Home »National News »Latest News »National» Smruti Irani Concern Over The Law And Order Over UP Election

જ્યારે મહિલાઓ રિપોર્ટ લખાવવા જાય છે ત્યારે પોલીસ દુષ્કર્મ આચરે છે: સ્મૃતિ

Bhaskar News, Lucknow | Feb 06, 2017, 00:26 AM IST

લખનઉ:કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લખનઉમાં મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યની કાયદો-વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, અહીંની સરકારો મહિલાઓને નજરઅંદાજ કરે છે. મહિલાઓ રિપોર્ટ લખાવા જાય છે ત્યારે પોલીસવાળા તેમના પર સામુહિક દુષ્કર્મ ગુજારે છે.
 
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં મહિલાઓના કેસની તપાસ દરમિયાન પણ તેમનું શોષણ કરવામાં આવ્યું છે. અમારી સરકાર આવશે તો એક હજાર મહિલાઓની અલગ પોલિસ તપાસટીમ બનાવશે. મહિલાઓ 50% મતદાર તરીકે છે, પરંતુ પોલિસમાં મહિલાઓ માત્ર 4% છે. અમારી સરકાર આવશે તો 120 દિવસમાં આશા બહેનોને પેમેન્ટ અપાવશે. છોકરીઓને સ્કૂલે જતા દરમિયાન માર્ગમાં થતી છેડછાડથી બચાવવા માટે એન્ટી રોમિયો ટૂકડી બનાવાશે. અભ્યાસ માટે ચોકરીઓના કિસ્સામાં તેમના ધોરણ પ્રમાણે ખાતેમાં પૈસા જમા કરાવીશું અને 21 વર્ષ પૂરા થતા તેમને આ પૈસા પાછા આપીશું.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો અખિલેશની શિવપાલને સૂચના પક્ષ બનાવશો તો સભ્યપદ જશે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Smruti Irani Concern over the law and order over UP Election
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext