Home »National News »Latest News »National» Sunanda Pushkar Death Was Happened By Poisoning Said AIIMS Report

સુનંદા પુષ્કરનું મોત પોઇઝનિંગથી થયું હતું : AIIMS

Agency, New Delhi | Jan 29, 2017, 01:17 AM IST

  • સુનંદા પુષ્કરનું મોત પોઇઝનિંગથી થયું હતું : AIIMS,  national news in gujarati
નવી દિલ્હી:કોંગ્રેસના નેતા શશિ થરુરની પત્ની સુનંદા પુષ્કરનું મોત કુદરતી નહોતું. તેનું મોત પોઇઝનિંગથી થયું હતું, તેમ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના વડા સુધીર ગુપ્તાએ શનિવારે જણાવ્યું. તેમના કહેવા મુજબ અમે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ પોઇઝનિંગનો કેસ હોવા અંગે જરાય શંકા નથી. આ અભિપ્રાય સાંયોગિક પુરાવા આધારિત છે. એફબીઆઇના કેમિકલ એક્ઝામિનેશન રિપોર્ટમાં પણ તેની પુષ્ટિ થઇ છે.
 
બીજી તરફ સુનંદાના મોત મામલે રચાયેલું મેડિકલ બોર્ડ કોઇ નિર્ણય પર આવવામાં નિષ્ફળ રહ્યું છે. બોર્ડે એફબીઆઇ અને એઇમ્સના રિપોર્ટ જોયા બાદ દિલ્હી પોલીસને સોંપેલા રિપોર્ટમાં કહ્યું કે મોતના કારણોનો કોઇ નિષ્કર્ષ કાઢી શકાયો નથી. સુનંદાના મોતનાં કારણોની તપાસ માટે દિલ્હી, ચંદીગઢ અને પુડુચેરીના ડૉક્ટરોનું મેડિકલ બોર્ડ બનાવાયું હતું. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બોર્ડને રિપોર્ટ ફરી જોઇને નિષ્કર્ષ આપવા કહેવાયું હતું. પોલીસ હવે સુનંદાના ફોનમાંથી ડિલીટ થયેલી ચેટ પાછી મળવાની રાહ જોઇ રહી છે.
 
આ મામલે તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની વિશેષ ટીમ ગત સપ્ટેમ્બરમાં એફબીઆઇની લેબમાંથી સુનંદાનો વિસેરા પરત લઇ આવી હતી. લેબમાંથી તેનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. ગયા વર્ષે જાન્યુ.માં ડૉક્ટરોએ વિસેરાની તપાસ બાદ જણાવ્યું હતું કે સુનંદાના પેટમાં બેચેનીના ઇલાજ માટેની દવા એલ્પ્રેક્સ મળી આવી હતી. 51 વર્ષીય સુનંદા 2014ની 17 જાન્યુ.એ દક્ષિણ દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ મામલે થરુરની પૂછપરછ ઉપરાંત તેમના નોકરો અને એક મિત્રનો પોલીગ્રાફી ટેસ્ટ પણ કરાયો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: sunanda pushkar Death was happened by Poisoning said AIIMS report
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext