Home »National News »Latest News »National» Shashikala Terms OPS As Betrayer

33 વર્ષમાં પન્નીરસેલ્વમ જેવા 1000 જોયા, તેનાથી ડરતી નથી: શશિકલા

divyabhaskar.com | Feb 13, 2017, 17:06 PM IST

ચેન્નાઈ: તામિલનાડુ સરકારના ગઠનનો હાલ તૂર્ત કોઈ ઉકેલ આવતો નથી દેખાતો. AIADMKના મહાસચિવ શશિકલા નટરાજે સોમવારે કહ્યું કે, 33 વર્ષમાં 1000 પન્નીરસેલ્વમ જોયાં છે. એટલે ડરતી નથી. બીજી બાજુ, મદ્રાસ હાઈકોર્ટમાં ધારાસભ્યોની હેબિયસ કોર્પ્સની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 

દગાખોર પન્નીરસેલ્વમનો રંગ સામે આવ્યો: શશિકલા 
 
- AIADMKના મહાસચિવ શશિકલાએ સોમવારે પોએસ ગાર્ડન ખાતેના નિવાસસ્થાન બહાર સમર્થકોને સંબોધિત કર્યાં હતાં. 
- શશિકલાના કહેવા પ્રમાણે, દગાખોર પન્નીરસેલ્વમનો ખરો રંગ બહાર આવ્યો છે. સત્ય તમારી સમક્ષ આવવું જોઈએ.
- પન્નીરસેલ્વમે મને ત્યારે પદભાર સંભાળવા માટે કહ્યું. પરંતુ હું શોકમાં હતી એટલે મેં ઈન્કાર કર્યો. પરંતુ હવે જ્યારે પાર્ટીના ભવિષ્ય પર જોખમ ઊભું થયું છે, ત્યારે હું મક્કમ બની છું. 
- 33 વર્ષમાં પન્નીરસેલ્વમ જેવા 1000 જોયાં છે. તેનાથી ડરતી નથી. 
- અમ્માના નિધન બાદ શરૂ થયેલી પાર્ટીને તોડવાની પ્રવૃત્તિ મારા ધ્યાને આવી. પરંતુ, પાર્ટીને તોડવાનો કોઈ પ્રયાસ સફળ નહીં થાય. 
- શશિકલા કેમ્પના અપ્સરા રેડ્ડીના કહેવા પ્રમાણે, "OPS ગમે તેવા ગતકડાં કરી લે. પરંતુ 100 ટકા શશિકલા મુખ્યપ્રધાન બનશે અને જયલલિતાના વારસાને આગળ ધપાવશે." 

મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી 

- દરમિયાન મદ્રાસ હાઈકોર્ટને AIADMKએ જણાવ્યું કે, પોલીસ તથા રેવેન્યુ ઓફિસર્સે ગોલ્ડન બે રિઝોર્ટમાં 119 ધારાસભ્યોના નિવેદન લીધા છે. 
- દરમિયાન AIADMKના પ્રવક્તા વઈગઈ છેલવને વધુ એક વખત દાવો કર્યો કે, બહુમત શશિકલા સાથે છે. અને તેઓ જ મુખ્યપ્રધાન બનશે. 
- AIADMKનો દાવો છે કે, સોમવારે રાજ્યપાલ તેમના ધારાસભ્યોને બોલાવી શકે છે. જ્યારે પન્નીરસેલ્વમ પાસે સાત જ ધારાસભ્યો છે. 
- મદ્રાસ હાઈકોર્ટમાં બંદી પ્રત્યક્ષીકરણ (habeas corpus)ની અરજીદાખલ કરવામાં આવી હતી. 
- ગત સુનાવણી વખતે અરજદારે દાવો કર્યો હતો કે, ધારાસભ્યોને ગોંધી રાખવામાં આવ્યા છે. તથા વિરોધમાં વીસ ધારાસભ્યોએ અન્ન-જળનો ત્યાગ કર્યો છે.  
 - દરમિયાન સત્તા પંચાયત ઈક્કમના વકીલ જી.એસ. મણિએ શશિકલાના મામલે સુપ્રિમ કોર્ટમાં કેવિએટદાખલ કરી છે. 
- મણિની માંગ છેકે આ મુદ્દે શશિકલાને સાંભળતા પહેલા તેમને સાંભળવામાં આવે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shashikala terms OPS as betrayer
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended