Home »National News »Latest News »National» Big Happenings Of 2-2-2017

માલ્યા સામે SBIની અરજી પર સુપ્રીમમાં સુનાવણી, આ સમાચારો પર રહેશે નજર

divyabhaskar.com | Feb 02, 2017, 09:03 AM IST

  • માલ્યા સામે SBIની અરજી પર સુપ્રીમમાં સુનાવણી, આ સમાચારો પર રહેશે નજર,  national news in gujarati
નેશનલ ડેસ્ક: સુપ્રીમ કોર્ટમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે અરજી દાખલ કરવામાં આવી છે. જેની ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ઉપરાંત પંજાબ અને ગોવામાં આજે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. 
 
સુપ્રીમ કોર્ટમાં વિજય માલ્યા સામે અરજી 

નવી દિલ્હી: 'કિગ ઓફ ગુડ ટાઈમ્સ' ઉદ્યોગપતિ તરીકે વિખ્યાત ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ વિજય માલ્યા સામે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં ધિરાણ આપતી બેન્કોએ કેસ દાખલ કર્યો છે. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. બુધવારે બજેટ ભાષણ દરમિયાન અરૂણ જેટલીએ કહ્યું હતું કે, ભારતીય બેન્કો પાસેથી નાણા લઈને વિદેશ નાસી જતા ઉદ્યોગપતિઓની સંપતિ જપ્ત કરવાના કાયદા પર સરકાર વિચારણા કરી રહી છે. 

આજે પંજાબ-ગોવામાં ચૂંટણી પડઘમ શાંત
 
ચંદીગઢ/પણજીમ: ગોવા તથા પંજાબમાં તા. 4 ફેબ્રુઆરીના એક તબક્કામાં મતદાન યોજાશે. જેના માટેના ચૂંટણી પડઘમ આજે શાંત થઈ જશે. છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષો નખશીખ જોર લગાવીને મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કરશે.  
 
બ્રેક્ઝિટ નીતિ જાહેર કરશે બ્રિટન સરકાર 

લંડન: બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ કહ્યું છે કે, બ્રિટનની સરકાર કેવી રીતે યુરોપીય સંઘમાંથી નીકળવા માંગે છે, તેની રૂપરેખા ગુરૂવારે જાહેર કરવામાં આવશે. 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Big happenings of 2-2-2017
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended