Home »National News »Latest News »National» Shalabhkumar Gave Highest Donation To Donald Trump

આ ભારતીયે ટ્રમ્પને આપેલું કોરોડોનું ડોનેશન, પાક વિરુદ્ધ ઉઠાવેલા પગલાં

divyabhaskar.com | Jan 21, 2017, 11:33 AM IST

નવી દિલ્હી: 70 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45 મા રાષ્ટ્રપતિપદની શપથ લઇ લીધી છે. ટ્રમ્પને વ્હાઇટ હાઉસ સુધી પહોંચાડવા માટે ભારતીય મૂળના ઉદ્યોગપતિ શલભકુમારનો પણ ઘણો મોટો હાથ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન શલભે ટ્રમ્પને આશરે 10 લાખ ડોલરનું (લગભગ 6 કરોડ રૂપિયા) ડોનેશન આપવાની જાહેરાત કરીને સનસનાટી ફેલાવી દીધી હતી. શલભ રિપબ્લિકન હિંદુ કોઆલિશનના સ્થાપક છે.
 
 
કોણ છે શલભકુમાર?
 
- અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે મહત્તમ સાડા ચાર લાખ રૂપિયાનું જ ડોનેશન આપી શકાય છે.
- શલભનો જન્મ અમૃતસરમાં થયો હતો. તેમના પિતા એક સિવિલ સર્વન્ટ હતા. શલભકુમાર 20 વર્ષોથી અમેરિકામાં રહે છે.
- શલભકુમારે ચંદીગઢની પંજાબ એન્જિનિયરિંગ કોલેજ અને પછી ઇલિલાઇઝ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું છે.
- તેમણે એવીજી એડવાન્સ ટેક્નોલોજીસ કંપનીની સ્થાપના કરી છે. આ કંપની ઓટોમેશન કંટ્રોલ, સેમી કંડક્ટર્સ, ટેલિકોમ્યુનિકેશન્સ જેવા ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે.
 
જીત પછી ત્રણ વાર આવી ચૂક્યાં છે ભારત
 
- પોતાની ટ્વીટર ટાઇમલાઇન પર સૌથી ઉપર રાખેલા ટ્વીટમાં શલભકુમારે એવો દાવો કર્યો છે કે તેમણે 65% હિંદુઓને ટ્રમ્પને મત આપવા માટે રાજી કર્યા હતા.
- શલભને વડાપ્રધાન મોદીના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. ટ્રમ્પની જીત પછી શલભ ત્રણ વાર ભારત આવી ચૂક્યા છે.
- તાજેતરના ભારત પ્રવાસ પછી તેમણે બાબા રામદેવ સાથે તેમની તસવીર મુકી હતી. ટ્વીટમાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની દીકરી ઇવાન્કાને પણ ટેગ કરી હતી.
- તેમણે પોતાની ટ્વીટમાં અમેરિકામાં યોગ સાથે સંકલિત એક લાખ નોકરીઓ ઊભી કરવાની વાત કરી છે. ઉપરાંત, ભારત-અમેરિકા વચ્ચેના બિઝનેસને 10 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 
પાકિસ્તાનને ભંડોળ અપાતું અટકાવવા કરેલો પ્રચાર
 
- 2011 માં ઓસામા બિન લાદેનના મૃત્યુ પછી શલભે ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી પાસે એક અરજી પર સહી કરાવડાવી હતી.
- તેમાં અમેરિકા દ્વારા પાકિસ્તાનને અપાતી તમામ સહાયક રકમમાં કાપ મુકવાની માંગ કરી હતી.
- ઉલ્લેખનીય છે કે તેમના દીકરા વિક્રમાદિત્યએ 2007 માં મિસ ઇન્ડિયા પૂજા ચિતગોપેકર સાથે લગ્ન કર્યા હતા. ન્યુઝીલેન્ડમાં થયેલા આ લગ્નને સૌથી શાનદાર લગ્ન કહેવામાં આવ્યા હતા.  
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shalabhkumar gave highest donation to donald trump
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext