Home »National News »Latest News »National» Modi To Become Most Followed World Leader On Social Media After Obam Terms End

ઓબામા અમેરિકાના પ્રમુખ પદેથી હટતાં જ સોશિયલ મીડિયામાં ટોપ પર હશે મોદી, હાલ નંબર-2 પર

divyabhaskar.com | Jan 20, 2017, 16:45 PM IST

  • ટ્વિટર પર ઓબામાના 8 કરોડથી વધારે ફોલોઅર્સ છે. ફાઈલ
નવી દિલ્હી. બરાક ઓબામા વ્હાઈટ હાઉસ છોડતાં જ નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયામાં વિશ્વમાં સૌથી વધુ દેશોમાં પોલો કરવામાં આવતા નેતા બની જશે. શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45મા પ્રેસિડેન્ટ તરીકે શપથ લેશે. ઓબામાના ટ્વિટર પર 8 કરોડ 7 લાખ ફોલોઅર્સ છે, જ્યારે મોદી 2 કરોડ 65 લાખ ફોલોઅર્સ સાથે બીજા ક્રમે છે. ટ્વિટરથી વિવાદોમાં રહેતાં ટ્રમ્પના 2 કરોડ 5 લાખ ફોલોઅર્સ છે.
 
સોશિયલ મીડિયામાં મોદી કેટલાં પોપ્યુલર
 
ટ્વિટર પર મોદીની ફોલોઅર્સ
 
- માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર મોદીના ફોલોઅર્સની સંખ્યા 2 કરોડ 64 લાખ 81 હજાર 47 છે.
- મોદીએ 2009માં ટ્વિટર જોઈન કર્યું હતું.
 
ફેસબુકમાં પણ મોદી ટોપ પર
 
- મોદીના ઓફિશયલ ફેસબુક એકાઉન્ટ પર 3 કરોડ 92 લાખ 74 હજાર 407 લાઈક્સ છે. તે ભારતમાં ટોપ પર છે.
- મોદીના ગૂગલ+ પર 32 લાખ, લિંકડઈન પર 19 લાખ 90 હજાર, ઈન્સ્ટાગ્રામ પર 58 લાખ અને યુટ્યૂબ પર 59 લાખ 10 હજાર ફોલોઅર્સ છે.
 
ટાઈમના લિસ્ટમાં પણ સામેલ થયા હતા મોદી
 
- મોદીએ વિશ્વભરમાં સોશિયલ મીડિયા પર પોતાની અલગ ઓળખ બનાવી છે. ટાઈમ મેગેઝીન મુજબ ગત વર્ષે ઈન્ટરનેટ પર સૌથી વધારે અસરદાર 30 હસ્તીઓમાં મોદી પણ હતા.
- તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, લેખિકા જેક રોલિંગ, ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સહિત સિંગર, એકટર, મોડલ, એક્ટિવિસ્ટ અને બ્લોગરને પણ સ્થાન મળ્યું હતું.
-  સેલિબ્રિટીઝની સોશિયલ મીડિયા પર તેમની અસર અને સમાચારમાં રહેવાના આધાર પર પસંદગી કરવામાં આવી હતી.
 
મોદી કેટલા કરે છે ટ્વિટ?
 
- twitonomy.com મુજબ મોદીએ 23 એપ્રિલ 2015થી  25 માર્ચ 2016 સુધી દરરોજ સરેરાશ 9.48 ટ્વિટ કર્યા.
- મોદી રવિવારે સૌથી વધારે ટ્વિટ કરે છે. ચાલુ દિવસોમાં તેમના ટ્વિટ રાત્રે 9 વાગ્યા આસપાસ વધારે હોય છે.
- મોદીએ ગત એક વર્ષમાં તેમના ટ્વિટ્સમાં સૌથી વધારે ઉલ્લેખ @UN, @AbeShinzo, @makeinIndia અને @David_Cameronનો કર્યો.
- કેજરીવાલે 4 ફેબ્રુઆકી 2015થી 22 માર્ચ 2016 સુધી દરરોજ સરેરાશ 7.70 ટ્વિટ કર્યા.
 
 યૂઝર્સને જોવા માટે ચલાવ્યું કેમ્પેન
 
- નવા યૂઝર્સને જોડવા માટે મોદીએ #MakeInIndia, #SwachBharat, #MannKiBaat, #DigitalIndia અને#SelfieWithDaughter જેવા કેમ્પેન ચલાવ્યા.
- મોદી સરકારે મંત્રીઓ અને અધિકારીઓને કમ્યુનિકેશન માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા કહી ચૂકી છે.
 
 આગળની સ્લાઈડ્સમાં વાંચો, વિશ્વમાં ટ્વિટર પર કોણ ક્યાં?
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi to become most followed world leader on social Media after obam terms end
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended