Home »National News »Latest News »National» Sc Said No Stay On Jallikattu New Act

જલ્લિકટ્ટુના નવા કાયદા પર સ્ટે નહીં, TN સરકાર 6 સપ્તાહમાં જવાબ આપેઃ SC

divyabhaskar.com | Jan 31, 2017, 16:56 PM IST

  • જલ્લિકટ્ટુ તામિલનાડુના પારંપરિક રમત છે (ફાઈલ)
નવી દિલ્હી. તામિલનાડુમાં સાંઢને કાબુ કરવાની પારંપરિક રમત જલ્લિકટ્ટુ પરના નવા કાયદા પર સ્ટે નહીં મૂકવામાં આવે તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારને નોટિસ ફટકારીને 6 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે તામિલનાડુમાં જલ્લિકટ્ટુ ન યોજવા દેવાના આદેશ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું હતું અને તેને સેલિબ્રિટીઝે પણ ટેકો આપ્યો હતો.
 
સુપ્રીમે શું કહ્યું
 
-સુપ્રીમ કોર્ટે જલિકટ્ટુ પરના ઓર્ડિનન્સ પર સ્ટે મૂકવાની વાતને ફગાવી નારાજગી વ્યક્ત કરી હતી.
- કોર્ટે તામિલનાડુ સરકાર પાસેથી જલિક્ટ્ટુના સમર્થનમાં રાજ્યમાં થયેલા દેખાવો દરમિયાન કાયદાની વ્યવસ્થા કેમ ન જળવાઈ તે અંગે 6 સપ્તાહમાં જવાબ માંગ્યો છે.
 
સુપ્રીમ કોર્ટમાં70જેટલી કેવિએટ થઈ હતી દાખલ

- વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે જલિકટ્ટુ પર પ્રતિબંધ મૂક્યો હતો. 
- પ્રાણી અધિકાર માટે કામ કરતી સંસ્થા પેટા તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓની અરજી પર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 
- પેટાનો તર્ક હતો કે, જલિકટ્ટુ માટે સાંઢો પર અત્યાચાર કરવામાં આવે છે. 
- કેન્દ્ર સરકારે આ મુદ્દે એક અઠવાડિયા સુધી ચુકાદો ન આપવા સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી. જેને સુપ્રીમે સ્વીકારી હતી. 
- ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વટહુકમ રજૂ કરવામાં આવ્યો હતો. જેને રાજ્યપાલે મંજૂરી આપી હતી. 
- મળતી માહિતી પ્રમાણે, જલિકટ્ટુ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 70 જેટલી કેવિએટ અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં તામિલનાડુ સરકારનો પણ સમાવેશ થાય છે. 
- કેવિએટ અરજી એટલે એવી અરજી જેમાં કોર્ટને વિનંતી કરવામાં આવે છે કે, કોઈ ચોક્કસ અરજી પર સુનાવણી કરતી વખતે અરજદારને પણ સાંભળવામાં આવે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, શું છે જલિકટ્ટુ
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Sc said no stay on jallikattu new act
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext