Home »National News »Latest News »National» SP Leader Gaytri Prasad Prajapati Lives Luxury Life

મુલાયમનો નજીકનો નેતા ગરીબી રેખાની નીચે હતો, હવે કરોપતિ છે

Bhaskar News, Lucknow | Feb 09, 2017, 00:14 AM IST

  • મુલાયમનો નજીકનો નેતા ગરીબી રેખાની નીચે હતો, હવે કરોપતિ છે,  national news in gujarati
લખનઉ:અખિલેશ-રાહુલે ભલે આજે ભેગામળીને ગઠબંધનની જાહેર કરી હોય, પરંતુ અમેઠી અને રાયબરેલીની બેઠકનો કોયડો હજુ ગુંચવાયેલો જ છે. આ બંને જિલ્લામાં સૌથી મોટો કાયડો અમેઠી બેઠકનો છે. આ બેઠક પર સપાએ મુલાયમના અત્યંત નજીક કહેવાતા ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને ચૂંટણી આપી છે. જેમણે પોતાનું નામાંકન પણ ફાઈલ કરી દીધું છે. કોંગ્રેસના કદાવર નેતા સંજય સિંહનાં પત્ની અમિતા સિંહ પણ આ બેઠક પર લડવા માગે છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, 2012માં પ્રથમ ચૂંટણી જીતનારા ગાયત્રી સપા માટે આટલા મહત્ત્વના શા માટે બની ગયા છે. આ પ્રજાપતિની સંપત્તિ પણ કરોડોમાં છે.
 
એફિડેવિટમાં 10 કરોડ

તેમની પાસે રૂ.1 કરોડની સ્થાયી અને રૂ.5 કરોડની અસ્થાયી સંપત્તિ છે. જ્યારે પત્નીના નામે 1 કરોડ 68 લાખની સ્થાયી અને 72 લાખની અસ્થાયી સંપત્તિ છે. તેમની પાસે સોનું 100 ગ્રામ અને પત્ની પાસે 320 ગ્રામ છે.
 
2002માં ગરીબી રેખા નીચે હતા આ નેતા

ઉ.પ્ર. સરકારના વિવાદાસ્પદ મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ 2002 સુધી ગરીબી રેખા નીચે હતા. 2012માં પોતાની સંપત્તિ 1.83 કરોડ દર્શાવી હતી. 2011માં પ્રજાપતિ પ્રથમ વખત ચમક્યા, જ્યારે આગરા પાર્ટી અધિવેશનમાં રામગોપાલ યાદવે જાહેરાત કરી કે પ્રજાપતિએ 25 લાખનો ફાળો આપ્યો છે.
 
એક વર્ષમાં આ મંત્રીએ બનાવી 13 કંપની

કેન્દ્ર સરકારના કોર્પોરેટ મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે, પ્રજાપતિનો પરિવાર અને સગાસંબંધી માલિક હોય એવી 13 કંપની છે. જે દરેકમાં તેમના બંને પુત્ર, ભાઈ અને ભત્રીજો ડાયરેક્ટર છે. આ જ રીતે 7 અન્ય કંપનીમાં પ્રજાપતિના ડ્રાઈવરનું પણ નામ છે. કંપનીમાં સૌથી વધુ ભાગીદારી પુત્ર અનુરાગની છે.
 
પુત્ર પર સગીર સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો

તેમના પુત્ર અનુરાગ પ્રજાપતિ પર ગયા વર્ષે અમેઠીની એક સગીર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. પ્રજાપતિની સંપત્તિ 942.5 કરોડ થઈ ગઈ છે. તેમની 13 કંપનીનું વાર્ષિક ટર્નઓવર 10થી 100 કરોડ જેટલું છે. તેમના ડ્રાઈવર રામરાજ અને એક અન્ય નજીકની મહિલાના નામે 50 કરોડથી વધુની સંપત્તિ છે.
 
ધારાસભ્ય બનતા પહેલાં પ્રોપર્ટી ડીલર હતા ગાયત્રી

2012માં ધારાસભ્ય બનતાં પહેલા પ્રજાપતિ પ્રોપર્ટી ડીલર હતા. 2012માં એફિડેવિટમાં બે કાર દર્શાવી હતી. હવે બીએમડબલ્યુમાં જ ફરે છે. તેમની 11- એકર જમીનનો ઉલ્લેખ પણ કંપનીમાં કરાયો છે. જેની કિંમત વીઘા દીઠ 2 કરોડ છે. એક કંપની એક સરકારી કર્મચારીની પુત્રીના નામે છે.
 
આના નામે છે સંપત્તિઓ
 
એક્ટિવિસ્ટ નૂતન ઠાકુરના જણાવ્યા પ્રમાણે 16 લોકોના નામે સંપત્તિઓ છે. જેમાં અનિલ (પુત્ર), અનુરાગ (પુત્ર), સુધા(પુત્રી), અંકિતા(પુત્રી), મહારાજી (પત્ની), રામશંકર (ભાઈ), જગદીશ પ્રસાદ(ભાઈ)નો સમાવેશ થાય છે. નજીકના લોકોમાં ગુડ્ડા દેવી (મહિલા સહયોગી), રામ સહાય (ડ્રાઈવર), રામરાજ (સહયોગી), પૂનમ (ગુડ્ડાની બહેન), સુરેન્દ્ર કુમાર, પ્રમોદ કુમાર સિંહ, રસોજકુમાર, જન્મેજય અને દેવતાદીનનો સમાવેશ થાય છે
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: SP Leader Gaytri Prasad Prajapati lives luxury life
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext