Home »National News »Latest News »National» Shivpal Yadav Says He Will Make New Party

મહેરબાની થઇ કે ટિકિટ આપી દીધી, 11 માર્ચ પછી નવી પાર્ટી બનાવીશું : શિવપાલ

divyabhaskar.com | Jan 31, 2017, 17:13 PM IST

  • શિવપાલ યાદવે મંગળવારે જસવંતનગર વિધાનસભા બેઠક માટે પોતાનું નોમિનેશન ભર્યું. (ફાઇલ)
ઇટાવા (ઉત્તરપ્રદેશ): શિવપાલ યાદવે મંગળવારે કહ્યું કે, તેઓ 11 માર્ચ પછી નવી પાર્ટી બનાવશે. શિવપાલે આ નિવેદન ઇટાવામાં એક મીટિંગ દરમિયાન આપ્યું હતું. તેમના આ નિવેદનથી એ સ્પષ્ટ છે કે સપા પરિવારનું યુદ્ધ હજુ શમ્યું નથી. ચૂંટણીની તારીખો જાહેર થયા પછી પહેલીવાર શિવપાલનું આ પ્રકારનું નિવેદન આવ્યું છે. આ પહેલી તેમણે અહીંયા જસવંતનગર વિધાનસભા બેઠક માટે નોમિનેશન ભર્યું.
 
શિવપાલે કહ્યું- મહેરબાની થઇ કે ટિકિટ આપી દીધી
 
- શિવપાલે કહ્યું- “હમણા અમે ફોર્મ ભરી દીધું છે. આજે અમે જે કંઇપણ છીએ તે નેતાજીના કારણે છીએ.”
- “પરંતુ, ઘણાબધા લોકોએ કહ્યું કે તેઓ જે કંઇપણ છે કે નેતાજીના કારણે છે અને તે જ લોકોએ નેતાજીને અપમાનિત કરવાનું કામ કર્યું છે.”
- “જે જોઇએ તે મારી પાસેથી લઇ લો, પરંતુ નેતાજીનું અપમાન સહન નહીં કરી શકીએ. મરીશું ત્યાં સુધી નેતાજીની સાથે રહીશું. તેમનો આદેશ માનીશું.”
- “અમે જાણીએ છીએ કે સમાજવાદી પાર્ટીમાં પણ વિશ્વાસઘાત કરનારા લોકો છે. તેમનાથી સાવચેત રહેવાની જરૂર છે.”
- “મહેરબાની થઇ ગઇ કે ટિકિટ આપી દીધી, ફોર્મ એ અને બી આપી દીધું. નહીતર અપક્ષમાં રહીને ચૂંટણી લડવી પડતી.”
- “અમે લોકો તો મોટાભાગે વિપક્ષમાં રહ્યા છીએ. બીજેપી, બીએસપી અને કોંગ્રેસને ત્યારે હરાવ્યા છે જ્યારે અમારી પાસે કોઇ સાધન ન હતું.”
- “આજથી 6 મહિના પહેલા કોંગ્રેસની શું હાલત હતી? ફક્ત 4 બેઠકો જીત્યા. કોને ફાયદો થયો? કોંગ્રેસને આપી દીધી, ટિકિટ અમારા લોકોની કપાઇ.”
 
કોંગ્રેસ વિરુદ્ધ ફોર્મ ભરવા માટે કહી ચૂક્યાં છે મુલાયમ
 
- આ પહેલા સોમવારે દિલ્હીમાં મુલાયમ સિંહે પક્ષના કર્મચારીઓ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે “તમે લોકો કોંગ્રેસના 105 ઉમેદવારો વિરુદ્ધ ફોર્મ ભરો. હું કોંગ્રેસ-સપા ગઠબંધન માટે પ્રચાર નથી કરવાનો.”
- “મેં આખું જીવન સપાને કોંગ્રેસ વિરુદ્ધ ઊભી કરવામાં હોમી દીધું. હું હજુપણ આ ગઠબંધન વિરુદ્ધ અખિલેશને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું.”
- “આ ગઠબંધન પાર્ટીને ખતમ કરી દેશે. 105 બેઠકો પર અમારા નેતાઓ અને વર્કર્સ શું કરશે? બધાએ મહેનત કરી હતી, હવે તેમનું શું થશે? હું પાર્ટીને ખતમ નહી થવા દઉં.”
 
મુલાયમ ગઠબંધનની વિરુદ્ધ હતા
 
- રવિવારે રાહુલ-અખિલેશની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ અને રોડ શૉ પછી મુલાયમે એક ન્યુઝ એજન્સી સાથે વાતચીત કરી હતી.
- તેમણે કહ્યું હતું, “હું આ સમાધાનની વિરુદ્ધ છું. હું પ્રચારમાં પણ ભાગ નહી લઉં. હું કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ આ ગઠબંધનની વિરુદ્ધ ઊભા થાય અને લોકો સુધી પોતાની વાતને પહોંચાડે.”
- “સપા તો પોતાના દમ પર લડતી તો પણ ચૂંટણી જીતી જાત. આ ગઠબંધનની તો જરૂરિયાત હતી જ નહી.”
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shivpal yadav says he will make new party
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext