Home »National News »Photo Feature» Son Of Yashodhara Raje Got Married To Sandur Family Daughter

MPના મિનિસ્ટર યશોધરાના દીકરાના કર્ણાટકના શાહી પરિવારમાં થયા લગ્ન

divyabhaskar.com | Feb 06, 2017, 14:56 PM IST

  • મરાઠા રીતિરિવાજો સાથે બેંગલોરમાં થયા અક્ષય-કૃતિકાના લગ્ન.
ગ્વાલિયર: એમપીના મિનિસ્ટર અને સિંધિયા રાજઘરાનાની યશોધરા રાજે સિંધિયાના મોટા દીકરા અક્ષય ભણસાલીના રવિવારે બેંગલોરમાં લગ્ન થયા. તેના લગ્ન કર્ણાટકની સંદુર રિયાસતના ઘોરપડે રાજપરિવારની દીકરી કૃતિકા રાજે સાથે થયા. લગ્નમાં ઘણા રાજપરિવારના લોકો પહોંચ્યા.
 
આવી રીતે થયા બેંગલોરમાં લગ્ન
 
- યશોધરા તેમના નાના દીકરા અભિષેક અને દીકરી ત્રિશલા સાથે 4 ફેબ્રુઆરીએ બેંગલોર પહોંચ્યા.
- લગ્નમાં સંદુર રાજઘરાના સાથે જોડાયેલા લોકો, ગ્વાલિયરનો સિંધિયા પરિવાર, નેપાળના રાણા અને ગુજરાતમાં વડોદરાના ગાયકવાડ રાજપરિવાર પણ સામેલ થયા.
 
MTVમાં પ્રોડ્યુસર છે અક્ષય
 
- 38 વર્ષના અક્ષય પિતા ડૉ. સિદ્ધાર્થ ભણસાલી, ભાઈ અભિષેક અને બહેન ત્રિશલાની સાથે USA માં રહે છે.
- અક્ષય MTV માં પ્રોડ્યુસર અને વીજે છે. તેઓ તેમની માતાની મદદ કરવા માટે ભારત પણ આવતા રહે છે.
- માતા યશોધરાના ઇલેક્શન મેનેજમેન્ટની જવાબદારી અક્ષયની રહે છે.
 
સંદુર રિયાસતની રાજકુંવરી છે કૃતિકા
 
- કૃતિકા કર્ણાટકના સંદુ રિયાસતના પ્રિંસ કાર્તિકેય રાજે ઘોરપડેની દીકરી છે. કૃતિકાની માતા અંબિકા રાજે વડોદરાના ગાયકવાડ પરિવારમાંથી આવે છે.
- 28 વર્ષની કૃતિકા લંડનમાં ભણી છે. કૃતિકા ગ્વાલિયરની મહારાણી પ્રિયદર્શિની રાજે સિંધિયા સાથે સંબંધે બહેન થાય છે, કારણકે પ્રિયદર્શિની પણ ગાયકવાડ રાજપરિવારમાંથી છે.
- હવે પ્રિયદર્શિની અને કૃતિકા દેરાણી-જેઠાણી બની ગયા છે.
 
સામાન્ય પરિવારમાં થયા હતા યશોધરાના લગ્ન
 
- અક્ષયની માતા યશોધરા ગ્વાલિયરના સિંધિયા રાજઘરાનાની રાજકુમારી હતી, પરંતુ, મુંબઈમાં અભ્યાસ દરમિયાન તે સમયે કાર્ડિયોલોજીસ્ટ સિદ્ધાર્થ ભણસાલી સાથે તેમની મૈત્રી થઇ.
- રાજમાતા વિજયારાજે અને મોટા ભાઈ માધવરાવની સામે તેમણે ડૉ. સિદ્ધાર્થ ભણસાલી સાથે લગ્નની વાત કરી.
- મા અને ભાઈને આ માટે સંમતિ આપવી પડી. યશોધરા સિંધિયા ગ્વાલિયર રાજઘરાનાની એકમાત્ર સભ્ય બની જેના લગ્ન કોઇ રાજપરિવારમાં ન થયા પરંતુ એક સામાન્ય પરિવારમાં થયા.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ આ રોયલ લગ્નની તસવીરો... 
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Son of Yashodhara Raje got married to Sandur family daughter
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended