Home »National News »Latest News »National» Shaheera Tops In Jkbose Class 12 Borad Exam

J&K: આતંકી બુરહાન ભણ્યો તે સ્કૂલની શાહિરાએ બોર્ડ એક્ઝામમાં કર્યું ટોપ

divyabhaskar.com | Feb 02, 2017, 13:06 PM IST

  • શાહિરાએ 500માંથી 498 માર્ક મેળવી કાશ્મીરમાં ધો.12 બોર્ડમાં ટોપ કર્યું. બુરહાન વાની જે સ્કૂલમાંથી ભણ્યો ત્યાંથી શાહિરા ભણી છે.
શ્રીનગર. કાશ્મીરમાં આતંકનો પર્યાય ગણાતો બુરહાન વાની જે સ્કૂલમાં ભણ્યો તે જ સ્કૂલની શાહિરાએ કાશ્મીરમાં ધો.12 બોર્ડની એકઝામમાં ટોપ કર્યું છે. તેણીએ 500માંથી 498 માર્કસ મેળવ્યા છે. બોર્ડમાં ટોપ કર્યા બાદ શાહિરાએ તમામ ટીચર્સનો આભાર માન્યો હતો.
 
આજે જાહેર થયું પરિણામ
 
- JKBOSE એટલે કે જે એન્ડ કે બોર્ડ સ્કૂલ એજ્યુકેશન ઈન્ડિયાના ધો 12 બોર્ડના આજે પરિણામ જાહેર થયા છે.
- તેમાં ટોપ કરનારી છોકરીનું નામ શાહિરા છે.
- કાશ્મીરમાં આતંકનો પર્યાય ગણાતાં બુરહાન વાનીએ જે સ્કૂલમાંથી અભ્યાસ કર્યો ત્યાં જ શાહિરા ભણી છે.
- શાહિરાએ 500માંથી 498 માર્ક્સ મેળવ્યા છે. 18 વર્ષીય શાહિરા પુલવામાની રહેવાસી છે.
- શાહિરા હવે NEETની એકઝામ આપવા માંગે છે.
 
દીકરીની સફળતા પર શું કહ્યું પિતાએ
 
શાહિરાના પિતાએ કહ્યું કે, અમે હંમેશા તેને રેગ્યુલર મહેનત કરવાની સલાહ આપી હતી. ભવિષ્યમાં પણ તે સારો દેખાવ કરશે તેવી આશા છે.
 
J&Kબોર્ડમાં છોકરીઓએ માર્યું મેદાન
 
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે કાશ્મીર બોર્ડમાં ધો.12માં 28,800 છોકરા અને 24,359 છોકરીઓએ એકઝામ આપી હતી. જે પૈકી 21,586 છોકરા અને 18,533 છોકરીઓ પાસ થઈ. છોકરાઓની પાસ થવાની ટકાવારી 74.95 ટકા અને છોકરીઓની ટકાવારી 76.08 ટકા રહી. JKBOSE બોર્ડમાં પણ છોકરીઓએ મેદાન માર્યું
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shaheera tops in jkbose class 12 borad exam
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended