Home »National News »Latest News »National» In Like Scam Bollywood Start Sunny Leone To Be Questioned

નોઈડાઃ 3,700 કરોડના Like કૌભાંડમાં સની લિયોનની થઈ શકે છે પૂછપરછ

divyabhaskar.com | Feb 08, 2017, 14:03 PM IST

  • અનુભવ મિત્તલની બર્થ ડે પાર્ટીમાં હાજર રહેલી સની લિયોની, અમિષા પટેલ. ફાઈલ)
નોઈડા. ડિજિટલ માર્કેટિંગના નામે 3,700 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાના કેસમાં પોલીસ પોર્ન સ્ટારમાંથી બોલીવુડ સ્ટાર બનેલી સની લિયોનની પણ પૂછપરછ કરી શકે છે. આ ઉપરાંત કેસમાં નવો ખુલાસો થયો છે. જે મુજબ અનુભવ મિત્તલ એબ્લેઝ ઈન્ફો સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડને દેવાદાર જાહેર કરીને ગાયબ થવાની તૈયારીમાં હતો.
 
સની લિયોનની થઈ શકે છે પૂછપરછ
 
- પોલીસના જણાવ્યા મુજબ, અનુભવ મિત્તલની પાર્ટીમાં સની લિયોન બે વખત આવી હતી.
-  ડીએસપી એસટીએફ રાજ કુમાર મિશ્રાએ કહ્યું કે, 29 નવેમ્બરે પોર્ટલ લોન્ચિંગ દરમિયાન હાજર તમામ લોકોની પૂછપરછ થઈ શકે છે.
- જે હોટલમાં પાર્ટી રાખવામાં આવી હતી ત્યાંના સ્ટાફના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે.
- રાજ કુમાર મિશ્રાના કહેવા મુજબ પ્રાઈઝ ચિટ્સ એન્ડ મર્ની સર્કુલેશન સ્કીમ એક્ટ, 1978 અંતર્ગત આ પ્રકારની કોઈ પણ સ્કીમનું પ્રમોશન કરવું ગેરકાનૂની છે.
- સની લિયોન કોના માધ્યમથી અહીં આવી હતી અને પ્રમોશન માટે કેટલા રૂપિયા આપવામાં આવ્યા તે અંગે પણ એટીએસ તપાસ કરશે.
 
કંપનીને દેવાદાર જાહેર કરીને વિદેશ ભાગી જવાની હતી તૈયારી
 
- અનુભવ મિત્તલ એબ્લેઝ ઈન્ફો સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડને દેવાદાર જાહેર કરીને ગુમ થવાની ફિરાકમાં હતા.
- કંપનીનો કરોડોનો કારોબાર હોવા છતાં તેણે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપેલા ઓડિટ રિપોર્ટમાં ચાર કરોડની ખોટ દર્શાવી હતી.
-  2016-17ના નાણાકીય વર્ષ માટે પણ દસ્તાવેજો સોંપવાનો સમય હતો. તેથી કંપની આ વર્ષે પણ ખોટ દર્શાવવાની તૈયારીમાં હતી. જેથી કરીને કંપનીને દેવાળું ફૂંક્યાનું જાહેર કરવામાં કોઈ અડચણ ન આવે.
 
6000થી વધુ મળી ફરિયાદ
 
- કંપની સામે યુપી એસટીએફને અત્યાર સુધીમાં 6000થી વધારે ફરિયાદ મળી ચૂકી છે.
- કંપનીએ ન માત્ર દેશમાં ઠગાઈ પરંતુ વિદેશમાં રહેતા લોકોને પણ ઠગ્યા છે.
- સતત વધી રહેલી ફરિયાદોની સંખ્યા બાદ એસટીએફે કંપનીનું પ્રમોશન કરનારાં સેલિબ્રિટીઝની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે.
 
ડિજિટલ માર્કેટિંગના નામે ઠગતા હતા લોકોને
 
-  એસટીએફના એસએસપી અમિત પાઠકે જણાવ્યું કે, એબ્લેઝ ઈન્ફો સોલ્યુશન નામની કંપનીની સેક્ટર-63માં ઓફિસ આવેલી છે.
- આ કંપની રોકાણકારોને મલ્ટી લેવલ માર્કેટિંગ દ્વારા ડિજિટલ માર્કેટિંગના નામ પર એક મોટું કૌભાંડ આચર્યું છે.
- તેમણે કહ્યું કે, ડિજિટલ માર્કેટિંગના નામ પર આ 3,700 કરોડ રૂપિયાનું કૌભાંડ છે.
- ઈન્વેસ્ટિગેશનમાં પોલીસે 12 બેંક એકાઉન્ટમાં 520 કરોડ રૂપિયાની રકમ મળી છે. કંપનીના કેનરા બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક અને એક્સિસ બેંકમાં એકાઉન્ટ છે. હાલ કંપનીની બેલેન્સશીટ, ઈન્વેસ્ટર્સ ઈન્વેસ્ટર્સ ઈન્ફોર્મેશન અને કોના બેંક એકાઉન્ટમાં  રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા તેની તપાસ થઈ રહી છે.
 
મુખ્ય સૂત્રધાર છે BTechગ્રેજ્યુએટ
 
- સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 26 વર્ષીય અનુભવ મિત્તલ છે. જે બીટેક ગ્રેજ્યુએટ છે.
- આ ઉપરાંત તેના બે સાગરિતો 40 વર્ષીય શ્રીધર પ્રસાદ અને 25 વર્ષીય મહેશ દયાલ છે. પ્રસાદ એમબીએ થયેલો છે, જ્યારે મહેશ ટેક સપોર્ટ આપતો હતો.
 
બર્થ ડે પાર્ટીમાં બોલીવુડ સેલિબ્રિટીઝને બોલાવી
 
- અનુભવ મિત્તલે તેની બર્થ ડે પાર્ટીમાં સની લિયોન, અમીષા પટેલ જેવી બોલીવુડ સેલિબ્રિટીઝને પણ બોલાવી હતી. આ અંગેનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે આ સેલિબ્રિટીઝ સાથે કેક કટિંગ કરતો જોવા મળ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, એક ક્લિકના મળતાં હતા 5 રૂપિયા
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: In like scam bollywood start sunny leone to be questioned
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext