Home »National News »Photo Feature» No One Hurt Or Injured During Incident In Both School Of Bihar State

બિહારની બે સ્કૂલોમાં તિરંગો ફરકાવતી વખતે પોલમાંથી સાપ નીકળ્યા

divyabhaskar.com | Jan 28, 2017, 11:45 AM IST

  • મોતિહારીમાં પોલમાંથી સાંપ નીકળ્યો જ્યારે સિવાનમાં સાંપ ફૂલો સાથે બાળકો વચ્ચે પડ્યો.
પટણા: બિહારની બે સ્કૂલોમાં પ્રજાસત્તાક દિવસે ઝંડો ફરકાવવા દરમિયાન પાઈપમાંથી સાપ નીકળી આવ્યા હતા. આ ઘટનાઓ સિવાન અને મોતિહારીની છે.  સિવાનના ગોરેયાકોઠી બ્લોકની મકતબ મિડલ સ્કૂલમાં ઝંડો ફરકાવવાના ઠીક પહેલાં જે પોલ પર ઝંડો બાંધવામાં આવ્યો હતો તેની ઉપરથી કોબરા બહાર નીકળ્યો હતો અને ઝંડાને વિંટળાઈ ગયો હતો. ઝંડો ફરકાવવાની સાથે ફૂલોની સાથે સાપ બાળકોની વચ્ચે જઇ પડ્યો હતો. થોડી વાર માટે ત્યાં ભાગદોડ મચી ગઇ હતી. 
 
મોતીહારીમાં પણ બની આવી જ ઘટના.....

- મોતિહારીમાં પણ આવી ઘટના થઇ હતી. ઝંડો ફરકાવ્યા બાદ અચાનક લોખંડની પાઇપમાંથી એક કોબરા સાપ નીકળ્યો અને નીચે પડ્યો હતો.
- આ મામલો બાંસઘાટ પંચાયતની વિશુનપુર ગામની મિડલ સ્કૂલનો છે. કહેવાય છે કે ઝંડો ફરકાવવા માટે ઉપયોગમાં લેવાતો પોલ ખોલીને સ્કૂલમાં રખાયો હતો અને સાપ પહેલા તેમાં ઘર બનાવી ચૂક્યો હતો.
- ધ્વજવંદન માટે પોલ ફરી ફિક્સ કરવામાં આવતા સાપ તેમાંથી બહાર નીકળ્યો હતો.
- બંને ઘટનામાં સાપને જોઈ બાળકો ડરી ગયા હતા. બાળકો અને શિક્ષકોના ડરને કારણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
- સિવાનમાં ધ્વજવંદન કરવાની સાથે સાપ ફૂલ સહિત નીચે બાળકોની વચ્ચે પડ્યો હતો, જે પછી બાળકો દુર ભાગી ગયા. શિક્ષકો માટે રાહતની વાત એ હતી કે, કોઈપણ બાળકને બંને ઘટનામાં કંઈ થયું નહોતું.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો........................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: No One Hurt Or Injured During Incident In Both School Of Bihar State
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended