Home »National News »Desh» Story Of First Battle Of Panipat

આ સમ્રાટે બચાવી હતી રાજકુમારીની ઈજ્જત,ઈનામમાં મળ્યો હતો કોહીનૂર હીરો

divyabhaskar.com | Apr 21, 2017, 13:58 PM IST

પાણીપત:પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરે ઈબ્રાહિમ લોદીને હરાવીને ભારતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કરી હતી. આ યુદ્ધ 21 એપ્રિલ 1526ના રોજ પાણીપત મેદાનમાં થયુ હતિં. યુદ્ધ પછી બાબરના દીકરા હુમાયને કોહીનૂર હીરો એક મહારાણી પાસેથી ગિફ્ટમાં મળ્યો હતો. મુઘલ સલ્તનત પાસે કેવી રીતે આવ્યો કોહીનૂર હીરો....
 
આ રીતે એક વિધવા મહારાણી પાસેથી મુઘલ સમ્રાટને મળ્યો કોહીનૂર હીરો

- બાબરના રશિયન લેખક પિરિમકુલ કાદિરોબે તેમના પુસ્તકમાં પાણીપત યુદ્ધ અને કોહીનૂર હીરા વિશે લખ્યું છે. 
- પાણીપત યુદ્ધમાં બાબરની જીત પછી ભારતમાં મુઘલ સલ્તનતની શરૂઆત થઈ હતી.
- બાબરના દીકરાએ કોહીનૂર હીરો ગ્વાલિયરના મહારાજા વિક્રમઆદિત્ય સિંહ તોમરની વિધવા પાસેથી મેળવ્યો હતો.
- પાણીપત યુદ્ધમાં જીત્યા પછી બાબરની ઘોડેસવારી સેનાએ હુમાયુના નેતૃત્વમાં દિલ્હીથી નીકળીને શમશાબાદ પર કબ્જો કરી લીધો હતો.
- આ કિલ્લામાં ગ્વાલિયરના મહારાજાની વિધવા, બે દિકરીઓ અને એક દીકરો રહેતો હતો.
- આ કિલ્લામાં મહારાજાના પરિવારની રક્ષા માટે બેગ વૈસના નેતૃત્વમાં 50 સિપાહીઓ ફરજ પર હાજર હતા. 
 
જ્યારે કિલ્લામાં થવા લાગી બૂમ-રાડ

- તે રાત્રે જ કિલ્લામાંથી આવતી બુમો સાંભળીને હુમાયુની ઉંઘ ઉડી ગઈ હતી. અંદર જઈને જોયુ તો 18 વર્ષની રાજકુમારી તેની સાડીનો છેડો ઠીક કરી રહી હતી.
- બેગ વૈસને બે રાજકુમારીઓમાંથી એખ પસંદ આવી ગઈ હતી. તેથી તે જબરજસ્તી એક રાજકુમારીને તેના રૂમમાં ઉપાડીને લઈ આવ્યો હતો. 
- હુમાયુએ રાજકુમારીને મદદ કરી હતી અને બેગ વૈસને જેલમાં બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો.
- ત્યારપછી હુમાયુ વિધવા મહારાણીને મળ્યો હતો. મહારાણીને ઘણી ભાષાઓ આવડતી હતી. તેણે હુમાયુ સાથે ફારસી ભાષામાં વાત કરી હતી.
- ત્યારે મહારાણીએ તીજોરીમાં બંધ હીરો હુમાયુને આપતા કહ્યું હતું કે, આ અમારી સૌથી કિમતી વસ્તુ છે. મને મારા બાળકો દુનિયામાં સૌથી વ્હાલા છે. તમે મારી દીકરીની ઈજ્જત બચાવી તેથી આ હીરો તમને ઈનામમાં આપી રહી છું. 
 
આગળની સ્લાઈડમાં જાણો કોહીનૂર વિશેની ધારણાંઓ 
 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Story of first battle Of Panipat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended