Home »National News »Latest News »National» SC Orders To Attach Ambey Valley Property

સુબ્રતોને આંચકો: 10,600 એકરમાં ફેલાયેલી એમ્બે વેલી ટાંચમાં લેવા નિર્દેશ

divyabhaskar.com | Feb 07, 2017, 09:31 AM IST

  • પોલીસ કસ્ટડીમાં સુબ્રતો રોય
નવી દિલ્હી:દેશની સર્વોચ્ચ અદાલતમાંથી સહારાશ્રી સુબ્રતો રોયન વધુ એક વખત રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે પુણે સ્થિત 10, 600 એકરમાં ફેલાયેલી સહારાની એમ્બે વેલી પ્રોપર્ટીને ટાંચમાં લેવાનો નિર્દેશ આપ્યો છે. સહારાની આ પ્રોપર્ટીની કિંમત 40 હજાર કરોડ જેટલી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
 
સોમવારે સુપ્રીમ કોર્ટે સહારાને નિર્દેશ આપ્યો હતો કે, કંપની દ્વારા એવી સંપત્તિઓની યાદી સોંપવામાં આવે, જેની ઉપર કેસ ન ચાલતા હોય અથવા તો જે સંપત્તિ પર ધિરાણ લેવામાં આવ્યું ન હોય. સુપ્રીમ કોર્ટે તેની જાહેર હરાજી કરાવવા માંગે છે. વધુ સુનાવણી 27 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
 
11,000 કરોડ જમા કરાવ્યાઃ સહારા
 
સહારાએ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેણે સેબીને પ્રિન્સિપલ રકમ તરીકે 14 હજાર કરોડ જમા કરાવવાના છે. જેમાંથી 11 હજાર કરોડ જમા કરી દેવામાં આવ્યા છે. સહારાએ હજી સેબીને 14,779 કરોડ જમા કરાવવાના છે. સોમવારે સુબ્રતો રોયના પેરોલ સમાપ્ત થઈ રહ્યા હતા એટલે સહારાના વકીલ કપિલ સિબ્બલે વહેલી સુનાવણી હાથ ધરવા અપીલ કરી હતી. તા. 28મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે રોયને આંશિક રાહત આપી હતી અને વચગાળાના જામીન આપ્યા હતા. સુબ્રતોએ આજે સેબી પાસે 600 કરોડ જમા કરાવ્યા હતા.
 
શું છે એમ્બે વેલી પ્રોજેક્ટ?
 
એમ્બે વેલી એ મુંબઈ-પુના હાઈવે પર લોનાવલા પાસે આવેલી ટાઉનશીપ છે. જેને સહારા તથા તેની પેટા કંપનીઓએ વિકસાવી છે. તેની પાછળ લગભગ 4500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેની હાલની બજાર કિંમત રૂ. 40 હજાર કરોડ અંદાજવામાં આવે છે. એમ્બે વેલીમાં એરસ્ટ્રીપ પણ છે. આ વેલી 10,500 એકરમાં ફેલાયેલી છે. અહીં વાર્ષિક સરેરાશ 160 ઈંચ વરસાદ પડે છે. ડેમો દ્વારા ત્રણ મોટા કૃત્રિમ તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
 
બે વર્ષ જેલમાં રહ્યા સુબ્રતો રોય વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: SC orders to attach Ambey valley property
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext