Home »National News »Latest News »National» Security Guard Of Hardik Patel Fined For Carrying Gun On Flight

હાર્દિક પટેલના સિક્યોરિટી ગાર્ડને ફ્લાઇટમાં રિવોલ્વર લઇ જવા માટે દંડ

divyabhaskar.com | Feb 04, 2017, 17:19 PM IST

  • હાર્દિક પટેલના સિક્યોરિટી ગાર્ડને ફ્લાઇટમાં રિવોલ્વર લઇ જવા માટે દંડ,  national news in gujarati
ઉદયપુર: ગુજરાતના પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલના અંગત સિક્યોરિટી ગાર્ડને તેની હેન્ડબેગમાં રિવોલ્વર અને કારતૂસો રાખવા માટે ઉદયપુર એરપોર્ટ પર દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે ફ્લાઇટમાં ચડતા પહેલા તેની પાસે રહેલી રિવોલ્વર અને જીવંત કારતૂસોને તેના સામાનમાં રાખવાને બદલે હેન્ડબેગમાં રાખી હતી.
 
રિવોલ્વર સામાનમાં રાખવાની હતી પણ હેન્ડબેગમાં મુકી
 
- વલ્લભનગર (ઉદયપુર) ના ડીએસપી ઘનશ્યામ શર્માએ જણાવ્યું કે, સતીશકુમારે ઉદયપુરના દબોક એરપોર્ટ પરથી દિલ્હી માટેની ફ્લાઇટમાં ચડતા પહેલા તેમની પાસે રહેલી લાઇસન્સ્ડ રિવોલ્વર અને કારતૂસોની જાહેરાત કરી હતી.
- તેણે આ ચીજો તેના સામાનમાં રાખવાની હતી પરંતુ તેના બદલે તેણે તેમને પોતાની હેન્ડબેગમાં મુકી.
- સતીશની પાસે એક રિવોલ્વર અને 16 કારતૂસો હતી. તેની તલાશી દરમિયાન CISF ને આ ચીજો મળી આવી હતી અને તેમણે એરપોર્ટ ઓથોરિટી અને પોલીસને આ બાબતની જાણ કરી હતી.
- શર્માએ જણાવ્યું કે, શરૂઆતની પૂછપરછ પછી પોલીસે તેને જવાની પરવાનગી આપી હતી પરંતુ, એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ તેને દંડ ફટકાર્યો હતો.
- પછીથી તેને બીજી ફ્લાઇટમાં ચડવાની પરવાનગી આપવામાં આવી હતી.
- કુમાર ઉદયપુરથી અમદાવાદ રોડમાર્ગે આવ્યો હતો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Security guard of Hardik Patel fined for carrying gun on flight
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext