Home »National News »Latest News »National» C-DoT PDO:Soon You Can Buy Wi Fi Data From Kirana Shop

હવે કરિયાણાની દુકાન, રેકડી પરથી પણ ખરીદી શકાશે રૂ. 10માં વાઈ-ફાઈ!

divyabhaskar.com | Apr 21, 2017, 14:58 PM IST

નવી દિલ્હી. ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરનારાઓ તથા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરનારાઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. હવે તમે વાઈ-ફાઈ આધારિત ડેટા પેક કોઈપણ કરિયાણાની દુકાને કે લારી (કાર્ડ વેન્ડર) પરથી 10 રૂપિયા જેટલી ઓછી કિંમતે પણ ખરીદી શકશો. પ્લાસ્ટિક કરન્સીનો ઉપયોગ કરનારને હવે ચાર આંકડાનો PIN યાદ રાખવાની જરૂર નહીં રહે કારણ કે એવી ટેક્નોલોજી વિકસી રહી છે જેમાં માત્ર ફિંગરપ્રિન્ટની મદદથી પેમેન્ટ કરી શકાશે.   
 
PDOના કોન્સેપ્ટથી મળશે સસ્તું વાઈ-ફાઈ
 
- સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલેમૈટિક (C-DoT)એ એક પબ્લિક ડેટા ઓફિસ સોલ્યૂશન ડેવલપ કર્યું છે.
- C-DoTના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર વિપિન ત્યાગીએ જણાવ્યું કે, આજે ભારતમાં દરેક સ્થળે લોકો સુધી ડિજિટલ ઈન્ડિયાની પહોંચ નથી પરંતુ પબ્લિક ડેટા ઓફિસ (PDO)ના કોન્સેપ્ટથી રેકડીવાળા વેન્ડર કે કરિયાણાનો વેપારી પણ વાઈ-ફાઈ ડેટા વેચી શકશે.
- આ સર્વિસને શુક્રવારે લોન્ચ કરવામાં આવશે. સર્વિસ e-KyC ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) ઓથેન્ટિકેશન અને સાથોસાથ વાઉચરના રૂપમાં આવશે.
- મહત્વપૂર્ણ છે કે હાલમાં જ ટ્રાઈએ ટેલીકોમ ડિપાર્ટમેન્ટથી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરના પરમિટ નિયમોમાં કેટલાક ફેરફાર કરવાનું કહ્યું હતું. જેની મદદથી કેટલાક સ્પેક્ટ્રમ બેન્ડ ફ્રી થઈ શકશે અને પબ્લિક પ્લેસ પર વાઈ-ફાઈ સર્વિસ પૂરી પાડી શકાય.
આ સર્વિસની ખાસ વાત એ હશે કે તેને લાઇસન્સ ફ્રી બેન્ડ પર પૂરી પાડવામાં આવશે.
 
ડિવાઇસની કિંમત શું હશે? કેવી રીતે કરશે કામ?
 
- PDO ડિવાઇસની કિંમત 50,000 રૂપિયાથી ઓછી છે. તેને ખરીદીને પોતાના સ્ટોરમાં કે લારી પર રાખનારા વેન્ડર આસપાસના લોકોને ખૂબ જ સસ્તામાં વાઈ-ફાઈ ડેટા વાઉચર વેચી શકશે.
- તેના કારણે ક્યારેક ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓ માટે આસાની રહેશે.
- જે લોકો નિયમિત ડેટા પેક ઉપયોગ નથી કરવા માંગતા તેમના માટે આ પ્લાન ઉપયોગી સાબિત થશે. કરિયાણા સ્ટોર કે રેકડીવાળા વેન્ડર પાસેથી 10 રૂપિયામાં વાઈ-ફાઈ ડેટા વાઉચર ખરીદી શકાશે.
 
C-DoTની પાર્ટનર કંપનીઓ કરશે ડિવાઇસનું કોમર્શિયલ ઉત્પાદન
 
- C-DoT મુજબ ગ્રામ્ય અને સેમી-અર્બન વિસ્તારોમાં નાના રીટેલર્સ કે દુકાનદાર PDO દ્વારા 2.4 GHzથી 5.8 GHzના બેન્ડની ફ્રિક્વન્સીને ઉપયોગ કરી શકશે જે ઉપયોગ કરવા માટે ફ્રી છે. આ ફ્રિકવન્સી કોમ્યુનિકેશન માટે ઉપયોગ થનારી અન્ય ફ્રિક્વન્સીમાં કોઈ પ્રકારનો દખલ નહીં કરે.
- PDO ટેક્નોલોજીને C-DoT પોતાની મેન્યુફેક્ચરિંગ પાર્ટનર કંપનીઓને ટ્રાન્સફર કરવા જઈ રહી છે. જેમાં હિમાચલ ફ્યુચરિસ્ટિક કોમ્યુનિકેશન્સ લિમિટેડ (HFCL), BHEL અને ITI Ltd સામેલ છે. આ કંપનીઓ આ ડિવાઈસનું કોમર્શિયલ ઉત્પાદન કરશે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, PIN જરૂરી નથી, સેન્સર પર આંગળી મૂકતા થશે પેમેન્ટ, ટૂંક સમયમાં આવશે બાયોમેટ્રિક કાર્ડ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: C-DoT PDO:soon you can buy wi fi data from kirana shop
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended