Home »National News »Latest News »National» Apex Court To Deliver Verdict On DA Case Againt Shashikala

શશિકલા મહેલમાંથી જશે જેલમાં, 4 વર્ષની સજા યથાવત્, 8 મિનિટમાં ફેંસલો

divyabhaskar.com | Feb 14, 2017, 18:35 PM IST

નવી દિલ્હી:શશિકલા સામે 21 વર્ષ જૂના આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. બે જજોની બેન્ચે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. શશિકલાને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જેના પગલે શશિકલા આગામી 10 વર્ષ સુધી સત્તાની ધૂરા નહીં સંભાળી શકે. શશિકલાએ હવે 4 વર્ષ સુધી જેલમાં જવું પડશે. સુપ્રીમના જજ પિન્કી ચંદ્રા અને અમિતાવ રોયે પરસ્પર ચર્ચા કરીને 8 મિનિટમાં જ ફેંસલો સંભળાવી દીધો હતો.
 
ચુકાદા બાદના વિકલ્પોની સ્થિતિ
 
શશિકલા દોષિત ઠરતા તેઓ મુખ્યપ્રધાન બની નહીં શકે. ટ્રાયલ કોર્ટની ચાર વર્ષની જેલની સજાને સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખ્યો હતો. જસ્ટિસ ઘોષ તથા જસ્ટિસ રોયે એકમતે આ ચુકાદો આપ્યો હતો. બેન્ચે બેંગલુરૂની ટ્રાયલ કોર્ટ સમક્ષ તાત્કાલિક આત્મસમર્પણ કરવા શશિકલાને નિર્દેશ આપ્યો છે. એક શક્યતા છે કે, ગોલ્ડન-બે રિસોર્ટમાં રહેલા ધારાસભ્યોને 'મુક્ત' કરાવવા અભિયાન હાથ ધરે અને તેઓ OPSએ સ્થિતિમાં વિજેતા સાબિત થાય. બીજી શક્યતા છે કે, શશિકલા દ્વારા કોઈ વિશ્વાસુ માણસને મુખ્યપ્રધાનપદે બેસાડવામાં આવે. આ સંજોગોમાં પાર્ટીમાં ફૂટ પણ પડી શકે છે. જો બંને જૂથો દ્વારા સરકાર બનાવવાનો દાવો કરે તો પાર્ટીમાં ફૂટને ટાળી નહીં શકાય. એટર્ની જનરલના અભિપ્રાય પ્રમાણે, રાજ્યપાલે બંને જૂથોને બહુમત સાબિત કરવા તક આપવી જોઈએ.
 
શશિકલાને લાગ્યું 10 વર્ષનું સત્તા ગ્રહણ
 
શશિકલાને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ પ્રમાણે, સજા ભોગવ્યા બાદ વધુ છ વર્ષ સુધી તેઓ ચૂંટણી લડી શકે નહીં. આમ શશિકલા આગામી દસ વર્ષ સુધી સત્તા પર નહીં આવી શકે. જોકે, ચાર વર્ષ બાદ બહાર આવીને 'પ્રોક્સી' બેસાડી શકે છે. 
 
તામિલનાડુમાં તણાવભરી સ્થિતિ

મંગળવારે સવારે તામિલનાડુમાં સસ્પેન્સનો માહોલ જોવા મળ્યો. જોકે, ચુકાદા બાદ આ માહોલ તણાવમાં ફેરવાઈ ગયો હતો. અહીં AIADMK કાર્યાલયની બહાર તથા ગોલ્ડન-બે રિસોર્ટની બહાર ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચેન્નાઈના પોએસ ગાર્ડન નિવાસસ્થાન ખાતે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. AIADMK મુખ્યાલયે પણ ચાંપતી સુરક્ષા ગોઠવવામાં આવી છે. 
 
પન્નીરસેલ્વમ જૂથમાં આનંદનો માહોલ

આવકથી વધુ સંપત્તિના કેસમાં શશિકલા સામે ચૂકાદો આવ્યા બાદ પન્નીરસેલ્વમ જૂથમાં આનંદનો માહોલ છે. પન્નીરસેલ્વમના ઘરની આગળ સમર્થકો ખુશી મનાવી રહ્યા છે. ઢોલ-નગારા અને આતશબાજી સાંભળવા મળ્યા હતા. જ્યારે ગોલ્ડન-બે રિસોર્ટ બહાર ફટાકડાં લઈને પહોંચેલા શશિકલા કેમ્પના સમર્થકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. 

આવક કરતાં વધુ સંપત્તિનો મામલો 

શશિકલા સામે આવક કરતાં વધુ સંપત્તિનો (disproportionate assets, DA) કેસ સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યો.આ કેસમાં જયલલિતા, શશિકલા, તેમના બે સંબંધી વી.એન. સુધારન અને ઈલાવરસી સહિત ચાર લોકો આરોપ હતા. જોકે, જયલલિતાનું નિધન થઈ ગયું હોવાથી તેમનું નામ કાઢી નાખ્યું હતું. 

કેસની સુનાવણી પ્રભાવિત ન થાય તે માટે તામિલનાડુની બહાર બેંગલુરૂમાં આ કેસની સુનાવણી થઈ હતી. ટ્રાયલ કોર્ટે વર્ષ 2014માં જયલલિતા તથા શશિકલાને દોષિત ઠરવ્યા હતા. તેમને ચાર વર્ષની સજા ફટકારી હતી અને રૂ. 100 કરોડનો દંડ ફટકાર્યો હતો. હાઈકોર્ટે મે 2015માં જયા તથા શશિકલા સહિત ચાર દોષિતોને નિર્દોષ જાહેર કર્યા હતા. શશિકલા પર 32 ખોખા કંપનીઓ ઊભી કરીને રૂપિયા સગેવગે કરવાનો આરોપ છે.  
 
સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કર્યો હતો કેસ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Apex court to deliver verdict on DA case againt Shashikala
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended