Home »National News »Latest News »National» SP 19 Percentage Voting Increased Than Last Time

ગત વખતે 19 ટકા મત વધ્યા હતા તો સપાની બેઠક બમણી થઈ, આ વખતે 1 % મત વધ્યા

Bhaskar News, Lucknow | Feb 16, 2017, 02:45 AM IST

લખનઉ:ઉત્તરપ્રદેશમાં બીજા તબક્કામાં મતદાતાઓએ વિક્રમી મતદાન કર્યું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રુહેલખંડ વિસ્તારમા 11 જિલ્લામાં 67 બેઠકો પર 66 ટકા મતદાન થયું હતું. 2012માં પણ અહીં 65 ટકા મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 73 બેઠકો માટે 64.22 ટકા મતદાન થયું હતું. 30 વર્ષ બાદ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં એકધારા બે તબક્કામાં આટલું વધુ મતદાન થયું છે.
 
યુપીમાં અત્યાર સુધીમાં થયોલી 10 ચૂંટણીમાં સૌથી વધુ વોટિંગ 1982માં 76.96 ટકા થયું હતું. 1987માં મતદાન 75.96 ટકા થયું હતું. બુધવારે લખીમપુર જિલ્લામાં ગોળીબારીની એક ઘટના અને કેટલાક જિલ્લામાં હોબાળો થવાની કેટલીક ઘટનાને બાદ કરતાં ચૂંટણી શાતિપૂર્ણ રહી હતી. મતદાન સવારે સાત વાગ્યે શરૂ થયું હતું. સાંજે પાંચ વાગ્યા બાદ પણ લોકોની ભીડ હતી. સહારનપુરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 60 ટકા મતદાન થયું હતું.
 
પાછલી બે વિધાનસભા ચૂંટણીનો ટ્રેન્ડ
 
પાછલી બે ચૂંટણીમાં મતદાન ઘટવાના કારણે બસપાને અને વધારો થવાના કારણે સપાને ફાયદો થયો હતો. 2007માં આઠ ટકા ઓછું મતદાન થયું હતું તો ત્યારે બસપાને 32 બેઠકો મળી હતી. 2012માં મતદાનની ટકાવારી લગભગ 19 ટકા વધુ રહી હતી ત્યારે બસપાની બેઠકો ઘટીને 18 થઈ ગઈ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SP 19 percentage Voting Increased than last time
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended