Home »National News »Photo Feature» Temple Committee Found More Than 14 Lakh Rupees In Three Days

ખાનગી તિજોરીમાં હતો ખજાનો, મહંતના ખાસ રૂમમાંથી મળ્યા લાખો રૂપિયા

divyabhaskar.com | Feb 05, 2017, 11:17 AM IST

  • બીજી વખતમાં રૂમમાંથી 7.81 લાખ રૂપિયા રોકડા તથા ચાંદીના ઘરેણાં-વાસણ મળી આવ્યા હતા.
પુષ્કરઃ બ્રહ્મા મંદિરના દિવંગત મહંત સોમપુરીના તિજોરી કક્ષમાંથી મોટા માત્રામાં રૂપિયા મળી આવ્યા હતા. આ કક્ષમાંથી 7.81 લાખ રૂપિયા રોકડા તથા ચાંદીના ઘરેણાં-વાસણ મળી આવ્યા હતા. આ ઉપરાંત 12 બોરની બંદૂકના 18 કારતૂસ પણ મળ્યા હતા. મંદિર સાથે જોડાયેલી બહુમૂલ્ય સંપત્તિ અને અમુક મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ મળ્યા છે. તમામ વસ્તુને મંદિર પ્રબંધ કમિટીએ લિસ્ટ બનાવી કબજામાં લીધી હતી. આ અગાઉ તિજોરી કક્ષમાંથી જ બે દિવસ પહેલા 7.13 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા.
મહંતના રૂમ નંબર 18 માંથી મળ્યો ખજાનો....

- સોમપુરીના નિધન બાધ સર્જાયેલા મહંતાઈ વિવાદ બાદ રાજ્ય સરકારે જીલ્લા કલેક્ટરના નેતૃત્વમાં રચેલી કમિટી જ મંદિરની સંપત્તિઓની સંભાળ રાખી રહી છે.
- આ જ કમિટીએ કલેક્ટરના આદેશ પર મંદિર પરિસરમાં સ્થિત દિવંગત મહંત સોમપુરીની તિજોરી કક્ષ રૂમ નંબર 18 ના તાળા બીજીવાર ખોલ્યા હતા. 
- આ સમયે 12 બોરની બંદૂકના 18 કારતૂસ બેલ્ટમાં મળી આવ્યા હતા.
- તપાસ સમયે હાજર પોલીસ જવાનોએ જીવતા કારતૂસ હોવાની પૃષ્ટિ કરી હતી.
-  મહંતના નામે બે બંદૂકના લાઈસન્સ હતા, જે એક્સપાયર થયા બાદ તેને પોલીસ પાસે જમા કરાવી દેવામાં આવી હતી. પરંતુ કારતૂસ નહોતા જમા કરાવવામાં આવ્યા.
- રૂમમાંથી મળેલા 7.81 લાખને ગણતરી કર્યા બાદ બેંકમાં જમા કરાવી દેવામાં આવ્યા હતા.
- લાકડાની મોટી પેટીમાં 14 કિલો 67 ગ્રામ વજનનાં મુકુટ, છત્ર, આરતી થાળી, વાટકા અને ઘરેણાં મળી આવ્યા હતા. આ સાથે ચાંદીની 4 છડી પણ મળી હતી.
- કમિટીએ આ ઘરેણાં અને વાસણોની યાદી બનાવી તેમને બેંક લોકરમાં મુકાવી દીધા છે.
- મંદિરના દસ્તાવેજોનું અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જેથી મહંતે મંદિરના નામે કેટલી સંપત્તિ ખરીદી તેની ખબર પડે.
- બ્રહ્મ મંદિર અને તિજોરી કક્ષમાંથી મળેલા સિક્કાની ગણતરી ચાલું છે. અત્યારસુધી 2.5 લાખ સિક્કાની ગણતરી થઈ ગઈ છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..................................................) 
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Temple Committee Found More Than 14 lakh Rupees in Three Days
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended