Home »National News »Latest News »National» Know About Mastermind Behind Sanjay Leela Bhansali Slapped On Padmavati Sets

ફૂલન દેવીના હત્યારાએ કરાવ્યો હતો ભણસાલી પર હુમલો, તૈયાર હતી 'સ્ક્રિપ્ટ'

Avinash Srivastav/ Amrit Pal Sinh | Feb 03, 2017, 16:17 PM IST

ચિત્તોડગઢ/ભોપાલ:27 જાન્યઆરી 2017ના રોજ  ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી સાથે જે ઘટના ઘટી તેની સ્ક્રિપ્ટ 33 દિવસ પહેલા જ ચિત્તોડગઢથી 310 કિમી દૂર લખવામાં આવી હતી. divyabhaskar.com ની તપાસમાં જાણવા મળ્યું કે ભણસાલી પર કરવામાં આવેલો હુમલો પૂર્વ આયોજિત હતો અને તેનો સૂત્રધાર શેર સિંહ રાણા છે. રાણા દસ્યુ સુંદરીથી સાંસદ બનેલી ફૂલન દેવીની હત્યા મામલે આરોપી છે. રાણાએ ત્યારે જે કહ્યું હતું તે એક વીડિયોમાં રેકોર્ડ થયું હતું. જ્યારે આ મામલે રાણા સાથે વાત કરવામાં આવી તો તેણે કબૂલ કર્યુ કે જયપુરમાં બનેલી ઘટના તેના ઇશારા પર કરણી સેના દ્વારા કરવામાં આવી હતી. રાણાએ એવું પણ કહ્યુ કે, 'જો ભણસાલી નહીં માને તો તેને સાથે કંઇપણ થઇ શકે છે.'
 
શેર સિંહે સભામાં કહ્યું હતું- નહીં સમજે તો થપ્પડ પડશે
 
24 ડિસેમ્બર 2016ના રોજ ચિત્તોડગઢમાં ભણસાલી પર હુમલો કરનાર રાજપૂત કરણી સેના દ્વારા જૌહર સ્વાભિમાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અફઘાનિસ્તાનથી પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિ લાવ્યા હોવાનો દાવો કરનાર શેર સિંહ રાણા ચીફ ગેસ્ટ તરીકે હાજર હતો. તેની સાથે કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવી, જયપુરની રોયલ ફેમીલીના સદસ્ય અને વિધાયક દીયા કુમારી સહીત રાજપૂત સમાજના નામી ચેહેરાઓ હાજર હતા. ચિત્તોડના સેંતી સ્થિત ઉત્સવ વાટિકામાં આયોજિત આ કાર્યક્રમમાં રાણાએ કહ્યું હતું કે, 'મેં પદ્માવતી ફિલ્મ સંબંધે પ્રોડ્યુસરને સાફ કહી દીધું હતું કે જો ફિલ્મમાં કઇંપણ ખોટુ લાગશે તો તે સહન નહી કરવામાં આવે. તે કોઇ ધરણા પ્રદર્શન નહીં કરે, પરંતુ મુંબઇ જઇને થપ્પડ મારશે.'
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો કોણ છે શેર સિંહ રાણા, તિહાડ જેલમાંથી થયો ફરાર,  અફઘાનિસ્તાનથઈ લાવ્યો પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિઓ
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know About Mastermind Behind Sanjay Leela Bhansali Slapped On Padmavati Sets
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext