Home »National News »Photo Feature» New Internet Sensation Saima Hussain Was Present In Symbiosis Institute

એક સેલ્ફીથી ઈન્ટરનેટ પર ફેમસ થઈ આ યુવતી, મળી રહ્યાં છે લગ્નનાં પ્રસ્તાવો

divyabhaskar.com | Feb 04, 2017, 10:12 AM IST

  • સાઈમા હુસૈન હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
મુંબઈઃ શાહરુખ ખાન છેલ્લા અમુક દિવસથી પોતાની ફિલ્મ રઈસનું પ્રમોશન કરી રહ્યાં છે. તેની માટે તેઓ પુણે સ્થિત સિમબાયોસિસ કોલેજમાં પણ ગયા હતા. અહીં તેમણે પોતાના પ્રશંસકો સાથે સેલ્ફી લીધી હતી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જોકે તેમની સેલ્ફીને કારણે એક યુવતી ઈન્ટરનેટ પર ચર્ચામાં આવી ગઈ હતી. કોમેન્ટમાં શાહરુખથી વધુ આ યુવતી વિશે લોકો વાત કરતા જોવા મળ્યા હતા.
મિસ્ટ્રી ગર્લ છે કોલેજની સ્ટુડન્ટ....

- શાહરુખ ખાનની સેલ્ફીમાં જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ 21 વર્ષીય સાઈમા હુસૈન છે, તે સિમબાયોસિસ યુનિ.માં ડિઝાઈનિંગની સ્ટુડન્ટ છે.
- સાઈમા મૂળ કાશ્મીરના શ્રીનગરની છે, હાલ તે પોતાના કોર્સના થર્ડ યરમાં છે.
- શાહરુખના પેજ પર તસવીર અંગે કોમેન્ટ કરનારા યૂઝર્સમાંથી ઘણા યુવકોએ સાઈમાને લગ્નના પ્રસ્તાવ મોકલ્યા હતા.
- સાઈમાએ આ અંગે જણાવ્યું કે, મને મારી બેસ્ટ ફ્રેન્ડ થકી જાણવા મળ્યું કે હું ઈન્ટરનેટ પર ફેમસ થઈ ગઈ છું, પહેલા તો આ વાત પર મને વિશ્વાસ ન થયો. જોકે પછી મને ઘણા ફોન અને મેસેજ આવવા લાગ્યા હતા.
- સાઈમાએ જણાવ્યું કે, ઘણા લોકો મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જોકે મને નથી ખબર કોની સાથે કેવી રીતે વાત કરું ?
- સાઈમાએ કહ્યું કે, હું ખુશ છું, પરંતુ આવી પરિસ્થિતિનો હું પહેલી વાર સામનો કરી રહી છું.
- સાઈમાએ એક અંગ્રેજી પોર્ટલને જણાવ્યું કે, ફેસ્ટના તમામ હેડ્સને પ્રથમ લાઈનમાં જવા દીધા હોવાથી હું સેલ્ફીમાં આવી શકી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સાઈમા અને ઈવેન્ટ્સની વધુ તસવીરો..............)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: New internet sensation Saima Hussain was present in Symbiosis Institute
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext