Home »National News »Latest News »National» Sm Krishna Will Join Bjp Soon Said B S Yeddyurappa

પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણા ભાજપમાં જોડાશે, ગત સપ્તાહે છોડી હતી કોંગ્રેસ

divyabhaskar.com | Feb 04, 2017, 12:01 PM IST

નવી દિલ્હી. યુપીએ સરકારમાં ફોરેન મિનિસ્ટર રહેલાં એસએમ કૃષ્ણા ટૂંક સમયમાં બીજેપીમાં જોડાશે. બીજેપીના સીનિયર લીડર બીએસ યેદિયુરપ્પાએ આ ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ કૃષ્ણાએ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. તેમનું કહેવું હતું કે ઉંમરના કારણે તમને પાર્ટીમાંથી નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે.
 
ગત સપ્તાહે છોડી હતી કોંગ્રેસ
 
- ન્યૂઝ એજન્સી મુજબ, યેદિયુરપ્પાએ શનિવારે કહ્યું, એસએમ કૃષ્ણાએ બીજેપીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તેઓ ટૂંક સમયમાં 100% ભાજપમાં જોડાઈ જશે.
- 84 વર્ષીય કૃષ્ણાએ ગત સપ્તાહે જ કોંગ્રેસ છોડી હતી. તેમણે પાર્ટી પર ઉંમરના કારણે નજર અંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો.
- કર્ણાટકના સીએમ રહેલા કૃષ્ણાએ કહ્યું, મને ખુબ દુઃખ થાય છે કે કોંગ્રેસે તેના એક વફાદાર વર્કરને નજરઅંદાજ કરી દીધો અને મારી ઉંમરને આ માટેનું કારણ ગણાવવામાં આવ્યું.
 
કોંગ્રેસ શું કહ્યું
 
- કોંગ્રેસના ડીકે શિવકુમારે કહ્યું કે, એસએમ ક્રિષ્ના પ્રત્યે સૌથી વધારે આદર છે. તેમને ઠેસ પહોંચી હોઈ શકે છે પરંતુ તેવા અપરિપકવ નથી. યેદિયુરપ્પા સદંતર ખોટા છે.
 
કૃષ્ણાએ કહ્યું હતું, કોંગ્રેસને માસ લીડર નહીં, મેનેજર જોઈએ
 
- કૃષ્ણાએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસને હવે માસ લીડરની જરૂર નથી, તેને મેનેજર જોઈએ.
- પોતાના ફેંસલા પર તેમણે કહ્યું હતું કે, મારો ફેંસલો સેલ્ફ રિસ્પેક્ટ અને આત્મ સન્માન સાથે જોડાયેલો છે અને તેના પર પુનઃ વિચાર નહીં કરવામાં આવે.
- મેં દુઃખી થઈને આ નિર્ણય લીધો છે. હું 46 વર્ષ સુધી પાર્ટી સાથે સંકળાયેલો રહ્યો પરંતુ હવે મારા માટે અહીંયા રહેવું સન્માનની વાત નથી.
- ઉલ્લેખનીય છે કે કૃષ્ણા 1968માં પ્રથમવાર સાંસદ બન્યા હતા. તેઓ ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધી બંને સાથે કામ કરી ચૂક્યા છે.
- 1999માં તેમણે કોંગ્રેસને કર્ણાટકમાં જીત અપાવી હતી અને 2004 સુધી રાજ્યના સીએમ રહ્યા હતા. કૃષ્ણા મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Sm Krishna will join bjp soon said b s yeddyurappa
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext