Home »National News »Photo Feature» School Teacher Died In Accident

હેડફોન લગાવી સ્કૂટી ચલાવતી હતી ટીચર, ન સાંભળ્યો હોર્ન તો સર્જાઈ દુર્ઘટના

divyabhaskar.com | Jan 24, 2017, 00:05 AM IST

  • મૃતક ગુરપ્રીત કૌર આશરે દોઢ વર્ષથી ગામની નજીક આવેલી સરકારી કન્યા સ્કૂલમાં વોકેશનલ ટીચર તરીકે નોકરી કરતી હતી.
મોગા (પંજાબ). સ્કૂટી પર સરકારી સ્કૂલ જઈ રહેલી ટીચરે કાનમાં હેડફોન લગાવ્યો હોવાના કારણે બસનો હોર્ન સંભળાયો નહોતો. જેના કારણે તે બસની અડફેટમાં આવી ગઈ અને લગભગ 100 મીટર સુધી ઘસડાતી રહી. યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
 
કન્યા સ્કૂલમાં નોકરી કરતી હતી મહિલા
 
- ASI કર્મજીત સિંહે જણાવ્યું કે છોકરીના પિતા દર્શન સિંહે પોલીસને આપેલા નિવેદન મુજબ તેઓ રિટાયર્ડ  ટીચર છે.
- તેની 30 વર્ષીય દીકરી ગુરપ્રીત કૌર આશરે દોઢ વર્ષથી ગામની નજીક આવેલી સરકારી કન્યા સ્કૂલમાં વોકેશનલ ટીચર તરીકે નોકરી કરતી હતી.
- તે દરરોજ નિહાલ સિંહથી બસ દ્વારા બાઘાપુરાના આવતી હતી. જ્યાંથી તે એક્ટિવા લઈને ગામ જતી હતી.
- શનિવારે સવારે પણ રોજની જેમ બાઘાપુરાના પહોંચી. ત્યાં કોઈ ઘર પાસે પાર્ક કરેલી એક્ટિવા લઈને રોડે ગામથી નીકળી હતી.
- જેવો તેણે મોગા કોટકપૂરા રોડ પર બાઘાપુરાનામાં એક પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવવા ટર્ન લીધો ત્યાં જ સામેથી ફૂલ સ્પીડમાં આવતી ખાનગી કંપનીની સિંડીકેટ બસે તેને હડફેટમાં લઈ લીધી.

ડ્રાઈવરે બસ ન થોભાવી
 
- દુર્ઘટના બાદ બસ મહિલા ટીચરને 100 મીટર સુધી ઘસડીને લઈ ગઈ.
- બાદમાં લોકોએ હોહા કરતાં ડ્રાઈવરે બસ અટકાવી. જે બાદ ગંભીર હાલતમાં મહિલા ટીચરને સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી.
- પોલીસને ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી. પોલીસે મૃતકના પિતાના નિવેદન પર 174ની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, દુર્ઘટનાના ફોટા...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: School teacher died in accident
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext