Home »National News »Latest News »National» SC Decides To Set Up A Panel Of 3 Former Judges Of Apex Court

નર્મદા ડેમના વિસ્થાપિતોને ન્યાય માટે ત્રણ નિવૃત્ત જજોની કમિટીનું થશે ગઠન

Agency, New Delhi | Feb 08, 2017, 14:32 PM IST

નવી દિલ્હી. નર્મદા નદી પર બની રહેલા સરદાર સરોવર પ્રોજેક્ટમાં અસરગ્રસ્તોને વળતર આપવાને મુદ્દે સુપ્રીમ કોર્ટે ત્રણ નિવૃત્ત જજોની પેનલની નિમણૂંક કરવાનો નિર્ણય કર્યો છે.  આ માટે જ્જોનો સંપર્ક કરીને તેમની સહમતિ લેવાની તજવીજ હાથ ધરવા આદેશ આપ્યો છે. 
 
 
સુપ્રીમ કોર્ટે ડે-ટુ-ડે હિયરિંગ કરી 

જાન્યુઆરી મહિનાના મધ્યભાગમાં સુપ્રીમ કોર્ટે 15 વર્ષ જૂની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે, ઢીલ થવાથી ન તો રાજ્ય સરકારોને ફાયદો થઈ રહ્યો છે તથા ન તો વિસ્થાપિતોને કોઈ લાભ મળી રહ્યો. એટલે કોર્ટ તા. 31મી જાન્યુઆરીથી તેની ડે-ટુ-ડે સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું હતું. 

ચુકાદો તમામને માન્ય હશે 

ચીફ જસ્ટિસ જે.એસ. ખેહડ તથા જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચે એક કમિટીનું ગઠન કરવાના નિર્દેશ આપ્યા હતા તથા ઠેરવ્યું હતું કે કમિટી દ્વારા જે વળતર નક્કી કરવામાં આવે તે રાજ્ય સરકારો તથા નર્મદા બચાવ આંદોલનને માન્ય રહેશે. વળતરની જે રકમ નક્કી કરવામાં આવે તે રાજ્ય સરકારોએ સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રીમાં જમા કરાવવવાની રહેશે. જે ખેડૂતોની જમીન ડૂબ ગઈ છે, તેમને વૈકલ્પિક જમીન આપવી અથવા તો તેમની જમીનના બમણાં ભાવ આપવા, તેમ પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. 

45 હજાર લોકોને પહોંચી છે અસર 

નર્મદા બચાવ આંદોલનના (NBA) મેધા પાટકરનો આરોપ છે કે, 192 તથા એક શહેરના લગભગ 45 હજાર નાગરિકો વિસ્થાપિત થયા છે. તેમના માટે રાજ્ય સરકારો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી. તા. 31મી જાન્યુઆરીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે NBA, મધ્યપ્રદેશ તથા ગુજરાત સરકાર પાસેથી નામો મંગાવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે, હવે આ પ્રોજેક્ટને અટકવા દેવામાં નહીં આવે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SC decides to set up a panel of 3 former judges of apex court
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended