Home »National News »Latest News »National» Sonia Gandhi To Election Campaign In Raebareli

રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર કરશે સોનિયા, 13 ફેબ્રુઆરીએ થશે પ્રિયંકાની રેલી

divyabhaskar.com | Feb 09, 2017, 14:47 PM IST

  • સોનિયા ગાંધી રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર કરશે (ફાઈલ)
લખનઉ. સોનિયા ગાંધીએ ગુરુવારે કહ્યું કે. તે પોતાના વિધાનસભા વિસ્તાર રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકા 13 ફેબ્રુઆરીએ રાયબરેલીથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો ગઢ ગણાતી રાયબરેલી અને અમેઠીની 10 સીટમાંથી સપાએ કોંગ્રેસને 8 સીટ આપી છે.
 
અમેઠીમાં પણ પ્રચાર કરશે પ્રિયંકા ગાંધી
 
- કોંગ્રેસના એક નેતાએ divyabhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું કે પ્રિયંકાના પ્રોગ્રામને પ્રપોઝલ સેન્ટ્રલ પાર્લામેન્ટ્રી કમિટીને મોકલી આપવામાં આવ્યો છે.
- હવે તેના પર પ્રિયંકાની મંજૂરી બાકી છે. પ્રિયંકાનું નામ તો અમારા સ્ટાર કેમ્પેનરના લિસ્ટમાં પહેલાથી જ છે.
- સૂત્રોના કહેવા મુજબ રાયબરેલીમાં 13 ઉપરાંત 14 અને 15 ફેબ્રુઆરીએ પણ પ્રિયંકા કેમ્પેન કરશે. 16,17 અને 18 ફેબ્રુઆરીએ અમેઠીમાં પ્રચાર કરશે.
 
સપા-કોંગ્રેસના ગઠબંધનમાં પ્રિયંકાને છે મહત્વનો રોલ
 
- ઉલ્લેખનીય છે કે યુપી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ-સપા એલાયન્સમાં પ્રિયંકા ગાંધીનો મહત્વનો રોલ છે.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ સીટ ફાળવણીનો મુદ્દો ગૂંચવાયા બાદ પ્રિયંકાએ દિલ્હીથી પોતાના નજીકના વ્યક્તિને અખિલેશને મળવા લખનઉ મોકલ્યો હતો.
- રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે ગઠબંધનને લઈ પ્રિયંકા અને ડિમ્પલ યાદવ વચ્ચે પણ વાતચીત થઈ હતી.
 
સીટોને લઈ અટકી હતી વાત
 
- કોંગ્રેસ-સપામાં અમેઠી-રાયબરેલીની 10 વિધાનસભા સીટને લઈ વાત એટકી હતી.
- ગઠબંધન બાદ બંને પાર્ટીઓ વચ્ચે સહમતિ બની ગઈ. અમેઠી સદર અને ઉંચાહારની 2 સીટ બાદ કરે તમામ 8 સીટ પર કોંગ્રેસ લડી રહી છે.
- બંને જિલ્લાની 10 સીટો પર 2012માં 7 સીટ સપા, 2 કોંગ્રેસ અને 1 સીટ અન્ય પાર્ટી જીતી હતી.
- સપાએ જે 8 સીટ કોંગ્રેસને આપી છે તેમાંથી 7 સીટ પર ગત વર્ષે જીત મળી હતી, તેમાંથી 2 સીટો પર સપા પોતાના કેન્ડિડેટ ઉતારશે.
- અમેઠી રાહુલ ગાંધી અને રાયબરેલી સોનિયા ગાંધીનો મત વિસ્તાર છે.
- બંને પક્ષો વચ્ચે ગઠબંધન બાદ નક્કી થયું કે સપા 298 અને કોંગ્રેસ 105 સીટ પર ચૂંટણી લડશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sonia Gandhi to election campaign in raebareli
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended