Home »National News »Latest News »National» SC Says Triple Talak Is A Case Of Human Rights

ટ્રિપલ તલાક હ્યુમન રાઇટ્સનો મામલો, કાયદાકીય પાસા પર જ ફેંસલો: SC

divyabhaskar.com | Feb 14, 2017, 18:24 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે તે ટ્રિપલ તલાક અને નિકાહ હલાલા જેવા મુદ્દાઓના ફક્ત કાયદાકીય પાસાઓ પર સુનાવણી કરશે. કોર્ટે કહ્યું કે ટ્રિપલ તલાકનો મામલો માનવ અધિકારો (હ્યુમન રાઇટ્સ) સાથે જોડાયેલો છે. કોર્ટે આ દરમિયાન એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક સંહિતા) સાથે જોડાયેલી પિટીશન્સ પર સુનાવણી નહીં કરે, કારણ કે, એ એક અલગ મામલો છે. કોર્ટે આ કેસ સાથે જોડાયેલા તમામ પક્ષોને કહ્યું છે કે તેઓ 16 ફેબ્રુઆરી સુધીમાં બધાં જ મુદ્દાઓ નક્કી કરી નાખે.
 
બીજું શું કીધું કોર્ટે
 
- મંગળવારે સુપ્રીમ કોર્ટની બેંચે આ આદેશ જાહેર કર્યો. બેંચમાં ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર, જસ્ટિસ પી.વી. રામન્ના અને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ સામેલ હતા.
- કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેઓ આ મામલે બીજા પાસાઓ પર વિચાર કરવાને બદલે ફક્ત કાયદાકીય પાસાઓ પર જ ફેંસલો આપશે. બેંચે કહ્યું- આ હ્યુમન રાઇટ્સ સાથે જોડાયેલો મામલો છે અને અમે તેને તે રીતે જ જોઇશું.
- ઉલ્લેખનીય થે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં અલાહાબાદ હાઇકોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યું હતું. આ ઉપરાંત, કોર્ટે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને કહ્યું હતું કે કોઇપણ પર્સનલ લૉ બંધારણથી ઉપર ન હોઇ શકે.
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લૉ અંતર્ગત થવાવાળા છૂટાછેડાઓનો મામલો સંસદીય મામલો છે. એટલે આ મામલાને કોર્ટ નહી જુએ. જોકે, કોર્ટે વકીલોને એ વાતની મંજૂરી આપી કે તેઓ ટ્રિપલ તલાક સાથે જોડાયેલા કેટલાક મામલાઓનો ઉલ્લેખ તેમની દલીલો અને દસ્તાવેજોમાં કરી શકે છે.
 
કેન્દ્રએ કરેલો ટ્રિપલ તલાકનો વિરોધ
 
- ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાક, નિકાહ હલાલા અને ઘણા લગ્નો જેવી પ્રથાઓનો વિરોધ કર્યો હતો. કેન્દ્રએ કોર્ટને અપીલ કરી હતી કે તેમણે આ મામલાઓને જાતીય સમાનતા અને સેક્યુલરિઝમની દ્રષ્ટિએ જોવી જોઇએ.
- કાયદો અને ન્યાય મંત્રાલયે બંધારણના આધારે જાતીય સમાનતા, સેક્યુલરિઝમ, નિકાહ કાનૂન અને અન્ય ઇસ્લામિક દેશોમાં આ બાબતે સ્વીકારવામાં આવેલા રિવાજોની દલીલો કોર્ટમાં રજૂ કરી હતી.
- ટ્રિપલ તલાકને લઇને કોર્ટમાં ઘણી પિટિશનો ફાઇલ કરવામાં આવી હતી. જેમાંની એક સાયરા બાનો નામની મહિલાએ દાખલ કરી હતી. જેમાં તેમણે ટ્રિપલ તલાક અને એવા જ મુદ્દાઓ પર કોર્ટની દરમિયાનગીરીની માંગ કરી હતી. તેમની પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણે જાતીય સમાનતાની મંજૂરી આપી છે.
 
બોર્ડે કરેલો વિરોધ
 
- ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કેન્દ્ર સરકારની દલીલોનો વિરોધ કર્યો હતો. તેમણે આને મુસ્લિમોની બાબતમાં દખલ કરવી ગણાવ્યું હતું. આ સિવાય એક બીજા મુસ્લિમ સંગઠન જયમીત ઉલેમા-એ-હિંદે પણ કોર્ટને કહ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લૉ માં દખલ કરવી ન જોઇએ. જયમીતે કહ્યું હતું કે, ટ્રિપલ તલાક, નિકાહ હલાલા અને બહુલગ્નો (ઘણા લગ્નો કરવા) મુસ્લિમ પર્સનલ લૉ નો હિસ્સો છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SC says Triple talak is a case of Human Rights
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended