Home »National News »Desh» Kuldhara Village Is A Completly Desolate Place Since 170 Years

એક યુવતીને કારણે ખાલી થઈ ગયું હતું આ ગામ, આજે પણ આવે છે અવાજો

divyabhaskar.com | Mar 18, 2017, 12:04 PM IST

  • વિરાન પડેલું કુલધારા ગામ.
જેસલમેરઃરાજૂપતાના નામથી જાણીતું રાજ્ય રાજસ્થાન અનેક વિસ્મયકારક અને ઐતિહાસિક ઘટનાઓનનું સાક્ષી છે. અહિંના દરેક શહેરમાં અનેક દંતકથાઓ જીવે છે. જેમાંથી એક છે કુલધારા ગામ અને તેની અનોખી કહાણી. divyabhaskar.com અહિં એક એવી કહાણી આપી રહ્યું છે જેમાં એક યુવતીની આબરૂ બચાવવા રાતો રાત આખુ ગામ ખાલી કરવું પડ્યું હતું.
 
આજેપણ અવાજ સંભળાતી હોવાનો દાવો...
 
- કહેવામાં આવે છે કે હવે આ ગામ દિવ્ય શક્તિઓના કબજામાં છે. એક સમયે હસતું - રમતું આ ગામ હવે ખંડેરથી વધારે કંઈ નથી. 
- કુલધારા ગામમાં ફરવા આવતા સહેલાણીઓનું માનીએ તો 170 વર્ષ પહેલા અહિં વસવાટ કરનારા પાલીવાલ બ્રાહ્મણોના અવાજો આજે પણ સંભળાય છે. 
- તેમને એમ લાગે છે કે સતત તેમની આજુ બાજુ કોઈ ચાલી રહ્યું છે. જાણે બજારમાં લોકો ફરી રહ્યા છે તેવો એહસાસ પણ થાય છે. 
- સ્ત્રીઓ વાતો કરી રહી છે, બંગડીઓ અને ઝાંઝરનો ખનખનાટ પણ સંભળાય છે. પણ હકિકતમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ખંડેરો અને રણ સિવાય કંઈજ દેખાતું નથી. 
- 170 વર્ષ પહેલા આ ગામના લોકો પોતાની દિકરીની આબરૂ બચાવવા રાતો-રાત ક્યાંક ગાયબ થઈ ગયા હતા. આજે પણ આ વાત એક કોયડો છે કે એ રાત્રે એવું શું બન્યું કે ગામ લોકો તત્કાળ ગામ ખાલી કરીને જતા રહ્યા. 
- એવું માનવામાં આવે છે કે આ ઘટનાની પાછળ દિવાનનો એક છોકરી માટેનો પ્રેમ છે. આ પ્રેમને કારણે આ ગામને એવો શ્રાપ મળ્યો કે આ ગામ રાતોરાત ઉજ્જડ બની ગયું અને આજે પણ અહિં કોઈ રહેતું નથી. 
- આજે પણ અહિંનો નજારો અવો જ છે જેવો એ રાત્રે હતો જ્યારે ગામ લોકો ગાયબ થઈ ગયા.  
 
પેરાનોર્મલ સોસાયટીની ટીમે કહ્યું અહિં આત્માઓ વસે છે 

- દિલ્હીની પેરાનોર્મલ સોસાયટીની એક ટીમ ફેબ્રુઆરી 2014માં કુલધારા ગામ પહોંચી. એવું ધારવામાં આવે છે કે કુલધારામાં રાત્રિ રોકાણ શક્ય નથી. કેમકે ત્યાં આત્માઓ વસે છે. 
- આ ડરને દૂર કરવા સોસાયટીના 18 સભ્યો અને બીજા 10 -12 લોકો કુલધારામાં રાત્રે રોકાયા. 
- આ ટીમ પાસે એક ડિવાઈસ હતું જેનું નામ ઘોસ્ટ બોક્સ હતું. જેની મદદથી આવી જગ્યાઓએ રહેનારી આત્માઓને પ્રશ્નો પૂછવામાં આવે છે અને અવાજ પણ રેકોર્ડ કરવામાં આવે છે. 
- કુલધારામાં જ્યારે આ મશીનથી ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે અમુક અવાજો આવ્યા અને અમુક આત્માઓએ તેમના નામ પણ જણાવ્યા. આ પરિક્ષણના અંતે ટીમે કહ્યું કે હકિકતમાં કુલધારામાં આત્માઓ રહે છે. 
 
(આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત તસવીરો અને જાણો ગામની વિશેષતા....)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kuldhara Village is A Completly Desolate Place Since 170 Years
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended