Home »National News »Latest News »National» SC Okays General Budget On 1 February

સુપ્રીમના ચુકાદા બાદ બજેટ અંગે ECએ આપ્યા કેન્દ્ર સરકારને નિર્દેશ

divyabhaskar.com | Jan 24, 2017, 09:53 AM IST

  • લોકસભામાં બજેટ રજૂ કરી રહેલા નાણાપ્રધાન અરૂણ જેટલીની ફાઈલ તસવીર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પહેલી ફેબ્રુ.એ બજેટ રજૂ કરવાની સરકારની તૈયારીને લીલી ઝંડી આપી દીધી છે. તો ચૂંટણી પંચે કેટલાક નિર્દેશ આપ્યા છે. એસબીઆઈના રિપોર્ટ પ્રમાણે, બજેટમાં આવકવેરા મુક્તિમર્યાદા અઢી લાખ રૂ.થી વધીને 3 લાખ રૂ. થઇ શકે છે.
 
ચૂંટણી પંચે આપ્યા નિર્દેશ

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ચૂંટણી પંચે મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણીઓ યોજાય તે માટે બજેટ અંગે કેન્દ્ર સરકારને કેટલાક નિર્દેશ આપ્યા હતા. ચૂંટણી પંચે કહ્યું હતું કે, પાંચ રાજ્યોને લાગુ પડતી કોઈ વિશિષ્ટ યોજનાની જાહેરાત કરવામાં ન આવે. પાંચ રાજ્યોને લગતી કેન્દ્ર સરકારની સિદ્ધિઓને હાઈ-લાઈટ કરવામાં ન આવે. 

સુપ્રીમ કોર્ટનો બજેટની તારીખ અંગે નિર્દેશ આપવાનો ઈનકાર  

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં લેતાં બજેટ પહેલી ફેબ્રુ.એ રજૂ કરવા સામે રોક લગાવવા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઇ હતી. ચીફ જસ્ટિસ જે. એસ. ખેહર, જસ્ટિસ એન. વી. રમણ અને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની બેન્ચે સોમવારે અરજી અંગે સુનાવણી દરમિયાન કહ્યું કે એવું એકેય ઉદાહરણ નથી કે જેનાથી કહી શકાય કે બજેટથી રાજ્યોની ચૂંટણીમાં મતદારોની વિચારસરણી પ્રભાવિત થઇ શકે છે.

બેન્ચે બંધારણીય જોગવાઇઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાજ્યોની ચૂંટણીઓ સતત થતી રહે છે, જેના કારણે કેન્દ્રીય બજેટ ટાળી શકાય નહીં. ચૂંટણીવાળાં રાજ્યો અંગે બજેટમાં ખાસ જાહેરાતોની શક્યતા અંગે બેન્ચે કહ્યું કે તે બધી વાતો પાયાહીન છે. 

તમે એક રીતે એમ કહી રહ્યા છો કે કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષે રાજ્યોમાં ચૂંટણી લડવી જોઇએ. અગાઉ પણ કેન્દ્ર સરકારે વિધાનસભા ચૂંટણીના કારણે બજેટ ટાળ્યું હોવાની દલીલ સાથે પણ બેન્ચ સહમત થઇ નહોતી.
 
એસબીઆઈના રિપોર્ટ પ્રમાણે, બજેટમાં હોમલોન તથા બચત માટે રાહતો મળી શકે છે. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: SC okays general budget on 1 February
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext