Home »National News »Latest News »National» Scientists To Measure Height Of Mount Everest After Nepal Earthquake

દિલ્હી: 60 વર્ષ બાદ ફરીથી મપાશે એવરેસ્ટની ઊંચાઈ, બે મહિનામાં શરૂ થશે કામ

Agency, New Delhi | Jan 26, 2017, 01:44 AM IST

  • દિલ્હી: 60 વર્ષ બાદ ફરીથી મપાશે એવરેસ્ટની ઊંચાઈ, બે મહિનામાં શરૂ થશે કામ,  national news in gujarati
નવી દિલ્હી:વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 60 વર્ષ બાદ ફરી માપવામાં આવશે. 2015માં નેપાળમાં આવેલા ભૂકંપ બાદ વિજ્ઞાનીઓએ એવરેસ્ટની ઊંચાઈ ઘટી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તે હકીકત જાણવા માટે સર્વે ઓફ ઈન્ડિયા બે મહિનામાં તેની ટુકડી નેપાળ મોકલશે. તે એવરેસ્ટના શિખર પર પહોંચીને વર્તમાન ઊંચાઈની માહિતી મેળવશે. અગાઉ 1956માં એવરેસ્ટની ઊંચાઈ માપવામાં આવી હતી. ત્યારથી તેની ઊંચાઈ 8,848 મીટર માનવામાં આવે છે. 
 
એવરેસ્ટની ઊંચાઈ ફરીથી માપવાની જરૂરિયાત અંગે સર્વેયર જનરલ ઓફ ઈન્ડિયા ડૉ. સ્વર્ણ સુબ્બારાવે જણાવ્યું કે ભૂકંપ બાદથી વિજ્ઞાનીઓને આશંકા છે કે એવરેસ્ટ સંકોચાઈ રહ્યો છે. સાથે જ નવા આંકડાથી ભવિષ્યમાં પણ વિજ્ઞાનીઓની સંશોધનોમાં મદદ મળશે. કારણ કે માપવાની પ્રક્રિયામાં જમીનની અંદર પ્લેટની ગતિ સમજવામાં પણ મદદ મળે છે. ડૉ. રાવે જણાવ્યું કે સર્વે ઓફ ઈન્ડિયાની રચનાને આ વર્ષે 250 વર્ષ થઈ જશે. તેની ઉજવણી કરવા માટે પણ અમે સરકારને એવરેસ્ટની ઊંચાઈ ફરીથી માપવાની દરખાસ્ત મોકલી હતી. આ દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે. નેપાળ સરકારે પણ ભાગીદારી કરી છે. અભિયાન એક-બે મહિનામાં શરૂ થઈ જશે. 60 વર્ષ પહેલાં સર્વે ઓફ ઈન્ડિયાએ જ એવરેસ્ટની ઊંચાઈ માપી હતી. આજે પણ તે આંકડા સૌથી યોગ્ય માનવામાં આવે છે. (ઈનપુટ - સુધીર દીક્ષિત)
 
આ બે રીતે માપવામાં આવશે ઊંચાઈ
 
1. જિયોપોઝિશનિંગ સિસ્ટમ : તેમાં મોબાઈલ અથવા ટ્રાન્ઝિસ્ટર જેવાં ઉપકરણનો ઉપયોગ થાય છે. તેને શિખર પર અંદાજે 10 મિનિટ રાખવામાં આવશે. તેના પર સેટેલાઈટથી સિગ્નલ મળે છે. તેના ઓબ્ઝર્વેશનથી એવરેસ્ટની ઊંચાઈ જાણી શકાશે.
2. ગ્રાઉન્ડ મેથડ : તેમાં જમીનથી જ એવરેસ્ટની ઊંચાઈ માપવામાં આવશે. ધરતી પર અનેક જગ્યાએથી એવરેસ્ટ દેખાય છે. એવી 5-6 જગ્યા નિશ્ચિત કરીને ઉપકરણ લગાવાશે. અહીંથી વર્ટિકલ એંગલ મારફત એવરેસ્ટની ઊંચાઈની ગણતરી કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Scientists to measure height of Mount Everest after Nepal earthquake
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended