Home »National News »Photo Feature» Sister Of One Of The Dead Student Writes Post On Social Media

અકસ્માત બાદ તરફડતા હતા સ્ટુડન્ટ્સ, લોકો તસવીરો ક્લિક કરવામાં હતા વ્યસ્ત

divyabhaskar.com | Jan 20, 2017, 00:02 AM IST

  • મૃતક રિષિકા બસ્સી.
લુધિયાણાઃ અહીં એક ઓવરસ્પીડ કાર પથ્થરથી ટકરાયા બાદ ઉછળીને કાર પર પડી હતી. કારમાં બેઠેલા સ્ટુડન્ટ્સ પીડા તરફડતા હતા અને એક યુવતી તો ઉછળીને બહાર પડી હતી. જોકે આ સમયે સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થનારા અકસ્માતની તસવીરો લેવામાં વ્યસ્ત હતા. જેને કારણે એક કલાકમાં જ સ્ટુડન્ટ્સનું મોત થયું હતું. અકસ્માત બાદ મૃત્યુ પામનારી રિષિકા બસ્સીની બહેને સોશિયલ મીડિયા પર પોતાની પીડા વર્ણવી હતી. તેમણે લખ્યું કે- તેની બહેન સહિત 5 લોકો મરી ગયા અને લોકો તસવીરો ક્લિક કરવામાં વ્યસ્ત હતા.
મદદ મળી જાત તો જીવતી હોત મારી બહેન........

- મૃતક રિષિકા બસ્સીની બહેન અસાવરી ભારદ્વાજે લખ્યું કે, મારી બહેન સહિત 3 અન્ય સ્ટુડન્ટનું મોત થયું.
- અસાવરીએ લખ્યું કે, હું મારી પીડા શબ્દોમાં નથી વર્ણવી શકતી. જ્યારે લોકો તરફડતા હતા તે સમયે લોકો તસવીર ક્લિક કરવામાં વ્યસ્ત હતા. મદદ કરવા કોઈ ન આવ્યું.
- અસાવરીએ કહ્યું કે- મારી બહેન અંતિમ શ્વાસ સુધી માતાને ફોન કરવા અંગે કહેતી રહી. જોકે લોકો સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવામાં લાગેલા હતા.
- જો આ લોકોએ પીડિતોની મદદ કરી હોત તો આજે તે લોકો જીવતા હોત.
-  અસાવરીએ કહ્યું કે, આજકાલ લોકોના જીવન સોશિયલ મીડિયાના નિયંત્રણમાં છે. આપણા માટે લાઈક્સ અને શેર વધુ જરુરી બની ગયા છે.
- અસાવરીએ કહ્યું કે, જરા વિચારો તમે મુશ્કેલીમાં હોવ તે સમયે લોકો તસવીરો ક્લિક કરવામાં વ્યસ્ત હોય તો તમને કેવું લાગશે.
- અસાવરીએ લોકોને અપીલ કરી કે, બાળકોને સારી રીતે કાર ચલાવતા અને લોકોની મદદ કરવાનું શીખવે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો......................................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Sister Of One Of The Dead Student Writes Post On Social Media
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext