Home »National News »Latest News »National» SC Refuses To Give Guidelines Banning Sardar Jokes

દિલ્હી: SCનો શીખો પર બનતા જોક્સ રોકવાનો સ્પષ્ટ ઈનકાર, કહ્યું, 'જોક્સ કોઈ રેગિંગ નથી'

Pavan Kumar, New Delhi | Feb 08, 2017, 03:05 AM IST

  • દિલ્હી: SCનો શીખો પર બનતા જોક્સ રોકવાનો સ્પષ્ટ ઈનકાર, કહ્યું, 'જોક્સ કોઈ રેગિંગ નથી',  national news in gujarati
નવી દિલ્હી:શીખો પર બનતા જોક્સનો મુદ્દો સુપ્રીમકોર્ટમાં છે. માગ કરાઈ હતી કે કોર્ટ આવા જોક્સ અટકાવવા માટે માર્ગદર્શિકા બનાવે. પરંતુ બે જજોની બેન્ચે કિસ્સા અને ઉદાહરણો સંભળાવી જોક્સ પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કરી દીધો. જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે શીખ સમાજ પર બનતા જોક્સ કોઈ રેગિંગ નથી. જો કોઈને આવા જોક્સથી સમસ્યા હોય તો તેના માટે આઈટી એક્ટ અથવા આઈપીસીની જોગવાઈ છે. તે કેસ નોંધાવી શકે છે. જોકે, કોર્ટ 27મી માર્ચે ચુકાદો સંભળાવશે. આ મુદ્દે વકીલ હરવિંદર ચૌધરીએ અરજી કરી હતી. મંગળવારે કોર્ટમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી.
 
કોર્ટ રૂમમાંથી લાઈવ
 
જજનું સૂચન શીખોનું સમગ્ર વિશ્વમાં સન્માન છે. જ્યારે એલેક્ઝાન્ડરે હુમલો કર્યો તો શીખોએ વીરતાથી યુદ્ધ કર્યું હતું. આપ ‘અપસાઈડ ડાઉન’ પુસ્તક વાંચો. હકીકતમાં વધુ પડતી કલ્પના પણ રચનાત્મક્તા ખતમ કરી દે છે. તમે આ પુસ્તક વાંચો, હું આ અંગે 27 માર્ચે તમને પૂછીશ...
 
વકીલ સૂરી:લોકોએ શીખો પર જોક્સ બનાવીને સમગ્ર સમાજની મજાક બનાવી નાંખી છે. બાળકો લઘુમતી ભાવનાનો શિકાર થઈ રહ્યા છે. આવા જોક્સ રેગિંગ સમાન છે. સમાજને આવા જોક્સથી સલામતી જોઈએ છે. તેના પર ગાઈડલાઈન બનાવવી જોઈએ.
જસ્ટિસ મિશ્રા : દરેકની વ્યક્તિગત પ્રતિભા હોય છે. શીખો પર જોક્સથી કેટલાક લોકો હસે છે તો કેટલાકને કોઈ ફરક પડતો નથી. આ પ્રકારની અરજી શીખ સમાજનું ગૌરવ ઘટાડે છે.
આરએસ સૂરી :સુપ્રીમકોર્ટ વિશાખા મામલે છેડતી અંગે ગાઇડલાઇન ઇશ્યૂ કરી શકે તો શીખ સમુદાય પર થતા જોક્સ પર કેમ નહીં.  
જસ્ટિસ મિશ્રા :હું ઉદાહરણ તરીકે વાર્તા કહું છું. એક દોરડાથી જતો રસ્તો હતો. તેમાં એક ટ્રોલીમાં બે લોકો બેસીને એક સ્થળેથી બીજે જતા હતા. તેમાં એક ફ્રાન્સીસી હતો અને બીજો અંગ્રેજ હતો. રસ્તામાં દોરડું તૂટવા લાગ્યું. ફ્રાન્સીસી નાગરિક રડવા લાગ્યો અને અંગ્રેજ શાંત રહ્યો. અંગ્રેજે પૂછ્યું કે કેમ રડે છે ફ્રાન્સીસી બોલ્યો કે મારું બેન્ક બેલેન્સ, પત્ની અને સંતાનોનું શું થશે થોડા સમય બાદ બંને  બીજી બાજુ પહોંચી ગયા. પછી અંગ્રેજ રડવા લાગ્યો. ફ્રાન્સીસીએ પૂછ્યું તો અંગ્રેજે કહ્યું જો હું મરી ગયો હોત તો વાર્તાનો સાર એ છે કે કોઇ મામલાને સમજવો ધારણા પ્રતિક્રિયા પર આધાર રાખે છે.
આર.એસ. સૂરી :કોર્ટે આવા જોક્સને રોકવા માટે  એક ગાઇડલાઇન બનાવવી જોઇએ.
 
જસ્ટિસ મિશ્રા: અન્ય ધર્મ કે સમુદાય માટે આવી ગાઇડલાઇન છેω એક ઉદાહરણ સાંભળો...

1. સૈનિક ન્યૂનત્તમ તાપમાનમાં દેશ માટે યુદ્ધ લડી રહ્યો છે. જ્યારે આપણે સૂઇએ છીએ ત્યારે તે સુરક્ષા માટે રાતે સરહદે યુદ્ધ કરે છે.
2. શાંતિકાળમાં સૈનિક પિતા માટે ચિંતિત રહે છે અને યુદ્ધ સમયે પિતા પુત્ર માટે
ચિંતિત રહે છે.
કહેવાનો અર્થ છે કે દરેક વાતના બે અર્થ હોય છે. આ આપણી પર આધાર રાખે છે કે આપણે કોઇ વાતને કયા સંદર્ભમાં લઇએ છીએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SC refuses to give guidelines banning Sardar jokes
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended