Home »National News »Desh» Mushroom Farmer Harpal Singh Bajwa Earns In Lakh After Start With 50,000

50 હજારથી શરુ કરેલી મશરૂમની ખેતી પહોંચી લાખોમાં, બનાવી પોતાની લેબ

divyabhaskar.com | May 19, 2017, 10:03 AM IST

  • હરપાલ સિંહ બાજવાએ જણાવ્યું કે, તેઓ પહેલા પરંપરાગત ખેતી કરતા હતા.
કુરુક્ષેત્રઃઅહીંના ભૌર સૈયદાં ગામના હરપાલ સિંહ બાજવાએ મશરૂમ ઉત્પાદન થકી એક અનોખા બિઝનેસને આગળ વધારવા સ્પો મેકિંગ (મશરૂમના બિજ તૈયાર કરવાની એક વિશેષ વિધિ, જેને એક નિશ્ચિત તાપમાન પર રાખવામાં આવે છે.) માં મહારત હાંસલ કરી લીધી છે. 10મું પાસ ખેડૂત હરપાલે 50 હજારથી મશરૂમનો વેપાર શરુ કર્યો હતો અને આજે લાખોમાં તેમની કમાણી છે. તેમણે વૈજ્ઞાનિક રીતે સ્પોન મેકિંગ તૈયાર કરવા એક લેબ બનાવી છે, જ્યાં વર્ષે 1500 કિલો સ્પોન તૈયાર થાય છે.
 
ખેડૂતો માટે બન્યા રોલ મોડલ.......

- હરપાલ સિંહ બાજવાએ જણાવ્યું કે, તેઓ પહેલા પરંપરાગત ખેતી કરતા હતા. વર્ષ 1995માં માત્ર 50 હજાર રૂપિયાની કિંમતે મશરૂમની ખેતી શરૂ કરી અને તે ક્ષેત્રે આગળ વધવા લાગ્યા.
- હરપાલે ટ્રેનિંગ મેળવી પોતાની જમીન પર મશરૂમ માટે કંપોસ્ટ બનાવવાનો પ્રારંભ કર્યો. ખેડૂતો તેમની પાસેથી કંપોસ્ટ ખરીદવા લાગ્યા તો બીજ લેવા સોલન જવું પડતું હતું.
- બીજની ડિમાન્ડ વધતા તેમણે પોતાના ખેતરમાં જ આધુનિક સ્પોન લેબ તૈયાર કરી, જે માટે સરકાર તરફ સબસિડી અને બેંકે લોન મળી ગઈ.
- 62 લાખની લોન લીધી ત્યારે ઘણા સંબંધીઓએ તેમને અટકાવ્યા, ઘણાએ મદદનો ઈન્કાર કરી દીધો હતો. જોકે હરપાલે હાર ન માની.
- આજે હરપાલ મશરૂમ ઉત્પાદન, કંપોસ્ટ મેકિંગ અને સ્પોન પ્રોડક્શન થકી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.
- હરપાલને જીલ્લા સ્તર ઉપરાંત હિરયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલા અને પૂર્ન સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ સન્માનિત કર્યા છે.
- તેમને કૃષિ વિશ્વવિદ્યાલય અને અન્ય સંસ્થાઓએ પણ સન્માનિત કર્યા છે.
- હરપાલે જણાવ્યું કે, સામાન્ય રીતે મશરૂમની શિયાળામાં ખેતી કરાય છે, જોકે અમેરિકાના પેનસિલવેનિયામાંથી તેમણે સ્પોન મંગાવી એવું બીજ તૈયાર કર્યું છે, જેને કારણે ખેડૂતો 30-35 ડિગ્રીમાં પણ મશરૂમની ખેતી કરી શકે છે.
- યુટ્યૂબ પર વીડિયો જોઈ તેમણે લાખોની મશીનો સસ્તા દરે અહીં જ તૈયાર કરાવી હતી.
 
તસવીરોઃભારતભૂષણ શર્મા, કુરુક્ષેત્ર
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mushroom Farmer Harpal Singh Bajwa Earns in Lakh After Start With 50,000
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended