Home »National News »Latest News »National» SC Dismisses Plea Seeking Political Parties To Disclose Name & Identity Of Donor

SCએ પોલિટિકલ પાર્ટીઓને ડોનેશન પર ટેક્સમાં છૂટ આપવા વિરુદ્ધ થયેલી અપીલ રદ કરી

divyabhaskar.com | Jan 11, 2017, 18:48 PM IST

  • SCએ પોલિટિકલ પાર્ટીઓને ડોનેશન પર ટેક્સમાં છૂટ આપવા વિરુદ્ધ થયેલી અપીલ રદ કરી,  national news in gujarati
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે પોલિટિકલ પાર્ટીઓને ડોનેશન પર મળનારી છૂટને પડકારતી એક અપીલને રદ કરી છે. ઉલ્લેખનીય છે કે, પોલિટિકલ પાર્ટીઓને મળનારા ડોનેશનને ઇન્કમ ટેક્સની છૂટ મળેલી છે. જોકે, રાજનૈતિક દળોને 20,000 રૂપિયાથી ઓછા ડોનેશનનો હિસાબ નથી આપવો પડતો. આનાથી વધુ ડોનેશન ચેક કે ડ્રાફ્ટ મારફતે થયેલું હોવું જોઇએ.
 
પોલિટિકલ પાર્ટીઓને મળવાવાળા ડોનેશનમાં ઘટાડો થયો
 
-નાણાકીય વર્ષ 2015-16 માં દેશની 7 પોલિટિકલ પાર્ટીઓને મળવાવાળા 20,0000 રૂપિયાથી વધુના ડોનેશનમાં મોટો ઘટાડો થયો છે. 
-પાર્ટીઓને ફક્ત 102.02 કરોડ રૂપિયાનું જ ડોનેશન મળ્યું છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) ના રિપોર્ટ પ્રમાણે આ રકમ 2014-15 ની સરખામણીએ 528 કરોડ રૂપિયા અથવા 84% ઓછી છે. 
-બીજેપીને સૌથી વધારે 76 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. જે કુલ ડોનેશનના લગભગ 75% છે. જોકે બીજેપીનું ડોનેશન એક વર્ષમાં 82% ઘટ્યું છે. 
-ન્યુઝ એજન્સી પ્રમાણે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બીજેપીને મળેલું ડોનેશન બાકીની છ પોલિટિકલ પાર્ટીઓની સરખામણીએ ત્રણગણું વધારે છે. 
-કોંગ્રેસને 20000 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે અને તે એક વર્ષમાં 85% ઘટ્યું છે.
- બીએસપીનો દાવો છે કે તેમને કોઇ ડોનેશન નથી મળ્યું. એટલેકે, 7 માંથી 6 પાર્ટીઓને જ 20,000 રૂપિયાથી વધુનું ડોનેશન મળ્યું છે. 
 
2015-16 માં કઇ પાર્ટીને કેટલું ડોનેશન ? 
 
-બીજેપીને 76.85 કરોડ, કોંગ્રેસ 20.42 કરોડ, સીપીએમને 1.81 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું. 
-સીપીઆઇને 1.58 કરોડ, એનસીપીને 71 લાખ, તૃણમૂલ કોંગ્રેસને 65 લાખ રૂપિયા મળ્યા. 
રિપોર્ટમાં સામે આવી છે ચોંકાવનારી હકીકતો
-માયાવતીની બીએસપીને 10 વર્ષોમાં 20,000 થી વધારે એકપણ ડોનેશન નહી.
-બીજેપીનું ડોનેશન એક વર્ષમાં 82% અને કોંગ્રેસનું 85% થી પણ વધારે.
-કોંગ્રેસના દાનદાતાઓની સંખ્યા બીજેપીથી 50% વધારે પરંતુ, રકમ લગભગ ત્રણગણી ઓછી.
-પાર્ટીઓએ 1.33 કરોડ રૂપિયાનું ડોનેશન આપનારાઓની કોઇ જાણકારી આપી નથી. 
 
શા માટે પોલિટિકલ ડોનેશનનો મુદ્દો ઉઠ્યો છે?
 
-પાર્ટી બનાવીને તેને જનપ્રતિનિધિત્વ કાયદો 1951 અંતર્ગત રજિસ્ટર કરવામાં આવે છે. આવી આશરે 1000 પોલિટિકલ પાર્ટીઓ રજિસ્ટર થયેલી છે, જેમણે 2014 માં લોકસભામાં ચૂંટણી નથી લડી. 
-કાળુ નાણું પાર્ટીઓને ટુકડાઓમાં આપવામાં આવે છે. મોટાભાગે ડોનેશન 20,000 થી ઓછી રકમનો હોય છે. કેમકે, કાયદેસર રીતે 20,000 રૂપિયાથી ઓછા ડોનેશનનો હિસાબ પાર્ટીએ કોઇને આપવો પડતો નથી. 
-વીસ હજાર રૂપિયાથી ઓછું ડોનેશન બતાવવા માટે કાર્યકર્તાઓના નામનો ઉપયોગ કરવામાં આવે છે. 
-પાર્ટીના અકાઉન્ટમાં જમા આ રકમ પર ટેક્સ લાગતો નથી. જ્યારે ઇચ્છો ત્યારે ઉપાડ થઇ શકે છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SC dismisses plea seeking political parties to disclose name & identity of donor
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended