Home »National News »Latest News »National» More Than 12 School Children Dead 40 Injured As Bus Collides With Truck At Etah Up

UP: ધુમ્મસને કારણે સ્કૂલ બસને અકસ્માત, 19 બાળકોનાં મોત

divyabhaskar.com | Jan 19, 2017, 23:43 PM IST

  • બસમાં કેજીથી લઈ સાતમા ધોરણ સુધીના બાળકો હતા
એટા. ઉત્તર પ્રદેશના એટામાં અસદપુર ગામ નજીક ગુરુવારે ટ્રક અને સ્કૂલ બસની ટક્કરમાં 19 બાળકોના મોત અને બસ ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. ઉપરાંત 20થી વધુ બાળકો ઘાયલ થયા છે. બસ જેએસ પબ્લિક સ્કૂલની હતી. બસમાં 55-60 બાળકો સવાર હતા. તંત્ર દ્વારા રજાનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં સ્કૂલ ચાલુ હતી. ધુમ્મસને કારણે દુર્ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, બસ પરમીટ વગર દોડી રહી હતી.
 
આ દુર્ઘટના અલીગંજના અસદપુર ગામ નજીક સર્જાઈ હતી. ઠંડીને કારણે વહીવટીતંત્રએ દરેક શાળામાં 20 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી છે છતાં જે.એસ. વિદ્યાનિકેતન સ્કૂલના સંચાલકોએ મરજીમુજબ સ્કૂલ ચાલુ રાખી હતી. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ 8:30 વાગ્યે ગાઢ ધુમ્મસ હોવા છતાં સ્કૂલબસ બાળકોને સ્કૂલે લઈ જઈ રહી હતી. દરમિયાન સાઈકલ પર જતાં બે બાળકોને બચાવવાનો પ્રયાસ કરવા જતાં ટ્રક સાથે સ્કૂલબસનો અકસ્માત થયો હતો. ખરાબ રીતે અથડાયેલી બસને કાપીને અંદર ફસાયેલાં બાળકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ગંભીર બાળકોને અલીગંજથી એટા, સૈફઈ, આગરા અને ફર્રુખાબાદ મોકલી દેવાયાં હતાં.
PMમોદીએ કર્યું ટ્વિટ
 
વડાપ્રધાન મોદીએ પણ એટા દુર્ઘટના પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, હું બાળકોના પરિવારજનો સાથે દુઃખમાં સામેલ છું અને ઘાયલ બાળકો જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરું છું.
 
ટ્રક ડ્રાઈવર પણ થયો ઈજાગ્રસ્ત
 
- બસ જેએસ પબ્લિક સ્કૂલની છે. બસમાં કેજીથી લઈ સાતમા ધોરણ સુધીના બાળકો હતા.
- અનેક બાળકોની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકોને અલીગઢ મોકલવામાં આવ્યા છે.
- ઘટનાસ્થળ પર ડીએમ શંભૂનાથ, એસએસપી સહિત અનેક ઓફિસરો પહોંચી ચૂક્યા છે.
- ડીજીપી જાવીદ અહમદ ટ્વિટ કરીને કહ્યું છે કે એટામાં સડક દુર્ઘટના થઈ છે. બચાવ કામગીરી ચાલુ છે.
- ટ્રકનો ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
 
SDMએ શું કહ્યું
 
- SDM મોહન સિંહ મુજબ સરકારી હોસ્પિટલમાં 20-25 બાળકો ભરતી છે. 15 બાળકો એક પ્રાઈવેટ નર્સિંગ હોમમાં જ્યારે ત્રણ બાળકોને તેમના વાલી સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઈ ગયા છે. કેટલાક ઘાયલોને આગરા અને અલીગઢ મોકલવામાં આવી રહ્યા છે.
 
ધુમ્મસના કારણે થઈ દુર્ઘટના
 
- ડીએમ શંભુનાથે જણાવ્યું કે દુર્ઘટનાનું કારણ ધુમ્મસ હોઈ શકે છે. કારણકે સવારે આ વિસ્તારમાં વિઝિબિલિટી ખૂબ ઓછી હતી.
 
સ્કૂલની માન્યતા રદ કરવા નિર્દેશ

ડીએમ શંભુનાથે જણાવ્યું કે રજાનો નિર્દેશ આપ્યો હોવા છતાં સ્કૂલ કેવી રીતે શરૂ રાખવામાં આવી? તેની તપાસ કરી રહ્યા છીએ. ડીએમે સ્કૂલ સંચાલક સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે સાથે જ સ્કૂલની માન્યતા રદ કરવાનો પણ આદેશ અપાયો છે.

રાજસ્થાનના ચુરુમાં પણ સ્કૂલબસ પલટી, 25 બાળકો ઘવાયાં

રાજસ્થાનના ચુરુમાં ગુરુવારે સવારે સ્કૂલબસ પલટી જવાથી 25 બાળકો ઘવાયાં હતાં. પોલીસે જણાવ્યું કે ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું હતું. ત્રણ ઘાયલ બાળકોની સ્થિતિ ગંભર છે અને દુર્ઘટનાનો ભોગ બનેલાં પહેલાથી આઠમા ધોરણનાં બાળકો વિદ્યાર્થીઓ છે. પોલીસે બસ ડ્રાઇવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: More than 12 school children dead 40 injured as bus collides with truck at etah up
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended