લાયકાત જોઇને ભરણપોષણ ના ઘટાડી શકે,  national news in gujarati
નવી દિલ્હી: ‘કોઇ મહિલા કેટલી યોગ્ય છે, તે ગુજરાન ભથ્થુ  નક્કી કરવાનો આધાર ના હોઇ શકે. મહિલા ભણેલી-ગણેલી અને કમાવા  લાયક હોય તો પણે તેનું ગુજરાન ભથ્થુ ઘટાડી કે બંધ ના કરી શકાય. દેશની કોઇપણ હાઈકોર્ટને આવો આદેશ આપવાનો અધિકાર નથી.’ કર્ણાટક હાઈકોર્ટનો એક ચૂકાદો રદ કરતા સુપ્રીમ કોર્ટે આ વ્યવસ્થા આપી છે. હાઈકોર્ટે ગુજરાન ભથ્થુ 25 હજારથી ઘટાડીને 12 હજાર રૂપિયા કરી નાખ્યું હતું.
 
હકીકતમાં, ગુલબર્ગની શૈલજા કોલેજમાં લેક્ચરર હતી. તેમના પતિ ખોબન્ના હજૂ પણ સરકારી કોલેજમાં સીનિયર લેક્ચરરની પોસ્ટ પર કાર્યરત છે. બંને છૂટા પડ્યા તે બાદ ગુલબર્ગની ફેમિલી કોર્ટે પતિને આદેશ આપ્યો હતો કે તે પોતાની પત્ની અને દીકરાને દર મહીને 25 હજાર ગુજરાન ભથ્થુ આપે. ફેમિલી કોર્ટેના આ નિર્ણયને ખોબન્નાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેણે ગુજરાન ભથ્થાની  રકમ ઘટાડવાની રાવ કરી હતી.
 
હાઈકોર્ટે ગુજરાન ભથ્થુ. અડધું કરીને 12 હજાર રૂપિયા કરી નાખ્યું હતું. આ નિર્ણય પાછળ હાઈકોર્ટની દલીલ હતી કે મહિલા પહેલા લેક્ચરર રહી ચૂકી છે. ભણેલી-ગણેલી છે અને કમાવા લાયક છે. શૈલજા તેની સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. તેણે દલીલ આપી હતી કે તે કમાવા લાયક છે, પણ તેની પાસે નોકરી નથી. તે બાદ સુપ્રીમ કોર્ટે શૈલજાના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.
 
મહિલા કમાય છે કે કમાવા લાયક છે તે બંને વાત અલગ છે
 
મહિલા કમાવા લાયક છે કે કમાઇ રહી છે. તે બંને વાત અલગ છે. આ સમજવામાં  હાઈકોર્ટ ભૂલ કરી દીધી  અને ખોટો ચૂકાદો આપ્યો. લાયકાતને આધારે ગુજરાન ભથ્થુ ઘટાડવાનો અધિકાર કોઇ હાઈકોર્ટને નથી. મહિલા ભણેલી-ગણેલી અને કમાવા લાયક છે તો તેનો અર્થ આ નથી કે તે ગુજરાન ભથ્થાં માટે હકદાર નથી.- જસ્ટિસ એમબી લોકુર અને જસ્ટિસ પીસી પંત
 
ભણેલી છોકરી લગ્ન પહેલા સંબંધોની જવાબદારી પણ લે

દુષ્કર્મના દરેક કેસમાં લગ્નનું વચન પ્રલોભન ના થાય. દુષ્કર્મના કેસમાં યુવાનને જામીન આપતા બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ મૃદુલા કહ્યુ કે ભણેલી-ગણેલી છોકરી મરજીથી સંબંધ બનાવે છે તો તેણે પોતાના આ નિર્ણયની જવાબદારી પણ લેવી જોઇએ. સંબંધ તૂટતા રેપના આરોપનુ ચલણ વધી રહ્યું છે. આ કેસમાં ગર્લફ્રેન્ડે યુવાન પર દુષ્કર્મનો કેસ કર્યો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Supreme Court Decides 25 thousand rupees maintenance
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext