Home »National News »Latest News »National» Self Defense Is Last Option If Life In Danger Said Supreme Court

જીવ જોખમમાં હોય ત્યારે આત્મરક્ષા જ વિકલ્પ : સુપ્રીમ

Pavan Kumar, New Delhi | Feb 04, 2017, 01:41 AM IST

નવી દિલ્હી:26 વર્ષ જૂના ડબલ મર્ડરમાં 13.6 વર્ષથી જેલમાં સજા વિતાવી રહેલા આરોપી સુરેશ સિંઘલને સુપ્રીમકોર્ટે નિર્દોષ મુક્ત કર્યો છે. જ્યારે બીજી હત્યામાં તેને દોષી માન્યો છે. ભોગવેલી સજાને પૂરતી માનીને તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ એલ. નાગેશ્વર રાવની બેન્ચે નિર્ણયમાં ટિપ્પણી કરતાં કહ્યું કે ભારતના બંધારણ પ્રમાણે જ્યારે કોઇ વ્યક્તિનો જીવ સંકટમાં હોય ત્યારે તે સમયે તેની પાસે એક વિશેષ આત્મરક્ષણનો અધિકાર હોય છે. પરિસ્થિતિઓથી મજબૂર થઇને જો જીવ લેવા આવેલા હુમલાખોરની હત્યા થઇ જાય તો તેમાં કોઇને પણ દોષી ગણી શકાય નહીં. પરંતુ તે પરિસ્થિતિ પર આધાર રાખે છે. એ વાત સાબિત કરવી પડે છે કે કોઇનો જીવ સંકટમાં હતો.
 
સુપ્રીમકોર્ટે સિંઘલને કિશનલાલની હત્યાને આત્મરક્ષાના અધિકારનો કેસ ગણ્યો. જ્યારે આ ઘટનામાં માર્યા ગયેલા બીજા ભાઇ શ્યામસુંદરનું મોત હત્યા ગણવામાં આવી. આ કેસમાં સિંઘલને દોષી ગણવામાં આવ્યો. આ પછી કોર્ટે કહ્યું કે આરોપી સિંઘલે આ કેસમાં સાડા 13 વર્ષની જેલની સજા ભોગવી છે માટે કોર્ટ શ્યામસુંદરની મોતના કેસમાં તેને પૂરતી માને છે. જ્યારે કિશનલાલની હત્યા આત્મરક્ષણ માટે કરી હોવાથી તે કેસમાં તેને નિર્દોષ ગણવામાં આવ્યો.
 
કેસ આ હતો
 
દિલ્હી પોલીસ પ્રમાણે ઘટના 4 માર્ચ 1991ની છે. સુરેશ સિંઘલને પોતાની એક પ્રોપર્ટી નાંગલોઇના રાજેન્દ્રપાર્કમાં પ્રોપર્ટી ડીલર શ્યામસુંદર દ્વારા કોઇને વેચી હતી. બંને વચ્ચે કોઇ બાબતે વિવાદ થયો હતો. બીજા એક પ્રોપર્ટી ડીલર લાલા હરિકિશનદાસે તેમને પોતાના કાર્યાલયમાં બોલાવ્યા. અહીંયા બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. આ સમયે સિંઘલે પોતાની રિવોલ્વર દ્વારા ગોળી ચલાવીને શ્યામસુંદર અને તેના ભાઇ કિશનલાલની હત્યા કરી હતી. આ કેસમાં નીચલી કોર્ટે હત્યામાં દોષી માનીને તેને સજા ફટકારી હતી. દિલ્હી હાઇકોર્ટે 1 સપ્ટેમ્બર 2010માં આ સજા ચાલુ રાખી. જે પછી સુરેશે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો ચાર્જશીટ પછી જજ તપાસનો આદેશ ન આપી શકે
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Self defense is last option if life in Danger said Supreme Court
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext