Home »National News »Latest News »National» Son Missing For 7 Years Was Living As Tenant In Own House

પોતાના જ ઘરમાં ભાડે રહેતો હતો 7 વર્ષથી ખોવાયેલો દીકરો, ફિલ્મી છે આ સ્ટોરી

divyabhaskar.com | Feb 08, 2017, 16:00 PM IST

  • જૂન 2009 માં શબાના પરવીન નામની મહિલાનો પાંચ વર્ષનો દીકરો રાજૂ ગાયબ થયો હતો.
બેગુસરાય: બિહારના બેગુસરાયમાં એક મા-દીકરાના છૂટા પડવાની અને ફરી તેમના મિલનની એક રસપ્રદ વાત સામે આવી છે. પોતાના દીકરાને શોધી રહેલી માના ચહેરા પર તે સમયે ખુશી છવાઇ ગઇ જ્યારે આઠ વર્ષથી ખોવાયેલો દીકરો તેને મળી ગયો. કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે આ સ્ત્રીનો દીકરો તેના જ ઘરમાં ભાડે રહેતો હતો.
 
જાણો કેવી રીતે બંનેએ એકબીજાને ઓળખ્યા
 
- જૂન 2009 માં શબાના પરવીન નામની મહિલાનો પાંચ વર્ષનો દીકરો રાજૂ ગુમ થઇ ગયો.
- મહિલાએ જણાવ્યા પ્રમાણે, તે વખતે તે રાજૂને લઇને પડોશીને ત્યાં એક કાર્યક્રમમાં ગઇ હતી.
- ત્યાં બહારથી પણ કેટલાક લોકો આવ્યા હતા. ખૂબ ભીડ હતી. તેમણે જણાવ્યું કે તે જ દરમિયાન અચાનક રાજૂ ગાયબ થઇ ગયો.
- તેમણે જણાવ્યું કે ત્યારબાદ તેમણે દીકરાની શોધમાં અજમેરથી લઇને હાજી દરગાહ સુધી જઇને દુઆઓ માંગી હતી.
- તેમણે ઘણા મંદિરોમાં પણ હાથ જોડ્યા, પરંતુ, ન રાજૂ મળ્યો ન તેના વિશે કોઇ ખબર મળી.
 
આવી રીતે મળ્યા છૂટાં પડેલા મા-દીકરો
 
- પરવીને જણાવ્યું કે તેના ઘરમાં એક રિક્ષા ડ્રાઇવર મોહમ્મદ અરમાન રહે છે.
- 20 દિવસ પહેલા બરૌનીમાં ભટકી રહેલા રાજૂએ તેની પાસે કામ માંગ્યું તો મોહમ્મદ તેને પોતાના ઘરે લઇ આવ્યો.
- અહીં રાજૂ અરમાન સાથે રહેવા લાગ્યો અને સવાર થતાં જ ઘરેથી નીકળી જતો અને મોડી સાંજે ઘરે પાછો ફરતો.
- દિવસે ઘરમાં હાજર ન રહેવાને કારણે પરવીન તેને જોઇ નહોતી શકતી, જોકે તેને જાણ હતી કે અરમાન સાથે એક છોકરો રહે છે.
- પરવીનના જણાવ્યા પ્રમાણે, એક દિવસ રાજૂ કામ પર ન ગયો. બપોરે જ્યારે તે જમવાનું માંગવા આવ્યો તો તે ચોંકી ગઇ.
- તેમણે રાજૂને તરત ઓળખી લીધો પરંતુ, રાજૂએ તેને ઓળખવાનો ઇનકાર કરી દીધો.
- ત્યારબાદ પરવીને તેને ફોટો આલ્બમ બતાવ્યો અને તેને તેના બાળપણના મિત્રો બતાવ્યા. ત્યારે તેને યાદ આવ્યું અને તેણે પણ તેની માને ઓળખી લીધી.
 
રાજૂએ જણાવી આ સ્ટોરી
 
- રાજૂએ જણાવ્યું કે નાનપણમાં જ્યારે તે મા સાથે પડોશના કાર્યક્રમમાં ગયો હતો ત્યારે એક કપલ તેને જબરદસ્તી ઉઠાવીને લઇ ગયું હતું.
- રાજૂએ કહ્યું કે તેને નશીલી દવા આપીને રાખવામાં આવતો હતો. જે તેને ઉઠાવીને લઇ ગયા હતા તેઓ તેમના પડોશીઓને તેને પોતાનો દીકરો કહેતા હતા.
- તેણે જણાવ્યું કે ધીરે-ધીરે તે બધું ભૂલી ગયો અને તેણે તે કપલને પોતાના મા-બાપ માની લીધા.
- લગભગ ચાર વર્ષ પછી, એક દિવસ જ્યારે રાજૂ મિત્રો સાથે રમતો હતો ત્યારે કોઇએ તેને જણાવ્યું કે તેના મા-બાપ જૂઠ્ઠું બોલે છે. રાજૂ તેમનો દીકરો નથી.
- ત્યારબાદ રાજૂ ત્યાંથી ભાગી ગયો અને પોતાના અસલી મા-બાપની શોધ કરવા લાગ્યો. તેને ફક્ત એટલું યાદ હતું કે તેનું ઘર રેલ્વે-સ્ટેશન પાસે છે.
- રાજૂએ જણાવ્યું કે ભાગ્યા પછી તે લગભગ ત્રણ વર્ષ સુધી બેગુસરાય રેલ્વે-સ્ટેશનની આસપાસ પોતાના ગામને શોધતો રહ્યો.
- ત્યારબાદ તેણે બાનરસ, અલાહાબાદ, ભટની, દેવરિયા સહિત ઘણા સ્ટેશનો પાસે પોતાના ઘરને શોધ્યું પણ તેને કંઇ જ યાદ ન આવ્યું.
 
આગળની સ્લાઇડમાં વાંચો રાજૂ કેવી રીતે શોધતો હતો પોતાનું ઘર...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Son missing for 7 years was living as tenant in own house
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended