Home »National News »Latest News »National» Speculations That Priyanka Will Fight 2019 LS Polls Instead Soniya

શું સોનિયાના સ્થાને પ્રિયંકા 2019માં રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી?

divysbhaskar.com | Jan 24, 2017, 17:20 PM IST

  • પ્રિયંકા ગાંધી 2019 માં સોનિયા ગાંધીના સ્થાને રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડી શકે છે. (ફાઇલ)
નવી દિલ્હી: પ્રિયંકા ગાંધીના રાજકીય લોન્ચ પછીના તરતના દિવસે કોંગ્રેસના વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે પાર્ટીમાં વધી રહેલી પ્રિયંકાની મજબૂતીના કારણે તેઓ 2019માં રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડી શકે છે. તેઓ તેમની માતા સોનિયાના સ્થાને આ ચૂંટણી લડી શકે છે. સોનિયા ગાંધી પોતાના નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે તેમના રાજકીય કાર્યોને છોડવા મજબૂર થયા છે અને તેઓ ધીરે-ધીરે રાજકારણ છોડી શકે છે.
 
સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધન માટે પ્રિયંકાને શ્રેય
 
સોમવારે કોંગ્રેસે સત્તાવાર રીતે પાર્ટીની બાબતોમાં પ્રિયંકાની ભૂમિકાનો સ્વીકાર કર્યો છે. તેઓએ સમાજવાદી પાર્ટી સાથે થયેલા ગઠબંધનની સફળતા માટે પ્રિયંકાને શ્રેય આપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બાબતને રાજકારણમાં તેમનો ઔપચારિક પ્રવેશ કહી શકાય છે.
 
અટકળો છે કે સોનિયા ગાંધી નહી લડે 2019 લોકસભા ચૂંટણી
 
સૌપ્રથમ પાર્ટીના સિનિયર નેતા એહમદ પટેલે ટ્વિટ કરીને સપા સાથેના ગઠબંધનમાં પ્રિયંકાની ભૂમિકા વિશે લોકોને જણાવ્યું હતું.
 
આ બાબતે કોંગ્રેસે જે પ્રતિક્રિયા આપી છે તે દર્શાવે છે કે,  અત્યાર સુધી પ્રિયંકાની રાજકીય યોજનાઓ વિશે ચર્ચા કરતી વખતે પાર્ટી જે સંકોચ દર્શાવતી હતી તેને હવે તેઓએ ફગાવી દીધો છે.
 
પાર્ટીમાં જે રીતે પ્રિયંકાની મજબૂતી વધી રહી છે તેનાથી એવી અટકળો થઇ રહી છે કે સોનિયા ગાંધી 2019 લોકસભા ચૂંટણી નહી લડે.
 
રાયબરેલી 2019 માં પ્રિયંકાના લોન્ચ માટે આદર્શ જગ્યા
 
કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ તેમની પહેલી ચૂંટણી 1999 માં અમેઠીથી લડી હતી. ત્યારબાદ તેઓએ 2004 માં રાયબરેલી સ્થળાંતર કરેલું જેથી સંસદમાં રાહુલ માટેનો માર્ગ મોકળો થાય.
 
આ બંને બેઠકો ગાંધી પરિવારનો ગઢ છે, જ્યાં પ્રિયંકા 1999 થી ચૂંટણી પ્રચારના કામોને સંભાળી રહ્યા છે. પાર્ટીના સૂત્રો જણાવે છે કે રાયબરેલી, જેનું પ્રતિનિધિત્વ ઇન્દિરા ગાંધીએ કર્યું હતું, તે 2019 માં પ્રિયંકાના લોન્ચ માટે એકદમ આદર્શ જગ્યા છે.
 
સોનિયાનો કાર્યભાર રાહુલ જ સંભાળશે
 
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટિના પ્રવક્તા અજોયકુમારે મીડિયાને જણાવ્યું કે, “યુપીમાં ચૂંટણી માટે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીગુલામ નબી આઝાદ અને પ્રિયંકાને એક પ્રગતિશીલ સમાન વિચારધારા વાળી પાર્ટી સાથે જોડાણ કરવા વિનંતી કરી હતી. આ એવી ભૂમિકા હતી જે માટે રાહુલે આઝાદ અને પ્રિયંકાને વિનંતી કરી હતી.”
 
જો સોનિયા ગાંધી ચૂંટણીનું રાજકારણ છોડી દે તો આ બંને બેઠકોમાં મોટો બદલાવ થઇ શકે છે. પ્રિયંકા અચાનક લાઇમલાઇટમાં આવી ગઇ છે. તેમછતાં, કોંગ્રેસ એ વાત પર ભાર મુકે છે કે યુપીમાં ગઠબંધનમાં તેમની મહત્વની ભૂમિકા હોવા છતાં, સોનિયાનો કાર્યભાર રાહુલ સંભાળશે તેવી પાર્ટીના ઉત્તરાધિકારની યોજનામાં કોઇ ફેરફાર નહી થાય.
 
ચૂંટણીના પરિણામોની જાહેરાત પછી ટુંક સમયમાં પાર્ટીમાં આવશે બદલાવ
 
સિનિયર નેતાઓ જણાવે છે કે કોંગ્રેસમાં ઉત્તરાધિકારમાં બદલાવ વિવિધ સ્તરે થઇ શકે છે. જેમાં રાહુલ પાર્ટીનો કાર્યભાર સંભાળશે અને પ્રિયંકાની ઔપચારિક ભૂમિકા હશે.
 
પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પછી ટુંક સમયમાં જ આ બદલાવ થઇ શકે છે. સૂત્રો જણાવે છે કે પાર્ટીમાં પ્રિયંકાની ભૂમિકાના સત્તાવાર સ્ટેટસને મંજૂરી આપવાની બાબત અંગે ઊંડો વિચાર કરવામાં આવ્યો હતો.
 
પાર્ટીમાં પ્રિયંકાના વધતા જતા કદનું કારણ સોનિયાના પીછેહઠ કરવાના નિર્ણયને માનવામાં આવે છે. એક આંતરિક સૂત્ર જણાવે છે કે, “એ હકીકત છે કે પોતાની બહેન પરની રાહુલની નિર્ભરતા ખૂબ વધી ગઇ છે. સોનિયાના ઘણા કામો પર હવે પ્રિયંકા દેખરેખ રાખી રહી છે તેમજ રાહુલના ઑફિસ સંબંધિત કામોને પણ પ્રિયંકા જ સંભાળે છે.”
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Speculations that Priyanka will fight 2019 LS polls instead Soniya
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext