Home »National News »Latest News »National» Jdu Leader Sharad Yadav Said Beti Ki Izzat Se Vote Ki Izzat Badi Hai

'દીકરીની ઈજ્જતથી પણ કિંમતી છે વોટ,' જેડીયૂ નેતાનું વિવાદિત નિવેદન

divyabhaskar.com | Jan 25, 2017, 11:48 AM IST

  • એએનઆઈ ન્યૂઝ એજન્સીએ બુધવારે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં શરદ યાદવ આ નિવેદન આપતાં નજરે પડે છે. ફાઈલ
પટણા. જેડીયૂના પૂર્વ નેશનલ પ્રેસિડેન્ટ શરદ યાદવે કહ્યું છે કે, ‘દીકરીની ઈજ્જતથી વોટની ઈજ્જત વધારે છે.’ યાદવે આ નિવેદન મંગળવારે અહીંયા લોકો વચ્ચે આપ્યું હતું. તેમણે કહ્યું, ‘દીકરીની ઈજ્જત જશે તો ગામ-મહોલ્લાની ઈજ્જત જશે, પરંતુ એકવાર વોટ વેચાઈ જશે તો દેશની ઈજ્જત જવાની સાથે આગામી સપના પૂરા નહીં થઈ શકે.’ યાદવે રાજકારણના સ્તર અને પૈસાના જોરે વોટની ખરીદી પર ચિંતા વ્યકત કરી.
 
- એએનઆઈ ન્યૂઝ એજન્સીએ બુધવારે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં શરદ યાદવ આ નિવેદન આપતાં નજરે પડે છે.
- યાદવે કહ્યું, બેલેટ પેપર અંગે હવે મોટા પાયે સમજી લેવાની જરૂર છે કે દીકરીની ઈજ્જત કરતાં વોટની ઈજ્જત વધારે છે.
- રૂપિયાના જોરે આજકાલ વોટને ખરીદવામાં અને વેચવામાં આવે છે.
 
શરદ યાદવની સ્પષ્ટતા
 
વિવાદને વધતો જોઈ શરદ યાદવે સ્પષ્ટતા કરી હતી કે, મેં કંઈ ખોટું નથી કહ્યું. વોટ અને દીકરી પ્રત્યે પ્રેમ અને મહોબત એક જેવી જ હોવી જોઈએ.  જેવી રીતે દીકરીને પ્રેમ કરો છો તેવો જ વોટ સાથે હોવો જોઈએ. ત્યારે દેશ અને સરકાર સારી બનશે.
 
મહિલા આયોગે મોકલી નોટિસ
 
દીકરીઓની વોટ સાથે સરખામણી કરવા બદલ રાષ્ટ્રીય મહિલા આયોગે શરદ યાદવનો નોટિસ મોકલી છે.
 
યુપી ચૂંટણી નહીં લડે JDU
 
શરદ યાદવના વિવાદાસ્પદ નિવેદન બાદ જેડીયૂ દ્વારા આજે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નહીં લડવાનું જાહેર કરવામાં આવ્યું છે. 
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, વીડિયો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: jdu leader sharad yadav said beti ki izzat se vote ki izzat badi hai
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended